કેમ દેખાય છે બધું ઝાંખું? તપાસ કરો
ભેદ ખોલું ? મુઠ્ઠી બંધ રાખું ? તપાસ કરો
જેમને સમજથી પરે છે મામલો મનનો
એમનું શું ખોટું શું સાચું? તપાસ કરો
ભાગ એમાં હતો સહુનો આમ તો સરખો
કેમ રાખે એ આખેઆખું? તપાસ કરો
છે સમાચાર હારવાના જંગ અંદરથી
આપણાં કિલ્લામાં પડ્યું બાખું? તપાસ કરો
કોણ સંભાળશે હવેલી, કોણ વારસ હેં
તાજપોશી કાજ કોક માથું તપાસ કરો
આપણું રાજ, આપણો છે હુકમ બાબુલ, તો
બોલ કોનું હવે પત્તું કાપું? તપાસ કરો
24 03 24
e.mail : fdghanchi@hotmail.com