જિંદગીથી અતિ મહોબ્બત છે,
આદમીને સદા જરૂરત છે.
લોક તૂટી ગયા છે “મત” આપી,
સૌ મદારીને ખાસ રાહત છે.
મારા હિસ્સાનો એ ગળે તડકો,
આ એપાર્ટમેન્ટની કેવી આદત છે!
કંટકો કેમ આવે મારગમાં !
એક વાતે તો બન્ને સંમત છે.
તમને મળશે જરૂર એ મંઝિલ,
જેની પાછળ તમારી મહેનત છે.
“સ્મિત” તો જાહેરાત આંખોની,
દિલનો આજે સ્વભાવ કરવત છે.
ભરૂચ
e.mail : siddiq948212@gmail.com