ન અહીં ન તહીં ઉમેશ સોલંકી|Poetry|3 July 2023 પગ ઉપાડું તો ઊપડે નહીં મનખે ચોંટ્યું જળ, જળ જળ પરથી ઊખડે નહીં શ્વાસ લઉં તો ઊઠે તરંગ બહાર નાના ને નાનચીકા પરપોટા સળંગ ન અહીં આરો, ન તહીં આરો મધદરિયે ક્યાંક ખરો કિનારો e.mail : umlomjs@gmail.com