પહેલાના સાદા સમયમાં મને પાછો લઈ જાવ,
માનવીના સ્પર્શ પૂર્વેના સમયમાં;
મોટરગાડીઓ અને ટેલીફોનના તાર પહેલાનો,
માવડી પૃથ્વીનો આદેશ ચાલતો હતો ત્યાં.
પહેલાનાં સાદા સમયમાં મને પાછો લઈ જાવ,
યુદ્ધકાળ શરૂ થયો તે પહેલા,
જ્યાં પંખીઓનું ગગન પર વર્ચસ્વ હતું
ને માછલીઓનું જળ પર.
સમય જુઓને કેવો બદલાયો છે,
માનવી આધુનિક થયો ત્યારથી;
આપણે પંખીઓનું, માછલીઓનું વર્ચસ્વ છીનવ્યું,
અને જમીન પર એકબીજાનું વર્ચસ્વ છીનવ્યું,
બોંબ અને બંદૂકના જોરથી,
ભાંડુઓનો ભોગ આપ્યો,
કેવળ અન્ય દેશ જીતવા.
આ ગ્રહ પર રસ્તા ઘડતા ઘડતા,
મોટર ગાડીઓ, વિમાનો અને આગ-ગાડીઓ બનાવ્યાં;
આડેધડ જંગલોનો સફાયો કર્યો,
પૃથ્વીની સહનશક્તિ ખૂટી ત્યાં સુધી.
પૃથ્વીને સાવ ખંખેરી કાઢશું?
કે સ્વાર્થી વાના પડતા મુકશું?
દુનિયાનો ખાતમો બોલાવશું?
કે આજે કોઈ બદલાવ લાવશું?
ભેદભાવ છેક કોરાણે મૂકી
સાથે મળી લડાઈ લડીએ
અમૂલ્ય આ ગ્રહનું રક્ષણ કરી
પ્રકાશ ભણી પાછા ફરીએ.
e.mail : rupaleeburke@yahoo.co.in