સાંજ થઈ ગઈ ને જાત બાકી છે,
જિંદગીની વિસાત બાકી છે.
છે રવિવાર ઊંઘવા માટે,
શેર સંભળાવ રાત બાકી છે.
હાથ નજરોના તો મિલાવ્યા છે,
શબ્દોની ખાસ વાત બાકી છે.
સુખ કે દુઃખમાં શહીદ થઇ જાતાં,
એવાં પુષ્પોની ન્યાત બાકી છે.
દિલ જેવું સીમકાર્ડ ફેલ થતાં,
મોબાઈલ જેવી જાત બાકી છે.
અમદાવાદ.
e.mail : siddiq948212@gmail.com
![]()

