કંઇ વિચારોની હવે સંસદ બદલ,
દોસ્ત માનવતાને કાજે પદ બદલ.
રોશની કરવા ઘરો બાળ્યા અનેક,
બાળવા દીપક હ્રદયના હદ બદલ.
એ “ખજૂરી વૃક્ષ” છે મોટાઈમાં,
હે સમજદારી, હવે તુ કદ બદલ.
જા તને અર્પણ છે મારું આ હ્રદય,
તારા દરિયામાં પ્રણય અનહદ બદલ.
“દોસ્તી” ખાતર જો ઓળંગે કદમ,
“બેવફા” તું થઇ જશે સરહદ બદલ.
ભરૂચ
e.mail : siddiq948212@gmail.com