નિરંજન ભગતની બહુ જ સરસ કવિતા. કવિતા તો ગમી પણ એની પછીની (મહેન્દ્ર દેસાઈની) કેફિયત વધારે ગમી. હવે 'ધાડ' વાંચવી પડશે. નેટ પર ક્યાંય મળે ?
———–
ગ્રીષ્મ પર મેં એક સોનેટ લખ્યું હતું , તે યાદ અાવી ગયું –
છંદ – વસંતતિલકા
ગાગાલ ગાલ, લલગા, લલગા લગાગા
……………………………..
વાતો સમીર વીંઝતો અતિ ઉષ્ણ જ્વાળા
આદિત્ય આગ ઝરતો અરિ-આંખ કા’ઢે.
પૃથ્વી તણાં રજકણો શમશેર ભાસે
દાઝે બધાંય જન આ અસુરી પ્રતાપે.
વૃક્ષો પસારી લીલુડી રમણીય છાયા
શાતા પમાડી સહુને કમનીય ભાસે
વારિ નદી, સર તણાં, સઘળાં વહે છે
નીલાં, રસાળ, મનની તરસો છીપે છે.
ઉદધિ સમાવી ઉરમાં સઘળા વિતાપો
પ્રગટાવતો પરમ શીતળ વાદળીઓ
ઘનઘોર વાદળ નભે ગરજે ન કો’દી
જો ભાનુ આગ ઝરતો ન કદીય ઊગે.
વિકરાળ ને વિકટ માનવ જિદગીમાં
શ્રમ-તાપથી ઊભરતાં સુખ, ચેન, શાતા.
—————————————————
8 ઓગસ્ટ – 2009
30 ઓગસ્ટ – 2009 ના રોજ ડલાસ- ફોર્ટવર્થના સાહિત્ય વર્તુળ ‘શોધ’ ના ઉપક્રમે યોજાયેલ સ્વરચિત કાવ્યપઠનના કાર્યક્રમમાં રજુ કરેલ ‘શેકસ્પીયરશાયી સોનેટ’.
e.mail : sbjani2006@gmail.com