જે Aparna Anekvarnaનાં મને બહુ ગમતાં કાવ્યો પૈકી એકનો અનુવાદ પ્રસ્તુત કરું છું.
એક નિરંતર ઉત્સવ
ધીમે ધીમે બજાવાતા રબાબ જેવો
જેને કોઇ વિચારલુપ્તતામાં વગાડી રહ્યું હોય,
બસ પોતાના માટે જ :
જાણે કોઇને સંભળાવવાથી એ મલિન થઇ જશે
કોઇ સાક્ષી હશે તો જાણે એનું જાદુ છિનવાઇ જશે
જાણે કે વર્ષોથી કોઇ કંઇ બોલ્યું જ ના હોય –
મોં ખોલે તો પણ અવાજ નીકળે નહીં
કંઠનું કંપન, આરોહ-અવરોહ, બધું નકામું.
કલાદીર્ઘા ભૂંસાઇ જાય મનમાંથી,
વિવેચકોની સ્મૃતિ માત્ર ઊડી જાય –
એ જ સાથી બને જે ભીતર આવે તો જૂતાં ઉતારીને.
એક કણ જેટલું બહાર પણ મંજૂર નહીં …
બસ રંગો ઉતરે નવા નવા,
એક પુલ બંધાય આત્માથી પીંછી સુધી.
એટલું જ બોલવાનું –
આવશ્યકને પણ ગાળી નાખ્યા પછી જેટલું બચતું હોય.
ચાલો મન,
ધીરે ધીરે ગાયતોંડે બની જઇએ.
(ચિત્ર : વી.એસ. ગાયતોંડે)
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર