જમી લો પકવાન પેટ ભરી, ફરી મળે ન મળે!
લખીલો ગઝલ ઝટ શબ્દ ફરી, મળે ન મળે!
ફરવાનું વિદેશે થઇ ગયું છે હવે એવું તો સહેલું,
ફરીલો તમે મન ભરી તક આવી, મળે ન મળે!
ઘન ભેગું કરી રાખ્યું છે આજ સુધી તો ઘણું જ,
દઈ દો થોડું દાનમાં લેનારા વળી, મળે ન મળે!
કરી છે વાતો ખોટી બીજાઓની તમે આજ સુધી
કહી દો હવે તો સાચું સાંભળનાર કદી, મળે ન મળે!
નવા વર્ષે જાય તું મંદિરે દોડતો દર્શન કરવા કાયમ!
કરી લે દર્શન માબાપના દિલ ભરી પછી, મળે ન મળે!
નથી જાણતું કોઈ, દિલ આ બંધ પડી જશે ક્યારે?
કરી લે વંદન તું વડીલોના દિલ ભરી, મળે ન મળે!
નવું તે શું જાણ્યું કથાઓમાં જઈ જઈને ‘ચમન’
અંદરના અવાજને તો સાંભળ વળી, મળે ન મળે!
(૨૫ માર્ચ’- ૧૨/૩ ડિસેમ્બર ૨૦૧૮)
e.mail chiman_patel@hotmail.com