વજન : ગાલગા ગાલગા ગાલગા
પ્રેમ રૂપી ખતા થઇ ગઈ,
જિંદગીભર સજા થઇ ગઈ.
“સત્ય બોલ્યા” ફકત એ ગુનો,
નોકરીથી રજા થઇ ગઈ.
“હું”ને દર્શાવવામાં હવે,
એકથી એક કલા થઇ ગઈ.
તારી સાથે પ્રણય શું થયો !
સિદ્ધિઓ બેવફા થઇ ગઈ.
“ફાસ્ટ ટ્રેનો” શા જીવનની આજ,
“લોકલો” શી દશા થઇ ગઈ.
તોય કોરો ને કોરો રહ્યો,
એક લાંબી કથા થઇ ગઈ.
મોનીટર એક ઢીંગલી હતી,
મૂખ્ય ત્યાં શિક્ષિકા થઇ ગઈ.
કોઈને દુઃખ થયું, કોઈને –
એક પીડા મજા થઇ ગઈ.
એને વસ્તી “મટીને” ભજે,
એક વ્યક્તિ ખુદા થઇ ગઈ.
ભરૂચ
e.mail : siddiq948212@gmail.com