આભ આખું ખભે લઈ લીધું,
ખૂબ કમઠાણ મેં કરી લીધું.
છોડી પ્રતિકારનો અફર મોકો,
જે થયું તે બધું સહી લીધું.
મેં અકળ આંસુથી નયન ધોયાં,
ને ત્વરાથી જરા હસી લીધું.
કેટલા એકડા ફરી ઘૂંટવા?
ભૂંસવા જોગું તો ભણી લીધું.
એટલે ચૂપ બેઠો છું નિર્મન,
શબ્દમાં ઠીક ઓગળી લીધું.
13.7.26.
વૃન્દાવન બંગલોઝ, 15, શિવ બંગલો, બળિયાદેવ મંદિર નજીક, ગાના-કરમસદ રોડ, મુ. કરમસદ. તા. જિ. આણંદ.
ઈ-મેલ: 1959pareshdave@gmail.com
![]()




‘સતલુજ’ ફિલ્મ જસવંત સિંહ ખાલરા વિશે છે. હની ત્રેહાનની આ ફિલ્મમાં ખાલરાનું પાત્ર દિલજિત દોસાંઝે ભજવ્યું છે. આ ફિલ્મ ત્રણ જુદાં નામ હેઠળ વર્ષો સુધી સર્ટિફિકેશનની મુશ્કેલીઓમાંથી પસાર થયા પછી અંતે OTT પર આવી. ફિલ્મ સર્જકોએ તેને થિએટરમાં રિલિઝ કરવાની આશા માંડી વાળી હતી અને તે પહેલાં સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશને શરૂઆતમાં 127 કટ્સની માગણી કરી હતી. આ સામાન્ય વિવાદ છંછેડે એવા થોડાઘણાં કટ્સ નહોતા પણ ફિલ્મને ભાંગી નાખે એવા કટ્સ હતા. આવા વિવાદોની સુનાવણી કરતું અપીલ ટ્રિબ્યુનલ સરકારે 2021માં બંધ કરી દીધું હોવાથી ફિલ્મના સર્જકો પાસે બૉમ્બે હાઈ કોર્ટમાં જવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. એ જ રીતે ફિલ્મને સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ પર રિલીઝ કરવા સિવાય પણ બીજો કોઈ વિકલ્પ રહ્યો નહીં. આખરે એક પણ કટ પાછો ઉમેર્યા વિના ફિલ્મ રિલીઝ કરવામાં આવી. તે બે દિવસ ચાલી અને પછી ભારતીય સ્ક્રીન પરથી ગાયબ થઈ ગઈ. આઇ.ટી. ઍક્ટની કલમ 69A હેઠળ તેને હટાવવામાં આવી, એ જ જોગવાઈ, જે વાસ્તવિક કટોકટીની પરિસ્થિતિઓ માટે બનાવવામાં આવી હતી, પરંતુ અહીં તેનો ઉપયોગ એવા કેસ પર આધારિત ફિલ્મ માટે થયો, જેનો કોર્ટમાં પહેલેથી જ ચુકાદો આવી ચૂક્યો હતો. જો કે ભારતમાં ન હોય તેવી વ્યક્તિ આ ફિલ્મ જોઇ શકે છે.