ચંદ્ર, સૂરજ વિના ઉજાસ નથી,
એમ શિક્ષક વિના વિકાસ નથી.
કોઈ કારણ હશે આ વસ્તીમાં,
કોઈ ચ્હેરો અહીં ઉદાસ નથી.
શ્હેર જૂનું હવે નવું લાગે,
તોય લોકો કહે વિકાસ નથી.
હું વિચારું તો તું લગોલગ છે,
એમ શોધું તો આસપાસ નથી.
હાથમાં પ્હોંચવું એ “લાઈક” છે,
વાહ વાહ આપણો પ્રયાસ નથી.
મોંઘા મોંઘા બજારમાં “સિદ્દીક”
ઊભા રહેવાનોયે કલાસ નથી.
ભરૂચ
e.mail : siddiq948212@gmail.com