ચોરે ને ચૌટે જો ચર્ચાઓ ચાલી રહી,
મારા ને તારા આ પ્રેમ તણી લોલ,
તોયે તું માને ના, કહેતી તું સઘળાંને,
મારે ને તારે કંઈ લેણું ના લોલ!
ઝાઝું ના ટકશે આ મનને છેતરવાનું,
મનમાં ખટકશે આ કપ્પટ રે લોલ,
છુપ્યો છુપાતો ના, પ્રેમ ઠરી રહેતો ના,
એયે કહેવું શું તને પડશે રે લોલ?
તારા નન્નાથી આમ દિવસો વીતી જાશે,
તરસ્યો રહીશ હું કિનારે રે લોલ,
સાચાં પાણીય મને ઝાંઝવાનાં નીર થશે,
જોતો રહીશ હું તારી વાટડી રે લોલ.
માટે હું કહું છું તને, હજીયે તું માની જા,
છોડી દે બાળ સમી જીદ તારી લોલ,
એક વાર અર્પણ તું તારું કરીને જો
પ્રેમ પ્રેમ પ્રેમ કેવો વ્યાપ્યો છે લોલ.
e.mail : surendrabhimani@gmail.com