જિંદગી જેણે વીતાવી RESTમાં
એ ગણાયા ના કદાપિ BESTમાં
હાથમાં હથિયારથી કંઈ ના વળે
છે જરૂરી હામ થોડી CHESTમાં
હોય તેવડ એટલું ઊંચે ઉડો
ક્યાં સુધી બેસી રહેશો NESTમાં
સોળથી સાઠે પહોચ્યાં જીવજી
ફેર ના જોયો જરાયે TESTમાં
લાભ શંકાનો મળ્યો છે એમને
એટલે તો નામ છે HOUNESTમાં
છે નરી સચ્ચાઈ નિવૃત્તિ પછી
મારા ઘરમાં હું ગણાયો GUESTમાં
પૂર્વમાં જીવું છું સાહિલ જન્મથી
તો ય લોકો શોધે છે કાં WESTમાં
નીસા 3/15 દયાનંદ નગર, રાજકોટ 360 002
e.mail : sahilrjt1946@gmail.com