ઠેર રસ્તામાં સફર થઈ ગઈ,
મોજડી આ ઠેસભર રહી ગઈ.
શખ્સ શબપેટી થઈ ગયો ને,
વાંઝણી એની કબર રહી ગઈ.
આ ક્ષણોના ડંખ ડામવામાં,
ઝેરની કાતિલ અસર રહી ગઈ.
લ્યો ફળ્યું તકદીર ટાઢનું એમ,
કામળી ઓઢ્યા વગર રહી ગઈ.
ને જનારા તો જતા રહ્યાં પણ,
મર્મભેદી રહગુજર રહી ગઈ.
28.4.26
વૃન્દાવન બંગલોઝ, 15) શિવ બંગલો, બળિયાદેવ મંદિર નજીક, ગાના-કરમસદ રોડ, મુ. કરમસદ. તા. જિ. આણંદ.
ઈ-મેલ: 1959pareshdave@gmail.com
![]()

