‘The Black Essence’ ચાર મુખ્ય પાત્રોના જીવનની આસપાસ ગુંથાયેલી એક ઉત્કૃષ્ટ ફિલ્મ છે. દરેક પાત્ર પોતાનાં અનોખાં દુઃખો અને સંઘર્ષો સાથે જીવી રહ્યું છે. એક પિતા છે, જે પસ્તાવા અને આંતરિક ટકરાવનો સંઘર્ષ કરી રહ્યા છે. પુત્ર છે, જે સંપૂર્ણપણે પેરાલાઇઝ્ડ છે અને બીજા પર આધાર રાખે છે. પિતાનો નિકટનો મિત્ર છે, જેણે બાળપણથી પુત્રને સાચવ્યો છે ને પૂરી જવાબદારી લીધી છે, છતાં પોતાની વ્યથાઓ છુપાવીને જીવી રહ્યો છે. અને છે માયા – પિતાની પ્રેમિકા, જે પ્રેમમાં એટલી ઊંડે ઉતરી ને બંધાઈ છે કે છૂટવાનો રસ્તો દેખાતો નથી.
ફિલ્મમાં એક Fish Tankમાં કેદ માછલીની કલ્પના દ્વારા આ બધાં પાત્રોનાં અંદરના બંધન, મુક્તિની ઈચ્છા અને લાગણીઓનું પ્રતિકાત્મક પ્રતિનિધિત્વ થાય છે.
આ કથા જીવનના અર્થ વિશે એક નવો દૃષિટકોણ audienceને આપે છે – ખાસ કરીને પિતા અને પુત્ર વચ્ચેના સંઘર્ષ દ્વારા બન્નેના મનમાં ઉભા થતા તદ્દન વિપરીત વિચારો અને એમાંથી ઊભી થતી એક જીવનની ફિલસુફી દાદ માંગી લે એવી છે.
ફિલ્મનું લેખન અને દિગ્દર્શન સહિલભાઈ કંદોઈએ કર્યું છે, જે ઓસ્ટ્રેલિયામાં નિવાસ કરે છે. સંગીત ગૌરવ સાખ્યાએ આપ્યું છે, જેમણે “Mirzapur” માટે પણ કામ કર્યું છે. ફિલ્મના સહાયક દિગ્દર્શક તરીકે અભિનય મહેતા જોડાયા છે.
આ ફિલ્મ આગામી ૨૭ જુલાઈના રોજ સિડનીમાં પ્રીમિયર થશે અને ઓસ્ટ્રેલિયાના વિભિન્ન ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવવામાં આવશે.
The Black Essence એક એવી ફિલ્મ છે કે જે આપણને આપણા અસ્તિત્વ વિશે ઊંડા પ્રશ્નો પૂછે છે – અને કદાચ, જવાબ શોધવા પ્રેરણા આપે છે.
આ ફિલ્મ mystry અને thrillના કમાન પાર મૂકી ફિલસૂફીના હૃદય સ્પર્શી તીર ચલાવે છે.
e.mail : mehta.abhinay@gmail.com