થઈ ગઈ મધરાત હવે સૂઇ જા
નવું વરસ નવ વાત હવે સૂઇ જા
નથી અહીં આગ કે કરું તાપણું
ઓઢ ખુદ બસ જાત હવે સૂઇ જા
કરી વહાલ ખુલ્લા ગગને ઉડીને
તું અને હું લપાત હવે સૂઇ જા
સખી ખરેખર હતું જ આવવું તો
સપનામાં અવાત હવે સૂઇ જા
જરાક ચૂમો તો મઘમઘાટ બધે
પછી થશે પંચાત હવે સૂઇ જા
મળી મહેફિલ ન તો મને દુબારા
ગઝલ સમું કૈં ગાત હવે સૂઇ જા
ઘણાં બધાં મધુ સ્મરણોમાં બાબુલ
આ પણ એક રખાત હવે સૂઇ જા
e.mail : fdghanchi@hotmail.com
![]()

