એક દીવાદાંડી

સમયગાળો : 9 ડિસેમ્બર 2022થી 8 ડિસેમ્બર 2023

365 દહાડાનો આ હવે પટ વિસ્તાર થયો. નવમી ડિસેમ્બર 2022થી આરંભાયેલી આ શ્રેણી હવે આ સાથે અહીં પોરો લે છે. ખાસ મકસદ સાથે આરંભાયેલી આ જાતરા માટે કેતનભાઈ રુપેરા, નંદિતાબહેન મુનિ અને નીરજભાઈ શાહની સેવાઓનો લાભ મળ્યો છે વળી, ‘વિકીપીડિયા’, ‘ગુજરાતી વિશ્વકોશ’, ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’, ‘અરધી સદીની વાચનયાત્રા’, ‘રોજેરોજેની વાચનયાત્રા’, ‘એકત્ર ફાઉન્ડેશન’, ’એનસાઇક્લોપીડિયા બ્રિટાનિકા’, ‘બી.બી.સી., વિચારપત્ર ‘ઓપિનિયન’, ‘નિરીક્ષક’ તેમ જ ‘વિશ્વમાનવ’ વગેરે વગેરેની ઑનલાઇન તેમ જ અન્ય સાધનસામગ્રીનો લાભ ભરપેટ લીધો છે. તે દરેક પ્રતિ સાદરભર્યો ઓશિંગણભાવ વ્યક્ત કરીએ છીએ. નતમસ્તક.