તમને મહોબ્બતોથી અમારી નજર મળે,
સ્વાગત તમે નહિ કરો ભેટો અગર મળે.
આંખોમાં આવી સૌને પરિચિત છું શહેરમાં,
ઓળખ અમારી ક્યાંથી તમારા વગર મળે.
મારી વફાની બીજી શું સાબિતી દઈ શકું,
સદીઓ પછીય તમને અમારી કબર મળે.
હર આદમી હવે અહીં જૂનો નથી રહ્યો,
હરપળ બદલતાં વસ્ત્રોથી નવલું નગર મળે.
અહિયાં સુગંધી આગમન ચોક્કસ થયું હશે,
જે રાહમાં ડગ જાય ત્યાં એની અસર મળે.
ભરૂચ
e.mail : siddiq948212@gmail.com