મિસ્ટર આંબેડકર!
મિસ્ટર આંબેડકર!
તમારા પુસ્તકમાં
ખાસ્સો ખતરનાક આ વિચાર છે
કે આખી માનવ જાતનો એક આધાર છે
કે કોઈ કોઈની પર
જુલ્મ ના કરે,
મરજી હોય એને
પ્રેમ કરે
કે હક મળે
દરેક હકદારને
ખેતર મળે
દરેક ખેડદારને
મૂળ અને જંગલ મળે
ત્યાંના વાસીને
રોટલી મળે
દરેક નિવાસીને
શું આવું થશે?
જે ક્યાં ય નથી થયું
એ કેમ કરી થશે?
માનવ સભ્યતા તો
માલિકોની સભ્યતા રહી છે
આંબેડકર
મજૂરોની કથાઓ
હજુ સુધી મૌન છે
ઘણાં ખતરનાક છે ઇરાદા
તમારા મિસ્ટર આંબેડકર
બતાવો
તમારા ગુલાબી ખ્યાલોમાં
રાચતો આ જાદુઈ મલક કયો છે?
°°°
આંબેડકર કોણ હતા
ખેતરમાંથી ઉંદર પકડીને
ખાવા મજબૂર બનાવેલા
મારા દાદા-પૂર્વજોએ
નહોતું સાંભળ્યું
આંબેડકર કોણ હતા
શાળામાં પોતાનું ખાવાનું
અળગા બેસીને ખાતા
મારા પિતાએ વાંચેલું
આંબેડકર કોણ હતા
હું બાળપણથી જાણી ગયેલો
આંબેડકર કોણ હતા
હવે જ્યારે પણ કોઈ પૂછે છે
કે આ આંબેડકર છે કોણ
આવું પૂછનારાને
હું માત્ર એટલું કહી શકું છું
કે આંબેડકરને જાણવામાં
પેઢીઓ વીતી ગઈ
આંબેડકર એક દિવસની પકડમાં
આવવાવાળી વ્યક્તિ નથી.
e.mail : rupaleeburke@yahoo.co.in
![]()

