જપું છું નામની તારા, અહર્નિશ કેમ હું માળા
એ સમજાવી નથી શકતો, એ છોડી પણ નથી શકતો.
રટણ છે એક બસ મારું, મળે મંઝિલ કંઈ કરતાં,
પ્રયત્નો બસ પ્રયત્નો છે, સફળતા ના મળે તોયે.
વિચારું છું હું બેસીને, થઈ શું છે ગયું મનને,
ન આપે સાથ કાં મારો, રહે અળગું હંમેશાં કાં ?
ગતિ જાણી છે મેં મનની, હવે ના એ ક્હ્યામાં છે,
હવે પ્રાર્થું હું કર્તાને, સફળતા ના મળે તોયે.
નથી જરીયે મને શંકા કે મનની આ સ્થિતિ થઈ છે,
તું એનું એક કારણ છે, તું એનું માત્ર કારણ છે.
ન તું આવત કદિ મારા જીવનમાં આમ રે તો, તો
જીવન વહેતે સરળતાથી, સફળતા ના મળે તોયે.
e.mail : surendrabhimani@gmail.com