તમે કહો છો :
જે કંઇ છે મારાં
નાનાં મોટાં યત્નો
વ્યર્થ છે :
જ્યારે તોળાતો હશે ચુકાદો નાજુક
એ નહીં નમાવી શકે
દુર્નિર્ધાર્ય ન્યાયનું ત્રાજવું.
હું નથી માનતો કે મેં એવું ધાર્યું ય’તું
છતાં,
નિશંક
છે મને પક્ષપાત જક્કી
– કરું સમર્થન : સર્વ ચર્ચાથી પરે –
ખુદના સ્વાયત્ત હક સારું
કે
સ્વયં કરી શકું નક્કી
ત્રાજવાની કઇ બાજુ પામશે
પાશેર, પણ દુર્દાંત વજન મારું
બોનારો ઓવરસ્ટ્રીટના કાવ્ય Stubborn Ounces of my weight નો ભાવાનુવાદ
……
Stubborn Ounces of My Weight by Bonaro Overstreet
You say the little efforts that I make
will do no good: they never will prevail
to tip the hovering scale
where Justice hangs in the balance.
I don’t think I ever thought they would.
But I am prejudiced beyond debate
in favor of my right to choose which side
shall feel the stubborn ounces of my weight.