Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9375652
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion, Samantar Gujarat - Samantar|20 December 2023

ડિસેમ્બર 1973, ડિસેમ્બર 2023 : નવનિર્માણ આંદોલનનાં પચાસ વરસ એ આગળ જવા સારુ પાછળ નજર કરવાનો અવસર છે. કાનૂની સાર્વભૌમ (સરકાર, કારોબારી, વિધાનગૃહ) પર રાજકીય સાર્વભૌમ(લોક)ની સત્તાનો સિદ્ધાંત એણે ઘૂંટ્યો હતો

પ્રકાશ ન. શાહ

તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ : 1974ના ફેબ્રુઆરીનું બીજું અઠવાડિયું છે અને ગુજરાત યુનિવર્સિટીના ઓપન એર થિયેટરમાં હરિવંશરાય બચ્ચનની આ સલામી પંક્તિઓ સાથે એક બુઝુર્ગે વાત માંડી છે. આરંભે કદાચ ક્ષીણ લાગતો આ અવાજ સામે છલકાતા છાત્રયુવા મહેરામણની આંખ શું આંખ પ્રોવતો એકદમ ખૂલવા લાગે છે, કેમ કે ખરી દૂંટીનો એ અવાજ જયપ્રકાશ નારાયણનો છે. એ જયપ્રકાશનો જેણે ગુજરાતની તરુણાઈના તેડ્યા સ્વરાજ આગમચ પાંચ જ દિવસ પર, દસમી ઓગસ્ટે, ગુજરાત કોલેજમાં શહીદ વીર વિનોદ કિનારીવાલાની ખાંભી ખુલ્લી મૂકી હતી.

મનીષી જાની

શું હતું જે.પી.નું નિમિત્ત? નવનિર્માણ આંદોલનના વાસંતી ઉદ્રેક સાથે, જોઈએ તો જયપ્રકાશને હાઈજેક કરી લાવો એવા છાત્રયુવા સાદ સાથે, ‘રવિશંકર મહારાજનો સંદેશ એટલે આદેશ’, એવા હૃદયભાવ સાથે એ આવી પુગ્યા હતા. ગુજરાતના યુવજન સૌ રણે ચડ્યા એનો બુંગિયો અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજમાં ફૂડબિલના આકરા વધારા થકી (એમાંથી ઢેકો કાઢતા ભ્રષ્ટાચાર ને મોંઘવારીના એકંદર માહોલ થકી) બજ્યો હતો. પૂર્વે મોરબીની એન્જિનિયરિંગ કોલેજે પણ આવા કોક મુદ્દે યુવા અજંપો પ્રગટ કીધો હતો અને પોલીસ દમન વહોર્યું હતું. પણ અમદાવાદના કેન્દ્રવર્તી સ્થાને વ્યાપક ગુજરાતમાં વમળો જગવ્યાં હતાં અને યુનિવર્સિટી સિન્ડિકેટના વિદ્યાર્થી સભ્ય મનીષી જાનીના પ્રતિબદ્ધ નેતૃત્વમાં કંઈક સ્વયંભૂ એવો લોકઉદ્રેક પ્રગટ થવા લાગ્યો હતો. છાત્રયુવા અજંપો ને મધ્યમવર્ગી પ્રતિક્રિયા એકત્ર આવી રહ્યાં હતાં અને 14 ઓગસ્ટ શ્રમજીવી હિલચાલોનોયે એમાં હિસ્સો હશે સ્તો.

જરી પાછળ જઈને એકંદર સિનાર્યો સંભારીશું? 1971માં પૂર્વ પાકિસ્તાનને પશ્ચિમ પાકિસ્તાનની સાંસ્થાનિક પકડમાંથી મુક્ત કરી બાંગ્લાદેશનું નિર્માણ કર્યા બદલ ઇન્દિરા ગાંધીની પ્રતિમા ખાસી ઊંચકાઈ હતી ને ‘ગરીબી હટાવો’ના નારા સાથે નયી રોશનીની ચમકદમક પણ હતી. એમણે લોકસભાની મુદ્દતવહેલેરી ચૂંટણી નાખી અને જ્વલંત ફતેહ હાંસલ કરી. પણ વળતે વરસે ગુજરાત વિધાનસભા માટે કાઁગ્રેસી ઉમેદવાર પસંદગી બાબતે તેમ આંતરિક જૂથબંધીની સત્તામારી અંગે મધ્યમવર્ગની તીવ્ર પ્રતિક્રિયા હતી.

હજુ 1971માં તો લોકસભાની ચૂંટણી વખતે ઇન્દુલાલ યાજ્ઞિકે કાઁગ્રેસના નિશાન પર અપક્ષ ઉમેદવાર તરીકે વિજય મેળવ્યો હતો. પણ 1972ના માર્ચમાં લોકસભામાં એમણે જે વક્તવ્ય આપ્યું એમાં મોહભંગનાં લક્ષણો દેખાતાં હતાં. જુલાઈમાં તો એ ગયા અને ખાલી પડેલી બેઠક પર કાઁગ્રેસના ઉમેદવારને શિકસ્ત આપીને અપક્ષ ઉમેદવાર પુરુષોત્તમ માવળંકર ચૂંટાઈ આવ્યા તેમાં ઇન્દિરાજી સામે પડકારનો મિજાજ ચોખ્ખો વરતાતો હતો.

1972ની ચૂંટણીમાં કાઁગ્રેસે વિધાનસભામાં બહુમતી મેળ‌વી અને ઘનશ્યામ ઓઝા ઇન્દિરાનીમ્યા દંડનાયક પેઠે મુખ્ય મંત્રી બન્યા. એમની પ્રતિભા જરૂર સારી હતી પણ જેમ જૂની કાઁગ્રેસમાં ‘સર્વોચ્ચ’વાદ ચાલતો હતો તેવું આ નિમણૂકમાં જણાયું એથીયે લોકલાગણી કંઈક વંકાઈ. એને એક ઓર વળ અને આમળો ત્યારે મળ્યો જ્યારે પોતાના જ મુખ્ય મંત્રીને ઉથલાવીને ચિમનભાઈ પટેલે સત્તા હાંસલ કરી. એમણે બહુમતી ઊભી કરવા ને સાબિત કરવા જ્યાં ધારાસભ્યોને એકઠા કર્યા તે પંચવટી ફાર્મને લોકજીભે ઓળખ પણ ચોંટડૂક મળી, પ્રપંચવટી!

મોંઘ‌વારી, જૂથબંધી, ભ્રષ્ટાચારના આ માહોલ વચ્ચે એલ.ડી. એન્જિનિયરિંગ ઘટના ને પોલીસ પ્રતિક્રિયા સામે એકંદર જનરોષ બહાર આવ્યો અને જોતજોતામાં જંગલના દવની જેમ ગુજરાતવ્યાપી બની રહ્યો એની શરૂઆત ડિસેમ્બર 1973માં થઈ હતી. આજે, 2023માં, પાછળ નજર કરીએ ત્યારે એની પચાસીએ શું સમજાય છે?

યુવા ઉદ્રેકનું તત્કાળ નિમિત્ત જે પણ હોય, 1968માં યુરોપીય-અમેરિકી કેમ્પસો પરથી જે યુવા ઉન્મેષ પડમાં આવવા લાગ્યો હતો, કંઈક એની જેમ જ અહીં વર્તમાન સામે ફરિયાદ ને ભાવિ સુધારનો કાંઈક આંતરિક ધક્કો ખસૂસ હતો … કેવો મિજાજ હશે ત્યારે એનું એક ઉદાહરણ, કંઈક હટકે આપું? ‘જવાની દિવાની’ નામે ફિલ્મનું અવલોકન રાધેશ્યામ શર્માએ જુલાઈ 1973માં લખ્યું, એનું શીર્ષક હતું – ‘જવાની દિવાની’ : ખાનદાની ખૂન વર્સીસ યુવા વિદ્રોહ.’

વ્યાપક પ્રજાવર્ગની સહાનુભૂતિ સાથે છાત્રયુવા આંદોલનમાં અધ્યાપકોનું જોડાવું એ પણ એક મોટી વાત હતી. પણ આંદોલન જેવું આગળ ‌વધ્યું અને કાઁગ્રેસના જૂથગત નેતાપલટા માત્ર એણે અટકવું મુનાસીબ ન માન્યું ત્યારે અધ્યાપક મંડળ ખસી ગયું. એ પ્રજાકીય આંદોલન સાથે નહીં એટલું કાઁગ્રેસનો આંતરિક સત્તામારીમાં એક જૂથ સાથે હતું.

વિધાનસભાના વિસર્જનની માંગ એક નિર્ણાયક મુદ્દો હતો. માર્ચના બીજા અઠવાડિયામાં મોરારજી દેસાઈએ આંદોલનની માંગના સમર્થનમાં અને હિંસાના વિરોધમાં અનશનનો રાહ લીધો અને 15મી માર્ચે રાજ્યપાલના સલાહકાર સરીને એમને રૂબરૂ મળીને ખબર આપી કે કેન્દ્ર સરકાર વિધાનસભાના વિસર્જનમાં સંમત છે.

ખરું જોતાં બહુ જ ઉતાવળે અને કંઈક અછડતી વાત આ કરી છે. એંશી-પંચાસી દિવસના આ આંદોલનને ગોળીબારથી નીપજેલ ચાળીસથી વધુ મોત કે જાહેર નુકસાનીના આંકડામાં અગર તો ટૂંક સમયમાં ચારસોથી વધુ નવનિર્માણ સમિતિઓ કાર્યરત થઈ એવી વિગતમાત્રમાં ખતવી ન શકાય.

મુદ્દે, વિધાનસભા વિસર્જનની એની સફળ માંગે લોકશાહી રાજકારણમાં એક મહદ્દ સિદ્ધાંત સ્થાપી આપ્યો કે કાનૂની સાર્વભૌમ (સરકાર: પર આખરી સત્તા રાજકીય સાર્વભૌમ એટલે કે લોકોની છે. સાંકડા રાજકીય-શાસકીય માળખાની બહારથી આવેલી લોકપહેલનો આ ચમકારો તે જયપ્રકાશને મળેલો ‘પ્રકાશ’ હતો.

બિહાર આંદોલન ઉપડ્યું એના સમર્થનમાં ગુજરાતથી સૌ દિલ્હી ગયા, ઓક્ટોબર 1974માં આચાર્ય કૃપાલાનીના નેતૃત્વ હેઠળની રેલીમાં, ક્યારે ઉમાશંકર જોશી, ભોગીલાલ ગાંધી સાથે પગપાળા ચાલતા મિત્રોમાં વડનગરના વસંત પરીખે મજાનું સૂત્ર આપ્યું હતું :

‘ગુજરાત કી જીત હમારી હૈ, બિહાર કી રીત ન્યારી હૈ …’

એ બધી વાતો વળી ક્યારેક, યથાપ્રસંગ.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 20 ડિસેમ્બર 2023

Loading

20 December 2023 પ્રકાશ ન. શાહ
← ત્રણ રચનાઓ
कश्मीरः इतिहास का तोड़ना-मरोड़ना शांति की राह में बाधक →

Search by

Opinion

  • બિઈંગ નોર્મલ ઈઝ બોરિંગ : મેરેલિન મનરો
  • અર્થ-અનર્થ – આંકડાની માયાજાળમાં ઢાંકપિછોડા
  • ચૂંટણી પંચની તટસ્થતાનો કસોટી કાળ ચાલી રહ્યો છે.
  • હે ભક્તો! બુદ્ધિનાશે વિનાશ છે!
  • પ્રમુખ કેનેડી : અમેરિકા તો ‘પરદેશી નાગરિકોનો દેશ’ છે

Diaspora

  • આપણને આપણા અસ્તિત્વ વિશે ઊંડા પ્રશ્નો પૂછતી ફિલ્મ ‘ધ બ્લેક એસેન્સ’
  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા

Gandhiana

  • કર્મ સમોવડ
  • સ્વતંત્રતાનાં પગરણ સમયે
  • આપણે વેંતિયાઓ મહાત્માને માપવા નીકળ્યા છીએ!
  • ગાંધીજી જીવતા હોત તો
  • બે પાવન પ્રસંગો

Poetry

  • વચ્ચે એક તળાવ હતું
  • ઓલવાયેલો સિતારો
  • કારમો દુકાળ
  • વિમાન લઇને બેઠા …
  • તારવણ

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved