સડક હાંફશે ને ચરણ ચાલશે,
બધાં એમ ખુદની મજલ કાપશે.
ભલે નોટ મિત્રો ચલણમાં નથી,
છતાં કોઈ એના છુટા આપશે.
ફરી એકડો ઘૂંટવાનો થયો,
ફરી કોરી કટ સ્લેટ સંતાપશે.
અહીં એક ખેતર લઈ આપણું,
હવે કોઈ એમાં નગર વાવશે.
*
2/8/૨૦26
વૃન્દાવન બંગલોઝ,15, શિવ બંગલો, બળિયાદેવ મંદિર નજીક, ગાના-કરમસદ રોડ, મુ. કરમસદ. તા.જિ. આણંદ.
ઈ-મેલ: 1959pareshdave@gmail.com
![]()

