(શિખરિણી છંદ)
[1]
કહેતો સંધ્યાનો ક્ષિતિજ પારેથી સૂરજ કે,
અધૂરાં કાર્યો લઈ કોણ લેશે મુજ કનેથી?
ન કો’ કાંઈ કહેતું, કઠિન સુણીને સૂર્યવચનો,
હતો દીવો, બોલ્યો, “પ્રભુ, કરીશ હું મારું બનતું.”
[2]
ઘણા લોકો એવા, નિમિલિત કરી બેઉ નયનો,
રહસ્યો સૃષ્ટિના નિજ હૃદયમાં ચહે ઉતરવા.
રવિના સામ્રાજ્યે તરસ્યા થઈને મુજ નયન આ,
પ્રયત્નો કંઈ કરશે મધુર સૃષ્ટિ આ નીરખવા.
e.mail : surendrabhimani@gmail.com