વાત પણ થોડી ઘણી સમજ્યા કરો,
મૌન રહી મોકા ઉપર ગમ્યા કરો.
ચાંદને આઝાદ પણ કર્યા કરો,
કોઈ બ્હાને તો કદી મળ્યા કરો!
હા , ખરેખર કોઈથી ડરવું નહિ,
આપણી ભૂલો ઉપર ડર્યા કરો.
બ્હાર અજવાળું સતત ડોકાય છે,
એટલું ભીતરમાં ના સળગ્યા કરો.
અશ્રુઓ મન પરથી ઉતરી જાય છે,
જ્યાં ને ત્યાં દરરોજ ના રડ્યા કરો.
ભરૂચ
e.mail : siddiq948212@gmail.com