Opinion Magazine
Number of visits: 10,221,466
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કેવો વરસાદ? …. જ્યાં વરસે ત્યાં છિન્નભિન્ન સઘળું કરતો આબાદ …!

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|10 July 2026

રવીન્દ્ર પારેખ

હા, એવો વરસાદ આવ્યો. સઘળું આબાદ રીતે છિન્નભિન્ન કરતો વરસાદ સુરત પર ત્રાટક્યો. એવો ત્રાટક્યો કે 85 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો. 1941માં જુલાઈમાં 18 ઇંચ પડેલો. આ જુલાઈમાં એ માપ 18.92 હતું. બધે બધું વેરવિખેર થઇ ગયું, પણ વરસાદને 18 ઇંચ સુધી રોકાવાની ફુરસદ જ ન હતી. હવે વરસાદ ઈંચમાં બોલવા-લખવાનું બંધ કરવું જોઈએ. લોનાવલામાં 48 કલાકમાં 52 ઈચ વરસાદ પડવાના સમાચાર છે. એને 4 ફૂટ, 4 ઇંચ કહેવાનું વધારે યોગ્ય છે, એવું નહીં? સુરતમાં 18 ઇંચ ને બદલે દોઢ ફૂટ પાણી પડ્યું, એમ કહેવું વધારે ઠીક લાગે છે. વરસાદનો હવે જે સ્વભાવ થયો છે, એક જ દિવસમાં સીઝનનો વરસાદ ઠાલવી દેવાનો, તે જોતાં તે મિલીમીટર કે સેન્ટીમીટર કે ઈંચમાં વરસે એમ લાગતું નથી. સીઝનનો પહેલો વરસાદ આટલો તોફાની હોય એવું તો પહેલી વાર જોયું. ઠેર ઠેર પાણી ભરાયાં, તે જમીન પર તો ઠીક, પુલ પર પણ ભરાયાં. વરસાદે એવું તોફાની બેટિંગ કર્યું કે ક્યાં ય સ્ટમ્પ્સ હતાં નહીં, તો ય ઘણાં ક્લીન બોલ્ડ થયાં. કોઈ હિટ વિકેટ થયું તો કોઈ કેચ આઉટ થયું. આ આકાશી આફતને કારણે 9 લોકો પૂરમાં ડૂબી ગયા. કોઈનું કરંટ લાગતાં મોત થયું. ટૂંકમાં, ત્રણ દિવસમાં સુરતમાં 24 લોકોએ જીવ ખોયો. આમાં વરસાદી ઋજુતા નથી, પણ રાક્ષસી આક્રમકતા છે.

આ વરસાદ પહેલાં આવો બેફામ ન હતો. તે ધીમે ધીમે આવતો- લાજ કાઢતો હોય તેમ ! હવે તો બધું તોડી ફોડીને ફેંકી દેવું હોય તેમ, ધસમસતો આવે છે. વરસાદ તો વૃક્ષો ઉગાડે, તો ધરાશાયી કઈ રીતે કરી શકે? વરસાદે ઘણાં વૃક્ષોને જમીનદોસ્ત કર્યાં છે. ઘણીવાર તો વહેમ પડે કે એ તે વરસાદ છે કે વર? વરમાં અને વરસાદમાં ઘણું સામ્ય છે. બંને ઠરેલ નહીં. બંને ઉશ્કેરાય તો ધનોતપનોત કાઢી નાખે. છાંટાથી શરૂ કરીને દરિયો ઠલવાતો હોય તેમ વરસે ને બાકી હોય તેમ કડાકા ભડાકા કરે ને છેવટે વીજળીની જેમ જ બધું ઝબકાવીને ટાઢો પડે. પહેલાં તો પતિથી ગભરાતી વહુ જેવો આવતો, પણ હવે વરને ગભરાવતી વહુ જેવો આવે છે. એ ખરું કે વીજળી જેમ જ વહુ પણ દાંતિયાં કરતી હોય છે. વહુને પણ વરસાદ જેમ જ યશ નથી મળતો. કોઈ વાર પાણી બહાર ઢોળાય તો કોર્પોરેશન દંડ ફટકારે છે. એને પુછાય કે 18 ઇંચ વરસાદ વ્યાપક રીતે ઢોળાય તો તેને કેટલો દંડ થવો જોઈએ? પાણીનો સૌથી મોટો બગાડ વરસાદ પોતે કરે છે.

જો કે, આ વખતે બહુ રાહ જોવડાવીને આવ્યો. આવ્યો તે એવો આવ્યો કે બધું સખળડખળ થઈ ગયું. નદી કે રસ્તા વચ્ચે કોઈ અંતર જ રહ્યું નહીં ! આખું સુરત જ જળમાર્ગી થઈ ગયું. વાહનોને બદલે રસ્તાઓ પર બોટ ફરતી હતી. ઊંચેથી કોઈ જુએ તો એમ જ લાગે કે આ શહેરમાં પાકા રસ્તા બનવાના હજી બાકી છે. ગગનચુંબી ઈમારતોની ફરતે પાણી જ પાણી હતું. કોઈ જુએ તો ઈમારત ઊંચા બેટ જેવી લાગતી. સુરતમાં વળી ખાડીની રેલની જુદી જ બલા છે. એ એવું રૌદ્ર સ્વરૂપ છે કે દેવોનું રૌદ્રરૂપ ફિક્કું પડે. વરસાદ તો અટક્યો છે, પણ કેટલોક ખાડી વિસ્તાર હજી પાણીમાં છે. ખાડી વિસ્તારમાં 2,28૦ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. આવું પહેલાં ઓછું જ બનતું. પહેલાં તો વરસાદ ધીમી ધારે આવતો. કરગરતો હોય એવો. આખી રાત ઝરપે તો પણ એકાદ ઇંચ માંડ થાય. એના વરસવાથી પ્રેમીઓમાં આગ ફૂટતી ને વિરહીઓમાં આંસુ ફૂટતાં. વરસાદ ટાઈમ લઈને આવતો ને ટાઈમ લઈને જતો. જો કે, ત્યારે પણ રેલ તો આવતી જ, સુરતમાં તો ખાસ. તે વગર વાંકે દંડાતું. વરસાદ ઉપરવાસમાં પડે ને રેલ સુરતમાં આવતી. 2006ની મહાભયંકર રેલ રાજકારણીઓની મુર્ખાઈને કારણે આવી હતી ને તેમાં આખું સુરત પાણીમાં ગરકાવ થયું હતું.

હવે પૂર તો ઓસર્યાં છે ને વરસાદ પણ નથી, ત્યારે લોકો અને વેપારીઓની આંખો ભીની થાય એવી સ્થિતિ થઈ છે. અનરાધાર વરસાદે 26થી વધુ ટેક્સટાઇલ માર્કેટોને પૂરેપૂરી ધોઈ નાખી છે. વેપારીઓને 200 કરોડનો ફટકો પડ્યો છે. સેંકડો વેપારીઓ, દુકાનદારોને કરોડોનું અને ઉદ્યોગોને અબજોને નુકસાન થયું છે. આવે વખતે વિપક્ષો નુકસાનીનું વળતર ને અન્ય રાહતો માંગવા મેદાને પડી જાય છે. તહેવારો પહેલાં રેલ આવવાથી 1 કરોડ સાડીઓનો ચૂંથો થઈ ગયો છે. નુકસાનીનો અંદાજ 1,500 કરોડ મુકાય છે. દૂધની તકલીફ થઇ હતી, પણ પાણી ઓસરતાં જ લોકોએ દૂધની લૂંટ ચલાવી. માત્ર વરસાદના પાણીથી સુરત ગરકાવ થયું હોય એવો આ પહેલો પ્રસંગ છે. મત ન માંગવાના હોવાથી નેતાઓ ન આવે એ સમજી શકાય એવું છે. પણ, લોકો વિફર્યા ને નેતાઓને પાણીમાં ડુબાડ્યા ને કહ્યું કે અમે ડૂબ્યાં, તો હવે તમે ય ડૂબો. લોકો વિફરે એમાં નવાઈ નથી. તેમનું મગજ ફાટતાં ભા.જ.પ. કાર્યકરોને એમ કહીને ભગાડ્યા કે આ તમારું પાપ છે. સુરતની આજુબાજુના વિસ્તારો કામરેજ જેવામાં 15 ઇંચ વરસાદ નોંધાયો. એ ઉપરાંત નવસારી, ડાંગ, કુડસદ, કિમ-કોસંબામાં જળબંબાકારની સ્થિતિ રહીને વ્યાપક નુકસાન થયું, તો ક્યાંક જાનહાનિ પણ થઈ.

સુરત મહાનગરપાલિકામાં અનેક નાના મોટા અધિકારીઓ છે, પણ એ લોકો આફતને સમયે સ્વરક્ષાના, જાત કલ્યાણના પાઠો શીખવામાં વ્યસ્ત રહે છે, એટલે તેઓ તો અન્ડર ગ્રાઉન્ડ થઇ જાય છે ને પાલિકા અબૂધ બાલિકાની જેમ ન ધણિયાતી થઈ જાય છે. ગમ્મતની વાત એ છે કે દર વર્ષે કાગળ પર પ્રિમોન્સૂન કામગીરી થાય છે ને દર વર્ષે પાલિકાઓની પોલ ખૂલી જાય છે ને આમ દર વર્ષે, લગભગ બધી પાલિકાઓની પોલ ખૂલે છે, પણ વાત એ નથી, પાલિકાઓની પોલ ખૂલેલી જ હોય છે. આ વખતે તો ભયંકર વરસાદની આગાહી હતી, છતાં કોઈ પણ પગલાં ભરાયાં નહીં. આફત વખતે સૌથી પહેલાં તંત્રો નિષ્ક્રિય થઇ જાય એ દુ:ખદ છે. એમાં આશ્વસ્ત કરનાર ફાયર બ્રિગેડ વિભાગ છે. તેણે કટોકટીના કાળમાં સેંકડો લોકોને પાણીમાંથી રેસ્ક્યુ કરીને સેવાઓ આપી છે. બે દિવસમાં 4,538 લોકો રેસ્ક્યુ કરાયા. પૂર્વ કમિશનર શાલિની અગ્રવાલને રાહત કામગીરી માટે ખાસ ગાંધીનગરથી સુરત મોકલાયાં છે.

જો કે, રાહત થાય એવું ઓછું છે. માર્કેટ કોમ્પ્લેક્સમાં બેઝમેન્ટમાં પાણી ભરાતાં અનેક દુકાનોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. સરથાણા ઝોનની કચેરીમાં જ ધોધ પડે એવી સ્થિતિમાં 18.9 ઇંચ પાણી પડ્યું. 100 બસો વરસાદમાં ફસાઈ એટલે બે દિવસ પર બી.આર.ટી.એસ., સિટી બસ બપોર પછી બંધ કરવાની ફરજ પડી. શાળા-કોલેજો બંધ રહી. એમ.બી.બી.એસ.ની પરીક્ષા મોકૂફ રખાઈ. પાણી ઓસરતાં સફાઈ શરૂ થઈ છે. આશરે 400 મેટ્રિક ટન કચરો ઊંચકાયો છે.

હવે સફાઈ, રાહત, બચાવ કામગીરી પૂરી થશે એટલે મંત્રીઓનાં ધાડાં ઊતરી પડશે ને આમતેમ મોં મારીને પરત થશે. એ તો બધું રાબેતા મુજબ ચાલશે. ભલે ચાલે. પણ હવે ધ્યાન આપવાની જરૂર છે તે પૂરની સમસ્યાઓ તરફ નજર નાખવાની. આ એક વર્ષ પૂરતું નથી, કોઈ ને કોઈ બહાને વરસાદ તો આવશે ને જશે, પણ એનું ફૂટમાં વરસવાનું ચાલુ રહેવાનું છે. અલનીનોની અસરો વર્તાયા કરવાની છે. એવે વખતે વરસાદ, ગરમી, ઠંડી બધું જ વધવાનું છે, એટલે એની તૈયારી રાખવાની છે. આ બધું કુદરતી નથી, માનવ સર્જિત છે એટલે તેણે જ વેઠવાનું છે. આ અગાઉ પણ ઋતુઓના ફેરફાર અંગે અનેક વખત ચેતવણી અપાયેલી છે, પણ માણસજાત વેઠવા તૈયાર છે, પણ સુધરવા તૈયાર નથી. કામચલાઉ ઉકેલોથી આપણે રાજી રહીએ છીએ. કેટલાં ય વિચારોમાં પરિવર્તનની જરૂર છે. બેઝમેન્ટમાં દુકાનો કેટલી જોખમી છે, તે આ એક જ વરસાદે બતાવી દીધું છે. આપણે એટલા લોભી છીએ કે કોઈ પોતાના પૈસા આપણા મોતથી આપે તો પણ આપણે મરવા તૈયાર થઈ જઈએ છીએ. જે રીતનું તકલાદીપણું આપણામાં ઘર કરી ગયું છે તે જોખમી છે. કોઈ પણ બાબતને આપણે કામચલાઉ ધોરણે જ વિચારીએ છીએ. પુલ જોઈએ તો બાંધી લો, રસ્તા જોઈએ છે તો રસ્તા કરી લો, પણ એ કેટલું ટકશે એની ચિંતા બહુ થતી નથી, એટલે નવા પુલો તૂટી પડે છે કે રસ્તાઓ પહેલાં વરસાદમાં જ ધોવાઈ જાય છે. આપણને હવે કાયમી કે ટકાઉની જરૂર નથી. એટલે તક્લાદીપણું આપણામાં ઘર કરી ગયું છે. આ સારું નથી જ, પણ આપણને કામચલાઉ ઉકેલથી ચાલી જાય છે. આ ખ્યાલો બદલવાની જરૂર છે. બીજી મહત્ત્વની વાત એ કે આપણે કુદરતી કે માનવસર્જિત આફતોથી બચવા જૂના સાધનો ને વિચારોથી આગળ ગયા નથી. વરસાદ હવે ઈંચમાં નહીં, ફૂટમાં પડે છે. 4 ફૂટ 4 ઇંચ વરસાદ પડે ને સાધનો ટૂંકા ને ટાંચા હોય તો આફતોથી બચવાનું અઘરું છે. ઉદાહરણ તરીકે ફાયર બ્રિગેડનાં સાધનો અદ્યતન ન હોય તો 50 માળનાં મકાનોના 50માં માળે લાગેલી આગ હોલવવાનું મુશ્કેલ છે. એટલું નુકસાન વધશે તે નફામાં.

18 ઇંચ વરસાદે એટલું ભાન કરાવ્યું છે કે બધું જ સરકાર કરશે એ અપેક્ષા વધારે પડતી છે. સરકાર કાયમ મોડી જ પડવાની છે, એ સમજી લેવાનું રહે. એ સ્થિતિમાં પોતાનું રક્ષણ કરવાનું પોતે જ ઉપાડવું પડે. એમાં પણ આફતો નવી આવે તો ઉકેલવાની રીત જૂની હોય તો કેમ ચાલે?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 10 જુલાઈ 2026

Loading

बात एक जुगनू की ! 

कुमार प्रशांत|Opinion - Opinion|10 July 2026

कुमार प्रशांत

अंधकार जब बेहद घना होता है तब जुगनू भी रास्ता दिखाने लगते हैं. जुगनू इसलिए बहुत अच्छे व जरूरी होते हैं, क्योंकि वे सूरज की बाट नहीं जोहते; अंधकार है तो जुगनू हैं और वे अंधकार को चुनौती देने से चूकते नहीं हैं. इंसानों में रोशनी की आस बनी रहे, जुगनू इसलिए ही होते हैं. जुगनू पल-पल में दमक कर बताते रहते हैं कि निराश होने से बेहतर है कि रोशनी की तरफ़ देखो, क्योंकि रोशनी का एक मतलब आशा भी होता है.

आज मैं बार-बार जुगनू की बात क्यों कर रहा हूं ? इसलिए कि हमारे बीच एक जस्टिस माधव जयाजीराव जमादार हैं जिनकी हाथ में एक संविधान है. जस्टिस जमादार हमारी दिशाहीन व अंधेरी न्यायपालिका के जुगनू हैं.

हमारी अदालतों का यह हाल है कि वे क्या कहती हैं, किससे कहती हैं और उनके कहे का क्या होता है, यह देखना उसने छोड़ दिया है. समाज ने भी अदालत की तरफ़ से मुंह फेर लिया है. समाज समझता है कि जो चमकता नहीं है वह जुगनू नहीं, एक फतिंगा है. अदालत कहती रहती है कि जमानत नियम है, जेल अपवाद है; उसी अदालत ने पिछले पांच से अधिक सालों से उमर ख़ालिद, सरजील इमाम आदि को जेलों में बंद कर रखा है. न मुकदमा शुरू होता है, न सुनवाई होती है, न उन्हें ज़मानत दी जाती है. वे जेल के अंधेरे में बंद हैं तो सर्वोच्च न्यायालय ख़ुद के रचे अंधेरे में डूबा है. यह समाज को कॉक्रोच मानता है और उससे जितनी दूरी संभव है उतनी बनाए रखता है और हर संभव तरीके से सत्ता की मदद करता है. आज से 106 साल पहले महात्मा गांधी ने अदालतों के बारे में एक निष्कर्ष हमारे सामने रखा था : “अदालतों की सबसे बड़ी बुराई यह है कि ये सरकार की सत्ता को बल देती हैं.” हमारे न्यायविदों ने गांधी के इस कथन में एक संशोधन कर लिया था : अदालतों की नहीं, औपनिवेशिक अदालतों की सबसे बड़ी बुराई यह है कि ये सरकार की सत्ता को बल देती हैं. लेकिन ये लोग कितने गलत साबित हो रहे हैं ! औफनिवेशिक और लोकतांत्रिक अदालत में चरित्रत: कोई भेद बचा ही नहीं है.

मुंबई हाईकोर्ट के जस्टिस जामदार ने अभी-अभी मुंबई में एक मुकदमे की सुनवाई के दौरान वह कहा जो इस देश की अदालतों को 2014 के बाद कई-कई बार कहना चाहिए था. 2014 से पहले भी कहना चाहिए था. लेकिन तब राहत यह थी कि अदालत नहीं बोल पाती थी तो समाज बोलता था; समाज चूकता था तो अदालत बोलती थी. लेकिन 2014 के बाद योजनापूर्वक इन दोनों को चुप कराया जाने लगा और आज हालत यह है कि इस देश में सिर्फ एक ही आदमी है जो मन की बात कर सकता है. बाकी सबको बता दिया गया है कि आपका मन और आपकी बात अपने तक रखिए, वरना …

जस्टिस जामदार ने इससे इंकार कर दिया. वे बोले और एकदम साफ बोले : देश को एक सरकार का ग़ुलाम बनाने की मुहिम चल रही है और पुलिस उसे साकार करने में जुटी है. पुलिस यह भूल गई है कि वह जनता की सेवक है, किसी सरकार या उसके नेताओं की नहीं. उन्होंने पूछा कि सरकार की मुखालफत करना, विरोध प्रदर्शन आयोजित करना, नरेंद्र मोदी या अमित शाह के लिए मुर्दाबाद के नारे लगाना आदि कब से व कैसे अपराध हो गया ? उन्होंने मुंबई पुलिस को कठघरे में खड़ा कर पूछा कि सैयद अहमद अब्दुल वहीद चौधरी को किस संवैधानिक धारा के तहत आपने तड़ीपार या जिलाबदर करने का आदेश दिया ?

बात यह थी कि वहीद साहब ने सोशल डिमोक्रेटिक पार्टी बना रखी है और वे सरकार से जब भी, जिस भी मुद्दे पर असहमत होते हैं, उसका खुलासा करने सड़कों पर उतर आते हैं फिर बात नागरिकता क़ानून की हो या बाबरी मस्जिद की या ज्ञानव्यापी मंदिर में नमाज़ पर रोक की. वे अपनी पार्टी के बैनर से अपना विरोध दर्ज कराते हैं. अब तक किसी भी पुलिस थाने में ऐसा एक मामला भी दर्ज नहीं है कि वहीद साहब के प्रदर्शन में तोड़-फोड़ हुई हो कि हुल्लड़बाजी हुई हो. वे इतने बड़े नेता नहीं हैं कि इतने बड़े हंगामे आयोजित करवा सकें. वे मुसलमान हैं तो मुसलमानों के सवाल उठाते हैं, ऐसा एतराज़ उठाने वालों को बताना चाहिए कि आज कौन है कि जो अपने समुदाय या अपने वोटबैंक से बाहर के सवाल उठाता है ? भाजपा अपने हिंदू वोट बैंक से बाहर का हिंदुस्तान पहचानती नहीं है सिर्फ इतना ही नहीं है बल्कि वह कहती भी है कि उसे मुस्लिम वोट की ज़रूरत ही नहीं है. इसलिए पूछना जरूरी हो जाता है कि मुंबई पुलिस को वाहिद साहब से एतराज क्यों है ? दरअसल एतराज़ मुंबई पुलिस को नहीं, पुलिस को अपनी निजी सेना मानने वाले सत्त्ताधारियों को है. वे जानते हैं कि असहमति की आवाज को ज़मीन पर मौका मिला तो वह आसमान छा लेती है. इसलिए वे हमेशा सावधान रहते हैं कि असहमति की आवाज कहीं से उठे, उसे उठने से पहले ही दबोच लेना है. उसने यह विभाग पुलिस को सौंप रखा है कि वह सबको डरा कर रखे. सत्ता के खेत-खलिहान में पुलिस का इस्तेमाल आज बिजूका की तरह किया जा रहा है. पुलिस-तंत्र अपने इस अशोभनीय इस्तेमाल के बारे में चूं भी नहीं करता है.

जस्टिस जामदार ने जैसे ही पुलिस-तंत्र को कठघरे में खड़ा किया, सारे देश में उनकी बात की गूंज उठी. पता नहीं कि कितने दिनों बाद किसी जज ने संविधान की बात इस तरह उठाई कि एक कोई लिखित दस्तावेज है जिससे किसी भी लोकतांत्रिक संरचना को बाहर जाने की इजाजत हम नहीं दे सकते ! संविधान के सामने सर झुका कर, संविधान का सर झुकाने का खेल इतने समय से, इतनी तरह से खेला जा रहा है कि संविधान हास्यास्पद बन कर रह गया है. न्यायपालिका संविधान देख कर नहीं, सत्ता का मुंह देख कर बोलती है. वह जितना ज्यादा बोलती है, उतनी ही गूंगी हुई जाती है.

जामदार साहब ने इस अशोभनीय चलन पर ऊंगली उठाई है. उन्होंने जो कहा है वह एकदम सामान्य संवैधानिक बात है. कोई भी सरकार अपनी फौज-पुलिस, इ.डी.-आई.टी.-सी.बी.आई.-कैग-यू.ए.पी.ए. आदि-आदि की मदद से नागरिकों के संवैधानिक अधिकारों पर हाथ नहीं डाल सकती है, क्या यह हमारी प्राथमिक कक्षा की किताबों में नहीं लिखा है ? जो बच्चों को पता है, वह मुंबई पुलिस का पता नहीं है ? उसके लिए जस्टिस जामदार को आगे आना पड़े, तो यह मुंबई पुलिस के लिए डूब मरने की बात है. उसे कितने पानी में डूब मरना चाहिए, यह हम नहीं बताते हैं. यह उसका लोकतांत्रिक अधिकार है कि वह अपने पतन की सजा स्वंय ही तय करे.

लेकिन जस्टिस जामदार के सवाल की जद में ख़ुद उनकी न्यायपालिका भी आती है जो विधायिका-कार्यपालिका के साथ गणेश आरती करती तो मिलती है, संविधान पढ़ती नहीं मिलती है. राम मंदिर में लूट या डकैती की जैसी अपमानजनक वारदातें होती रही हैं, क्या अदालत भी उस अपराध की भागीदार नहीं है ? संविधान को बाजू रख कर, भगवान के निर्देश से जिन जस्टिस चंद्रचूड़ ने न्यायपालिका की सबसे ऊंची कुर्सी के पीछे छिप कर यह मंदिर बनवाया, क्या उनसे नहीं पूछना चाहिए कि मंदिर में चल रहे इस घोटाले के बारे में उनके भगवान का क्या निर्देश है ? न्यायपालिका जब संविधान को छोड़ कर किसी दूसरे की आरती उतारने लगती है तब वह उसी लोकतंत्र का गला घोंटने लगती है जिसने उसे जन्म भी दिया व विशेषाधिकारों से नवाजा भी है.  जस्टिस जामदार दूसरों से ऊंगली भर ऊंचे नज़र आते हैं, तो इसलिए कि उन्होंने फिर से भगवान को नहीं, संविधान को बहस के केंद्र में ला दिया है. हमारा संविधान ही हमारी न्यायपालिका का भगवान है. जिन्होंने दूसरा कोई भगवान खोज लिया है, उन्हें न्यायमूर्ति की कुर्सी छोड़ देनी चाहिए. हमें आश्वस्ती मिलती हृै जब हम पाते हैं कि अंधश्रद्धा और अंधभक्ति के इस दौर में जस्टिस जामदार जैसे लोग भी हैं जो सिर्फ हैं नहीं बल्कि जिंदा भी हैं- जुगनू की तरह !

वसीम बरेलवी साहब ने इसे ही लक्ष्य कर कहा है न : 

उसूलों पर जहां आंच आए टकराना जरूरी है

जो जिंदा हो तो जिंदा नज़र आना जरूरी है. 

(09.07.2026)   
मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें
https://kumarprashantg.blogspot.com

Loading

એક શિક્ષક, અનેક વિદ્યાર્થી શાળા, અનેક શિક્ષક, શૂન્ય વિદ્યાર્થી શાળા

ચંદુ મહેરિયા|Opinion - Opinion|9 July 2026

ચંદુ મહેરિયા

૨૦૨૬-૨૭ના શૈક્ષણિક વરસનો આરંભ થઈ ગયો છે. ગુજરાતનો બહુ ગાજેલો શાળા પ્રવેશોત્સવ પણ રંગેચંગે સમાપ્ત થઈ ગયો છે.. આઝાદી મળી ત્યારે દેશનો  સાક્ષરતા દર ૧૮.૩૩ ટકા હતો તે ૨૦૧૧માં ૭૪.૦૪ અને આજે ૮૦.૯ ટકા છે. એટલે સાક્ષરતા દરમાં અનેકગણો વધારો થયો છે. છતાં આપણા પ્રાથમિક શિક્ષણની હાલત ભાંખોડિયા ભરતાં બાળક જેવી વર્તાય છે. એટલે દેશના અને રાજ્યના પ્રાથમિક શિક્ષણની દશા અને દિશા વિશે વિચારવાનો આ યોગ્ય સમય છે.

૨૦૦૯ના શિક્ષણના અધિકાર કાયદાથી ૬ થી ૧૪ વરસના બાળકોને ફરજિયાત અને નિ:શુલ્ક શિક્ષણનો અધિકાર આપવામાં આવ્યો છે. ખાનગી શાળાઓમાં ગરીબ વર્ગના બાળકો માટે ૨૫ ટકા બેઠકો ફાળવવાની કાયદાકીય જોગવાઈ પછી તો ફરજિયાત શિક્ષણ સમાન પણ લાગવા માંડ્યું છે. મુંબઈ હાઈકોર્ટની નાગપુર પીઠે તેના તાજેતરના ચુકાદામાં ખાનગી પ્રાથમિક શાળામાં ફી નહીં ભરી શકેલ એક ૧૩ વરસની બાળકીને શાળામાંથી કાઢી મૂકવાના પગલાંને બંધારણના અનુચ્છેદ ૨૧-એ અને આર.ટી.ઈ. અધિનિયમની કલમ ૧૬(૪) અંતર્ગત ગેરકાયદેસર અને મનસ્વી ગણાવ્યું છે. બીજી તરફ દિલ્હી હાઈકોર્ટે આર.ટી.ઈ. કાયદા હેઠળ ગરીબ બાળકોને ખાનગી શાળામાં પ્રવેશ આપવામાં વિધાર્થીના વાલીને પસંદગીની શાળા નક્કી કરવાનો અધિકાર હોવાનું નકાર્યું છે. આ બંને ચુકાદાથી પ્રાથમિક શિક્ષણને મળેલું સ્થાન અને અધિકારના અમલ અંગેનું અદાલતી વલણ સમજાય છે. .

એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ (અસર – ASER) જણાવે છે કે આપણા દેશનું પ્રાથમિક શિક્ષણ મોટા ભાગે સરકારી શાળાઓ પર નભે છે. દેશમાં આશરે ૧૦.૧૭ લાખ ગવર્નમેન્ટ પ્રાઈમરી સ્કૂલ્સ છે. તેમાં લગભગ ૧ કરોડ પ્રાઈમરી ટીચર્સ છે. રાષ્ટ્રીય કક્ષાએ ૬૬.૮ ટકા પ્રાથમિક શિક્ષણ સરકારી શાળાઓ મારફત આપવામાં આવે છે. મોટા રાજ્યોમાં સૌથી વધુ સરકારી પ્રાથમિક શાળાઓ બંગાળમાં છે. બંગાળની કુલ પ્રાથમિક શાળાઓમાં ૮૦ ટકા સરકારી છે. ગ્રામીણ બિહારના ૬ થી ૧૪ વરસના ૮૦ ટકા બાળકો સરકારી પ્રાથમિક શાળાઓમાં ભણે છે. 

સરકારી શાળાઓએ ઘરેઘરે પ્રાથમિક શિક્ષણ તો પહોંચાડ્યું છે પરંતુ તે કેટલું ગુણવત્તાયુક્ત છે તે મોટો સવાલ છે. ભારત સરકારના ખુદના ડેટા જણાવે છે કે દેશમાં એક લાખ કરતાં વધુ એકલ શાળાઓ છે. એટલે કે આ શાળાઓમાં એકથી વધુ ધોરણના તમામ બાળકોને ભણાવવા માટે માત્ર એક જ શિક્ષક છે. ૨૦૨૨માં ૧,૧૮,૧૯૦, ૨૦૨૩માં ૧,૧૦,૯૭૧ અને ૨૦૨૫માં ૧,૦૪,૧૨૫ શાળાઓમાં જુદાજુદા ધોરણના ઘણા વિદ્યાર્થીઓને માત્ર એક જ શિક્ષક ભણાવે છે. ૩૩,૭૬,૭૬૯ બાળકો આવી એકલ શાળાઓમાં ભણે છે. આંધ્ર પ્રદેશમાં એક્લ શાળાઓની સંખ્યા અને ઉત્તર પ્રદેશમાં એકલ શાળાઓમાં ભણતા વિધાર્થીઓની સંખ્યા સૌથી વધુ છે. 

દેશની ૧૦.૧૭ લાખ સરકારી પ્રાથમિક શાળાઓમાંથી ૨.૨૪ લાખ શાળાઓ જર્જરિત કે અસલામત છે. ગયા વરસે રાજસ્થાનના ઝાલાવાડના મનોહરથાણા બ્લોકની પીપલોદી સરકારી પ્રાઈમરી સ્કૂલની છત તૂટી પડતાં ૭ બાળકોના મોત થયા હતાં. 

૨૦૨૫ના વરસના ગુજરાત વિધાન સભાના બજેટ સત્રમાં પ્રશ્નોત્તરી દરમિયાન શિક્ષણ મંત્રીએ એવી માહિતી આપી હતી કે રાજ્યમાં ૩૨૭ પ્રાથમિક શાળાઓ એક જ ઓરડામાં ચાલે છે. એટલે બધા ધોરણના વિદ્યાર્થીઓને એક જ વર્ગખંડમાં બેસાડવામાં આવે છે. તેનું કારણ શાળાના મકાન માટે જમીન ઉપલબ્ધ ન હોવાનું છે. રાજ્યના ૩૩ જિલ્લાની ૫,૧૭૫ સરકારી પ્રાથમિક શાળાઓમાં ૬,૧૦૦ વર્ગખંડ ભણાવવા માટે અસલામત છે. કેમ કે તે ઓરડાઓ ગમે ત્યારે પડી જાય તેવા જર્જરિત છે. માત્ર અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં જ આ સ્થિતિ નથી રાજ્યના મહાનગરો અમદાવાદ, વડોદરા, જૂનાગઢ અને ભાવનગરની ૬૬૭ શાળાઓના ૭૬૪ વર્ગખંડો ખરાબ સ્થિતિમાં છે. 

ગત વરસના સંસદના શીતકાલીન સત્રમાં લોકસભામાં એવી માહિતી આપવામાં આવી હતી કે દેશમાં ૫,૧૪૯ સરકારી શાળાઓમાં એક પણ વિદ્યાર્થી અભ્યાસ કરતો નથી. એટલે કે આ શાળાઓમાં કોઈ વિદ્યાર્થીએ પ્રવેશ મેળવ્યો નથી. આશ્ચર્યની વાત તો એ છે કે આ શૂન્ય વિદ્યાર્થી સંખ્યા ધરાવતી ૫,૧૪૯ શાળાઓમાં ૧.૪૪ લાખ શિક્ષકો ફરજ(?) બજાવે છે. શિક્ષકોની કામગીરી તો વિદ્યાર્થીઓને ભણાવવાની છે. પરંતુ જો વિદ્યાર્થીઓ જ ન હોય તો આ ગુરુદેવો શું કરતા હશે? સરકારનો જવાબ છે કે બાળકોને સરકારી શાળાઓ તરફ આકર્ષવા અને તેમને પ્રવેશ મેળવવા સમજાવવાનું કામ કરવા આ શિક્ષકો રાખ્યા છે. એટલા માટે જ શૂન્ય વિદ્યાર્થી સંખ્યા ધરાવતી ૫,૦૦૦ શાળાઓમાં દોઢેક લાખ શિક્ષકો છે ! જ્યારે દેશમાં લાખો શિક્ષકોની ઘટ હોય ત્યારે શૂન્ય વિદ્યાર્થી સંખ્યાની શાળાઓમાં શિક્ષકોનું હોવું પ્રજાના નાણા અને દેશના સંસાધનોનો બગાડ છે, વેડફાટ છે. 

પ્રાથમિક શિક્ષણ નબળું હોવા પાછળના કારણોમાં આવી વહીવટી અણઆવડત કે આવડતનો મોટો ફાળો રહેલો છે. બધા જ ધોરણના વિદ્યાર્થીઓને એક જ ક્લાસ રૂમમાં ભણાવવાથી ભણતરમાં શું ભલીવાર આવે. ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના પરફોર્મન્સ ગ્રેડિંગ ઈન્ડેક્સમાં ગુજરાતના પ્રાથમિક શાળાના બાળકો માટે એવું અવલોકન કરવામાં આવ્યું હતું કે આ બાળકો શિક્ષકો જે ભણાવે છે તે સમજવામાં અને બીજાને સમજાવવામાં કાચા છે. 

બાળકોના ભણતર પરની માઠી અસર ‘અસર’ના રિપોર્ટમાં પણ દર્શાવી છે. ધોરણ ૧-ના ૩૧.૯ ટકા બાળકો ૧ થી ૯ સુધીની ગણતરી પણ વરસના અંતે કરી શકતા નથી. ધોરણ ૩ના ૬૨.૫ ટકા વિદ્યાર્થીઓ સામાન્ય સરવાળા બાદબાકી કરી શકતાં નથી. 

 જ્યારે શાળામાં આપવામાં આવતું શિક્ષણ નબળું હોય ત્યારે માબાપ કે વાલીએ બાળકોના ટ્યુશન કે કોંચિંગનો માર્ગ કમને કે મધ્યમવર્ગે અન્ય ખર્ચ પર કાપ મૂકીને પણ અપનાવવો પડે છે. નેશનલ સ્ટેટેસ્ટિકલ ઓફિસ(NSO)ના આંકડા જણાવે છે કે ગુજરાતના વાલીઓ ખાનગી ટ્યુશન પાછળ વરસે સરેરાશ રૂ.૧૪,૫૪૫ ખર્ચે છે. પ્રિપાઈમરી થી ધોરણ ૧૨ સુધીના શહેરી ૩૫ ટકા અને ગ્રામીણ ૧૨ ટકા વિદ્યાર્થીઓ ખાનગી કોંચિંગ લે છે. ગુજરાતમાં ધોરણ ૧ થી ૫માં ખાનગી ટ્યુશનનો વ્યક્તિદીઠ સરેરાશ ખર્ચ રૂ.૯૧૫૨ છે. 

દલિત, આદિવાસી, નબળા વર્ગો અને ગરીબોને ખાનગી શાળાઓની ફી પોસાતી નથી એટલે તેમના માટે સરકારી શાળાઓ એક માત્ર વિકલ્પ છે. સરકારી શાળાઓના નબળા શિક્ષણને પ્રતાપે આ બાળકોનું પાયાનું એવું પ્રાથમિક શિક્ષણ કાચું રહે છે. સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો બાળકોને ભણાવવા ઉપરાંત અનેક પ્રકારની વધારાની સરકારી કામગીરીઓના બોજ તળે દબાયેલા છે. લાખો શિક્ષકોની ખાલી જગ્યાઓ, કાયમીને બદલે સહાયક શિક્ષક તરીકેની નોકરી અને તેમાં એકલ શાળા કે શૂન્ય વિદ્યાર્થી શાળા જેવા વ્યવધાનો પ્રાથમિક શિક્ષણને વધુ નબળું બનાવે છે. શિક્ષણને તમામ દુ:ખોની દવા માનવી હોય તો પ્રાથમિક શિક્ષણ ગુણવતાસભર  અને સબળુ હોય તેની તકેદારી રાખવી જોઈએ. 

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...53545556...607080...

Search by

Opinion

  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  
  • તે ઈલેકશન કમિશન છે કે ઈલેકશન ‘કમિશન’?
  • મતદાર નિર્મૂલનની ઘોર યંત્રણા : ચૂંટણી, તું કઈ બલાનું નામ છો?

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved