Opinion Magazine
Number of visits: 10,221,588
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શીટ બ્રો, યાર ઐસા લગા ઐસે સભી લડકે દુનિયામેં સભી જગહ ફૈલ જાય તો દુનિયા કિતની બહેતર બન જાય, હમ લડકીયોં કે લિએ. હૈ ના !

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|23 July 2026

માણસમાંનું ઉત્તમ અને અધમ બંને જોવા મળે તેવા કેટલા ય વીડિયોઝ અને રિલ્સ જંતર મંતર પરથી આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે. તેમાં જોવા મળતી ક્રૂરતા મનને ઉદ્વેગ આપે, અને શૂરતા ઉત્સાહ આપે. શાસકોની જનતાએ કરેલી ધીંગી મજાક, લોકનું ખમીર, સારમાણસાઈના કિસ્સા, સ્ત્રીની શક્તિ બતાવતાં વીડિયોઝ હૈયું ભીનું કરી દે. ધોધની જેમ ભીંજવતાં આ બધાં દૃશ્યો કેટલાક સમય પછી રહેશે તો ખરાં જ પણ, સંભવત: વિખરાઈ જવાના. એટલે તેને શબ્દોમાં પણ સાચવી રાખવા જેવાં લાગ્યાં. 

≡ વાવ થરાદ જિલ્લાના ભાભર મુકામે પરીક્ષાની તૈયારી કરતી વિદ્યાર્થિની નજીકના હાઇવે પર એકલી (રિપીટ એકલી) સોનમ વાંગચુકના સમર્થનમાં લોક જાગૃતિ માટે એક દિવસના ઉપવાસ પર બેઠી છે. તેના હાથમાં પોસ્ટર તરીકે મોટો સફેદ કાગળ છે, જેની પર તેણે પોતા અક્ષરે લખ્યું છે : ‘આઈ સપોર્ટ વૈજ્ઞાનિક સોનમ વાંગચૂક વાંગચૂક. નિષ્ફળ સરકાર રાજીનામું આપે. હમારી માંગે પૂરી કરો.’ 

≡ સચખંડ ફાઉન્ડેશનના વોલન્ટીઅર અપીલ કરે છે કે, તમને કોઈ પણ પ્રકારની મદદની જરૂર પડે તો અમને બોલાવજો. આ પઘડી જોજો, એ પહેરેલાં અમારા વોલન્ટિઅર્સ બધે ફરી રહ્યા છે. પોલીસનો ડર હોય, તેની સાથે માથાકૂટ થઈ હોય, પાટાપીંડી કે દવાની જરૂર હોય અમને બોલાવજો.

≡ એક આંદોલનકારી એવી લાઠી બતાવે છે કે જેને છેડે ખીલા જડેલા છે. એ લાકડીને પોતાના માથે અડાડીને તે આક્રોશ કરે છે, ‘દિલ્હી પોલીસ, લો મારો હમકો ઇસસે ઔર મારો’. તેના પછી તરત જ બે આંદોલનકારીઓ બતવવામાં આવે છે. તેમાંથી એકની છાતીની જમણી બાજુ છેક ખભા સુધી અને ચહેરાની જમણી બાજુ કપાળ પર, ગાલ પર છેક ગળા સુધી પર ખીલી ખોસાઈ હોવાના પચાસેક નિશાન છે. બીજા ફોટામાં ગાલ પર, ભ્રમર પર કપાળ પર, અને છાતીની જમણી બાજુ ખીલી ભોંકાયાના નિશાન છે. જોનારના મોંમાંથી સિસકારો છૂટી જાય છે. બર્બરતાનો આ મજબૂત પૂરાવો છે. 

≡ બે છોકરીઓને પોલીસ લાકડી મારતાં મારતાં દોડાવી રહી હતી. છોકરીઓ આશરો લેવા કનોટ પેલેસના હનુમાન મંદિરે પહોંચી, પણ મંદિર પરિસરના દરવાજા તેમના માટે બંધ કરી દેવામાં આવ્યા. ડરેલી કન્યાઓને ભગવાનનું રક્ષણ ન મળવા દીધું. એટલે ભાગીને છોકરીઓ નજીકના ગુરુદ્વારા બંગલા સાહેબમાં પહોંચી. ડરેલી, આજીજી કરતી છોકરીઓને આશરો અને રક્ષણ મળ્યાં, તેમની પાટાપીંડી થઈ અને ખાવાપીવાનું પણ મળ્યું. ‘હવે આ બે ગુરુ સાહેબના શરણમાં છે, હવે તેમને કોઈ અડી નહીં શકે’, એવી ચેતવણી ગુરુદ્વારાના કાર્યકર્તાઓએ આપ્યા બાદ જ બહાર ઊભેલા પોલીસવાળા જતા રહ્યા. 

≡ જાહેરમાં રડતા પિતાઓ જોવા મળ્યા. એક કહેતા હતા : ‘મારા દીકરાને ‘નીટ’ની પરીક્ષા આપવામાં એટલું બધું ટેંન્શન આવ્યું કે એ કહેવા લાગ્યો કે પપ્પા મારે મરી જવું છે.’ પેપર લીકનો ભોગ બનેલા બીજાના પિતા આક્રંદ કરતા હતા : ‘જો કોઈ ભગવાન હૈ દુનિયામેં તો ઇન લોગોં કે અંદર ઇતને કીડે પડે, ઇતને કીડે પડે કી યે લોગ મર જાય …’ વળી ત્રીજા પિતા કહેતા હતા : ‘અપને બચ્ચે કે લિએ આયા હૂં, આનેવાલી પીઢી કે લિએ આયા હૂં, લોકતંત્ર કે લિએ આયા હૂં.’ 

≡ દોઢેક વર્ષના બાળકને તેડીને જીન્સ-ટીશર્ટ પહેરેલી એક મમ્મી આવી છે. તેણે એ મતલબનું કહ્યું કે આ બધું માત્ર ઘરે બેસીને જોયા કરવું એને બરાબર ન લાગ્યું. એને એમ થયું કે ‘આઈ મસ્ટ કન્ટ્રિબ્યૂટ બાય બીઈન્ગ હીઅર, બાય સપોર્ટીંન્ગ ધ યૂથ’. પોતાનાં બાળકને બતાવતાં તેણે એ પણ કહ્યું કે આ તો આના ભવિષ્ય માટે પણ છે.

≡ ટીઅર-ગૅસ છોડી રહેલા, બેરહેમીથી યુવાનોને ઝૂડી રહેલા પોલીસોથી બચવા કેટલા ય યુવાઓને જંતર મંતર પરની એક મસ્જિદે આશરો આપ્યો. આંખો ધોવા માટે વજુખાનામાંથી પાણી આપ્યું. વધુ પાણીની જરૂર પડી તે બહારથી મગાવ્યું. સલામતી અનુભવતાં યુવાનોએ આ બધાંનો વીડિયો બનાવ્યો. 

≡ લાલ શર્ટ પર ટાઈ પહેરેલી એક વ્યક્તિ ગાડી ચલાવતાં-ચલાવતાં બોલી રહી છે, યુવાનોનો બચાવ કરી રહ્યા છે. આગળના દિવસે જંતર મંતર પર તેમનો મોબાઈલ ખોવાયો છે. પણ તેમને દેખાવકારો સામે ફરિયાદ નથી. વિદ્યાર્થીઓની માગણીઓને તે બિલકુલ વાજબી, અને દેખાવોને તે સંપૂર્ણ શાંતિપૂર્ણ ગણાવે છે. પોલીસની વર્દીમાં સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના માણસો ખીલીવાળી લાકડીઓથી મારતા હતા એવી તે બર્બરતા હતી એવી સાફ વાત કરે છે. છેલ્લે કહે છે : ‘શેમ ઑન યુ મોદી ગવર્નમેન્ટ, શેમ ઑન યુ ઇન્ડિયન ગવર્નમેન્ટ.’

≡ પોલીસ દ્વારા મારપીટ, આંદોલનકારીઓની દોડધામ ચાલી રહી છે. એક પોલીસવાળો એક મહિલાના પાછળના ભાગમાં લાકડી ઘૂસાડતો દેખાય છે. વીડિયો બનાવનારે ગીત મૂક્યું છે : ‘જિન્હે નાઝ હૈ હિન્દ પર વો કહાં હૈ ?’ 

≡ ઘાટી દાઢી અને માથે વાદળી ફાળિયું બાંધેલો એક હટ્ટો કટ્ટો માણસ અત્યંત ઉત્સાહથી મોં પર મજાના હાસ્ય સાથે ગામડાની ભાષામાં બોલી રહ્યો છે : ‘અબ તો પહોંચ ગયે,  ભૈયા, જંતર મંતર. અબ ટેન્સન કિસી બાત કી નાહી. વો xxxxx બોલ રહા હૈ ના મારેંગે, આજા બેટા, હમ ભી મજબૂત હી હૈ. કડે બી પહેનકે આયે હૈ.’ 

≡ ઝેન ઝીની એકનો અનુભવ : ‘યા s s s ર મૈને કભી ભી ઇતને સારે લડકોં કે બીચ ઇતના સેફ કભી ફીલ નહીં કિયા. ઇતની ભીડ કે બીચ વો એક અલગ એક્સપિરિયન્સ થા મેરે લિએ, એસ્પેશ્યલિ લડકોં મેં…મેરે કો કોઈ કિસીને ઇનૅપ્રોપ્રિએટલી ટચ નહીં કિયા, ના મેરે બમ્પ પર, ના મેરી બ્રેસ્ટ પર, કહીં પે ટચ નહી કિયા. ઇતને સારે લડકોં કે બીચ હોને કા વો મેરા પહેલા એક્સિપ્રિઅન્સ થા, ઔર મૈ બહુત સેફ ફીલ કર રહી થી. એક ઇન્સિડન્ટ ઐસસ ભી થા કે એક ઓર સે પોલીસ આ રહી થી. ઉસ ટાઈમ પે એક લડકા જિસે ન મૈ જાનતી થી, ના વો મુઝે જાનતા થા, વો મેરી તરફ મુઝે બચાને આયા. મેરે ઔર પુલીસ કે બીચ ખડા રહ ગયા, મેરે હિસ્સે કી દો લાઠી ભી ઉસને ખા લીઈ. ઓ શીટ બ્રો, યાર ઐસા લગા ઐસે સભી લડકે દુનિયામેં સભી જગહ ફૈલ જાય તો દુનિયા કિતની બહેતર બન જાય, હમ લડકીયોં કે લિએ. હૈ ના !

≡ એક ધીંગાં મહિલા બોલે છે : ‘પૂરે વિશ્વમેં અંધ ભક્ત હી ઐસી પ્રજાતિ હૈ જો ગોબર કો પક્વાન ઔર ગધે કો ભગવાન સમજતે હૈ.’ 

≡ સાત-આઠ વર્ષની બે નમણી દીકરીઓ મીઠા અવાજમાં નિર્દોષ ભાવે બોલે છે : ‘ દેશ કા નામ અયોધ્યા રખ લો. મોદી કો રામ માન લો ઔર સ્મૃતિ ઇરાની કો સીતા માન લો. યોગી કો લક્ષ્મણ માન લો. અમીત શાહ કો હનુમાન માન લો ઔર અંધ ભક્તોં કો વાનરસેના. લો હો ગયા વિકાસ.

અને આ પોસ્ટ કરું તે જ વખતે વીડિયો મળે છે કે જે સચખંડ ફાઉન્ડેશનની ઉપર વાત કરી તેના એક પ્રતિનિધી કહે છે : ‘ સંગઠનના બધાં આકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. પણ એનાથી કશું ફેર પડવાનો નથી. અમારી આખી ટીમ વિરોધ સ્થળે ચોવીસ કલાક નિરંતર સેવા કરતી રહેશે, જેને જે કરવું હોય તે કરી લે.’ 

  • સૌજન્ય : વીડિયો / રિલ્સ બનાવનારાં સહુ કે જે જુલમી શાસન સામે જંતર મંતર પર સંઘર્ષ કરી રહ્યા છે. 
  • કોલાજ સૌજન્ય : પરીક્ષિત મેઘના મુકેશ
22 જુલાઈ 2026
e.mail : sanjaysbhave@yahoo.com

Loading

સલામ જંતરમંતર જગનને

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|23 July 2026

પ્રકાશ ન. શાહ

સ્વાભાવિક જ આ ક્ષણોમાં દેશજનતાની ચેતનાનું કેન્દ્ર જંતરમંતર છે. 2024ના જૂનમાં એક આખા દસકાના લગભગ સોપા પછી, નવા કથાનકની કિંચિત શરૂઆત થઇ,અને લોકસભામાં વિધિવત વિપક્ષનું હોવું શક્ય બન્યું, એ ચોક્કસ જ એક મોટી વાત હતી. નવઉઘાડના એ સંકેતો અને સંજોગો વચમાં કેમ જાણે વિસરું વિસરું વર્તાતા હતા અને વખતોવખત મૂર્છિતવત  લાગતો દેશ સહસા આળસ મરડી અંગડાઇ લેવા લાગ્યો : શાસકપક્ષ જે ગાળામાં સત્તા વિ  જનતાના જંગની પચાસીને કાઁગ્રેસ વિ. ભા.જ.પ.ના જંગ તરીકે ટૂંક નજરી રાજકારણમાં તેમ જ સંકુચિત સત્તારમતમાં ફેરવવા લાલાયિત હતો, એ તાકડે જ કોક્રોચી વાયરો જાણે વાસંતી વધામણાં પેઠે વાયો. સત્તાપક્ષ બિલકુલ ઊંઘતો એટલો જ બેતમા-બેપરવા ઝડપાયો. દરમ્યાન, જે જમાવડો જામ્યો અને જગન મંડાયો, યુવજન પહેલે, એ આમ નાગરિક માટે આરંભે સહેજસાજ આશ્વસ્તકારી અને પછી આશ્ચર્યકારી હદે અસ્તિત્વના અહેસાસ રૂપ હશે. પણ હુક્મરાનો માટે એ માત્ર ઊંઘતાં ઝલાયાનો જ પણ સાક્ષાત્કારક એટલો જ આઘાતજનક  પ્રજાપરચો બની રહ્યો : પેલું જે નવ્ય  વૈકલ્પિક કથાનક, તે હવે ઓર ઊઘડવા લાગ્યું છે અને  એમને ઝંઝેડી તો જનતાને ઝકઝોરી રહ્યું છે.

એ સવારે મળતાં મળે એવા લોકવિજ્ઞાની સોનમને ધોળી લપેટમાં લઇ ગાયબ કીધા ને માન્યું કે એઈ ઢાંકોઢુંબો ને વાત થઇ  પૂરી! ભલા’દમી, ત્યાંથી સ્તો વાત, મૂઈ, શરૂ થવાની હતી. ટપોટપ શતસહસ્ર લોક ગાંઠને ખર્ચે ક્યાંથી ફૂટી નીકળ્યું, દઈ જાણે ! જનસૈલાબ, સાહેબો, જનસૈલાબ. સાડી સત્તર વાર જનસૈલાબ. આનો અર્થ પોલીસે શૂરી સરકારને સમજાય છે? ભયનો જે ઓથાર, એને લોકે આ ક્ષણોમાં જાણે ફગાવી દીધો અને અભિવ્યક્તિસ્વાતંત્ર્ય બંધારણની પોથીમાંથી, સરકારી બંદોબસ્તની કોઠીમાંથી અને સેમિનાર ખંડોની બંધબારણી સૃષ્ટિમાંથી બહાર નીકળી ખુલ્લાણમાં, મુક્ત હવામાં વિલસતું  વિહરતુ હતું. પોલીસ હતી અને વર્દીમાં નહીં એવી લાઠી મંડળી પણ તૈનાત હતી. ડંડા વીંઝાતા હતા અને પ્રહારે પ્રહારે આઝાદી નિંગળતી હતી.

માત્ર સોનમ જ નહીં, નેહા બોરા અને બીજાં પણ વીસ વીસ દિવસથી અનશન પર હતાં પણ રાજના મંત્રીને એમની ભાળસંભાળ વાસ્તે પોતાની કોઈ જવાબદારી ન જણાઈ, અને સુખદુઃખના મુદ્દા જાણવાની દરકાર સરખી તો ક્યાંથી હોય. મહેરામણની ધોંસે જ્યારે યુવા નેતૃત્વને સ્વાસ્થ્ય મંત્રી નડ્ડાએ નોતર્યું ત્યારે એમનો અનુભવ કલાકો લગી હાઉસ એરેસ્ટ શો હતો અને માંગણીના જવાબોમાં લગભગ નિરુત્તર હોવાનો. સરકારને ઢંઢોળવા  નેતા  પ્રતિપક્ષે વડા પ્રધાનના નિવાસ સ્થાને  ધરણાનો અરૂઢ પ્રયોગ કીધો. (અખિલેશે કહ્યું કે ગૃહમાં વડા પ્રધાન હાથમાં  ન આવે એ સંજોગોમાં આ અમારી મજબૂરી હતી.)

હવે બે શબ્દ  ઊઘડતા  કથાનક  વિશે, સૈલાબનાં સૂત્રો નોંધ્યા તમે? મુખ્યત્વે ચાર માલુમ પડે છે : વંદે માતરમ્‌, ભારતમાતાકી જય, ઈન્કિલાબ ઝિંદાબાદ, જય ભીમ. સ્વાતંત્ર્ય સંગ્રામની પરંપરામાંથી આવેલાં સૂત્રોમાં હમણેનાં વરસોમાં ‘જય ભીમ’ એ મૂલ્યવાન ઉમેરો છે. એનો સંદર્ભ કેવળ વર્ણાનુક્રમના વિરોધનો જ નહીં પણ સંવિધાનનો છે. મંચ પર ગાંધી અને આંબેડકર બેઉની તસવીરો બીજે છેડેથી આ મુદ્દો સરસ ઉઘાડી આપે છે.

આ બધો ગોફ મેં કર્યો, પણ તમે કહી તો શકો કે આમાં જે તત્કાળ નિમિત્ત છે તે ક્યાં. તમારી વાત સાચી, ભાઈ, પણ નીટથી માંડી જવાબદેહી નક્કી કરવાની વાત તેમ જ એકંદર શિક્ષણ પ્રથા બાબતે જરૂરી ઘણું બધું છે. પરંતુ આ સરકારે એકબાજુ મોંઘા દાટ શૈક્ષણિક તોસ્તાનો  અને વિદ્વત્તાની અવેજીમાં સંઘમાન્યતાનું જે ઘોર અશૈક્ષણિક રાજકારણ ચલાવ્યું છે એનું શું, ગુરુકુળની વાતો અને નહીં પરવડતાં શિક્ષાસંસ્થાનો. દિવસરાત નવી શિક્ષણ નીતિની દેદાકૂટ  અને ટપોટપ બંધ થતી સરકારી શાળાઓ. છે કોઈ જવાબ? ખુદાકી કસમ, તુમ લાજવાબ હો.

આ બધી ચર્ચા તો ખેર ચાલતી રહેશે. પણ છાત્ર યુવા ઉદ્યુક્તિકરણ સામે પક્ષોએ, શું સત્તાપક્ષે કે શું વિપક્ષે, જનતાની અદાલતમાં પોતાનો હિસાબ આપવો રહે છે. સત્તાપક્ષે ઉત્તરદાયિત્વથી અને વિપક્ષે દાયિત્વથી. કેમ કે પંજાબ વિધાન સભાની ચૂંટણી નજીકમાં છે એટલે કાઁગ્રેસ અને આપ એકમેકને અંગે આ આંદોલનમાં શેહ ને માતની રમત રમવાના હોય તો તે એમની ઘોર બેજવાબદારી લેખાશે. ભાઈ, રાજકારણ આખરે તો શક્યતાઓની કળા છે અને એમાં પક્ષોની ટૂંકનજરી રમત જો યુવાશક્તિના નવ ઉઘાડને રોળીરગદોળી નાખશે કે પૂર્વે દીપકે રાહુલ સંબંધે બાલિશ ઉદ્દગારો કાઢેલા એવો રવૈયો રહેશે  તો તે વાસંતી વાયરાને અભડાવશે.

22 જુલાઈ 2026 
prakash.nireekshak@gmail.com

Loading

માર્યા જશે

કવિ : રાજેશ જોશી [હિન્દી પરથી અનુવાદ : રૂપાલી બર્ક]|Poetry|22 July 2026

જે આ ગાંડપણમાં ભળશે નહીં
માર્યા જશે

કઠેડામાં ઊભા કરી દેવાશે
જે વિરોધમાં બોલશે
જે સાચું બોલશે, માર્યા જશે
સાંખી નહીં લેવાઈ કોઈનું ખમીસ
હોય
‘એમના’ ખમીસથી વધુ સફેદ
જેના ખમીસ પર ડાઘ નહીં હોય, માર્યા જશે

ધકેલી દેવાશે કલાની દુનિયાની બહાર
જે ચારણ નથી
જે ગુણ નહીં ગાય, માર્યા જશે
ધર્મની ધજા ઉઠાવી જે નહીં જાય સરઘસમાં
ગોળીઓ વીંધી નાખશે એમને, દ્રોહી ગણવામાં
આવશે

સૌથી મોટો અપરાધ આ સમયે
છે નિ:શસ્ત્ર અને નિર્દોષ હોવું
જે અપરાધી નથી
માર્યા જશે.

 e.mail : rupaleeburke@yahoo.co.in

Loading

...102030...45464748...607080...

Search by

Opinion

  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  
  • તે ઈલેકશન કમિશન છે કે ઈલેકશન ‘કમિશન’?
  • મતદાર નિર્મૂલનની ઘોર યંત્રણા : ચૂંટણી, તું કઈ બલાનું નામ છો?

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved