જોઈએ એવા ન વંચાયા અમે,
મુઠ્ઠીભર લોકોને સમજાયા અમે.
ચાર દિનની આ સફરમાં શું કર્યું,
દિલને ખુશ કરવા જ રોકાયા અમે.
કૂથલી રૂપે કે પ્રશંસાના રૂપે,
જે ગલીમાં જાવ દેખાયા અમે.
એમના ગમની હવા સ્પર્શયા પછી,
સાવ કોરા રહીને ભીંજાયા અમે.
હર વિષયના Dayના આયોજન કરી,
ચોતરફ નખશિખ ચર્ચાયા અમે.
કાલ શરમાતા અમારાથી હતા,
એમનાથી આજ શરમાયા અમે.
જે “ઘરો” બરબાદ કર્યા બાદ સૌ,
એટલા રડ્યા કે હરખાયા અમે.
ભરૂચ.
e.mail : siddiq948212@gmail.com