ખ્યાતનામ તુર્કી કવિ નિઝામ હિકમેતના કાવ્ય ‘Seviyorum Seni’નો મારો અનુવાદ.
હું પ્રેમ કરું છું તને
જેમ કે નમકમાં જરા ડૂબાડીને રોટી ખાવી
જેમ કે ધગધગતા તાવથી રાતે ઊઠી જવું
ને નળને સીધું મોઢું લગાવીને પાણી પીવું
જેમ કે ટપાલીએ પહોંચાડેલું ભારેખમ પેકેજ ખોલવું
જેની અંદર શું છે એનો જરા ય અંદાજ ના હોય
ફફડાટ, સુખ, આશંકા
હું પ્રેમ કરું છું તને
સમંદર પરની પહેલી ઉડાનની માફક
ઈસ્તંબુલના આભમાં હળવેકથી અંધારું ઉતરે ત્યારે
મારી અંદર જાગતી હિલચાલની જેમ
હું પ્રેમ કરું છું તને
જીવન માટે ભગવાનનો આભાર માનતો હોઉં એમ.
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર