Opinion Magazine
Number of visits: 10,314,877
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મીરાંની પાઠશાળામાં ભણવા બેસવું : એમાં વળી પાછું માઠું લાગવા જેવું શું

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|29 October 2026

કરમ કઠણાઈ એ છે કે આપણે જન્મ્યાં તો જન્મ્યાં અને તેઓ ચૂંટાયાં તો ચૂંટાયાં; પણ નથી તો આપણે નાગરિક બન્યા કે નથી તો તેઓ બંધારણ ભણ્યા : શું કહેવું, દોસ્તો, સફરના સાથીઓ, દેશની ખાજો દયા ?

વાતની શરૂઆત ગુજરાતમાં એક કાળે સત્તામાન્ય લેખે ઉંચકાયેલા સર્વજનપ્રિય સાક્ષરને સંભારીને કરવા ધારું છું. મારો નિર્દેશ અહીં ભગવતીકુમાર શર્મા પરત્વે છે : એક વિગતવસ્તુને ધોરણે એમને સત્તામાન્ય કહ્યા; કેમ કે 2016માં રાજ્ય સરકારે (અકાદમીએ) સહસા  સાહિત્યરત્ન ઉપક્રમ હાથ ધર્યો  અને  ડૉ. ગુણવંત શાહને તે વર્ષે તેમ ભગવતીકુમારને વળતે વરસે સાહિત્યરત્ન જાહેર કર્યા એ પછી આ પ્રક્રિયા એકદમ જ અટકી ગઈ : કાં તો  રત્ન રહ્યાં  નહીં કે પછી રત્નપારખુ રહ્યા નહીં. છોડો એ બધી ગૂઢ વાતો, નાગરિક હજુ તો રૈયત જ છે એટલે આ બધી અસ્ફુટરમણીય વાતો બચાડાને ઝટ નયે પકડાય. પણ સત્તામાન્ય સાહિત્યરત્ન ભગવતીકુમારને અહીં સંડોવવાનું કારણ એટલું જ કે એમણે ટંકારીયાના એક સંમાન્ય શાયરને એમના જ તખલ્લુસનો ઉપયોગ કરીને “હર દિલ અઝીઝ” કહ્યા હતા. કમનસીબે સન 2026માં રાજને અને એના બડકમદારોને મન આપણા શાયર અઝીઝ રહ્યા નથી.(આ યાવની પ્રયોગ સમજવામાં કોઈને મુશ્કેલી હોય તો વેળાસર ખુલાસો કરી લઉં કે અઝીઝ એટલે પ્રિય.)

વાતમાં મોણ નાંખવાની બાલક્રીડા અટકાવી ફોડ પાડું તો ‘ગુજરાત’ના પૃષ્ઠસમૃદ્ધ દીપોત્સવી અંકમાં જે તે સંપાદકે પોતાની અધિકારમર્યાદા અને સાહિત્યવિવેક અનુસાર અઝીઝ ટંકારવીની રચના ‘પ્રેમમાં ના હોય એવી કોઈ શરત’ સ્વીકારી અને 21મી ઑક્ટોબરે આ વિશેષાંકનું વિધિવત પ્રકાશન પણ થઇ ગયું. સમારોહ પૂરતી માંડ પચાસેક નકલ વહેલી તૈયાર કરી હશે. પણ અનેક વાચકોએ તાત્કાલિક આ અંક અહીંથી તહીંથી ચીલ ઝડપે મેળવી વાંચી લીધો અને વિશ્વ હિંદુ પરિષદ આગળ આ રચના બાબત ધા નાખીયે દીધી. કોણ કહે છે કે આપણે ત્યાં વાચનની ટેવ નથી? ગમે તેમ પણ, વિ.હિ.પે. તત્કાળ રાજ્ય સરકારનું ધ્યાન પણ  ખેંચ્યું કે “આ રચનામાં પ્રભુ શ્રીરામ અને ભક્તશિરોમણિ મીરાંબાઇ વિશે અત્યંત આપત્તિજનક અને હીન કક્ષાની પંક્તિઓ લખવામાં આવી છે .”

શું કહ્યું છે રામ વિશે ? “રામ ના આવે હવે જલદી પરત / એટલે મૂકે છે પાદુકા ભરત.” આમાં આપત્તિજનક શું છે? પાદુકા પ્રસંગ એક મિસાલ રૂપ હતો, છે અને રહેશે. હવે મીરાંબાઈ વિશે. “શેખ, હવે મીરાંના મદરસે  લૈ  દરસ / થઇ શકે તો તારી અંદર થા તું રત.” અહીં શેખને એટલે કે ધર્મગુરુને અથવા વડીલને અગર તો પ્રતિષ્ઠિત વ્યક્તિને કહ્યું છે કે તું મીરાંબાઈની પાઠશાળામાં દાખલ થા અને તારી ભીતર ઊતરતાં શીખ. માંહ્યલા સાથે વાત કર. આમાં ખોટું શું છે? આપત્તિ લેવી જ હોય તો વિ.હિં.પ. જેવી જ અધકચરી સમજથી કદાચ કોઈ મુસ્લિમ લઈ શકે કે તમે શેખને મીરાંની નિશાળે મૂકનાર કોણ.

આ લખું છું ત્યારે ત્રણેક દાયકા પરનો એક વિવાદ સાંભરે છે. મોહમ્મદ અલવીએ દુનિયાના બેસુમાર સવાલો સંદર્ભે કોઈ નવો નબી મોકલી આપવાની આરતભરી ધા નાખી હતી. કેમ કે મોહમ્મદસાહેબ છેલ્લા પયગંબર છે એટલે નવા નબીની વાતમાં કોઈ ધર્મગુરુને તૌહીન દેખાઈ  હતી. વસ્તુતઃ : અલવીની ભૂમિકા કોઈ ધરમમજહબના વિરોધની નહીં પણ ઈશ્વર સાથે કવિસહજ લવર્સ ક્વોરલની હતી. આ મુદ્દે ત્યારના મજહબી વલણની ટીકા પણ કરવાનું બન્યું હતું, હાલની ઘટના અને આ પૂર્વઘટના વચ્ચે અલબત્ત એક અંતર છે. આ કિસ્સામાં કેવળ કથિત ધર્મછેડેથી જ નહીં પણ જેની કને બંધારણવિવેક અપેક્ષિત છે તે સરકાર છેડેથી ય આવું બન્યું છે.

હજુ એક દાખલો આમ લાગણી ઘવાવા વિશે સાંભરે છે. “ભવની ભવાઈ” ફિલ્મ આવી ત્યારે એક સરલદિલ  દલિત મિત્રે આત્મવિલોપન કરવાની રટ લીધી હતી ;કેમ કે એમાં દલિતોની પુંઠે  સાવરણો બાંધવાની અને ગળે થૂંકપાત્ર જેવું બાંધવાની વાત આવતી હતી. અમે મિત્રોએ એ ભોળા પણ જલતા જીગરને સમજાવવાની કોશિશ ખાસ્સી કરી હતી કે આ તો ત્યારની સામંતશાહી વ્યવસ્થા અને સવર્ણ  માનસ સામેના વિરોધની ફિલ્મ છે અને તમને નહીં ગમતા ઉલ્લેખો એમાં હિમાયતની રીતે નહીં પણ વિરોધ કરવાની ભુમિકાએથી કરવામાં આવ્યા છે.

આટલી નુક્તેચીની માત્ર એટલું સમજવા સારુ કે આપણે નાગરિક થવાની મજલમાં તો સરકારે બંધારણવિવેક બાબત કેટલું અંતર કાપવું રહે છે.

28 ઑક્ટોબર 2026 
e.mail : prakash.nireekshak@gmail.com

Loading

29 October 2026 Vipool Kalyani
← તુક્કાઓ, ધક્કાઓ ને મુક્કાઓ …

Search by

Opinion

  • તુક્કાઓ, ધક્કાઓ ને મુક્કાઓ …
  • બેટા, હવે થઈ શકે એટલાં પાપ કર, કોઈ તારો વાળ પણ વાંકો નહીં કરી શકે અમે છીએને! 
  • ચલ મન મુંબઈ નગરી—363
  • ટોળાની શૂન્યતા – ગઝલાવલોકન
  • નમૂનાઓ નપાસ કે તપાસ …?

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • वे हर स्तर पर मनुष्य को आजाद देखना चाहते थे 
  • નિરાધાર, દીન, હીન, સર્વને સમાવતો ગાંધી-સમાજવાદ 
  • બધી શાળાઓએ અપનાવવા જેવું પુસ્તક
  • યાંત્રિક યુગમાં માનવ ક્યાં ખોવાયો?
  • ગાંધીજીને પૂજવા સહેલા, સમજવા મુશ્કેલ અને અનુસરવા અસંભવ – શા કારણે?

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved