1.
નજર ન આવે
ઊભા હોય આંગણામાં પરન્તુ ભીતર ન આવે
વળી હોય સાવ સામે છતાંયે નજર ન આવે
જે નગરમાં હું રહું છું એ નગર તમે રહો છે.
છતાં કેમ ક્યાંયથી પણ તમારા ખબર ન આવે
અતિથિ ધરમમાં જો જો કોઈ ખોટ ના જણાયે
વ્યથાઓની સરભરામાં લગારે કસર ન આવે
સમસ્યા દબાવવાથી મટે એ નર્યો ભરમ છે
તમે કેમ માની લીધું સમસ્યાને પર ન આવે.
મહા જ્ઞાની કોઈ ઉત્તર હજી ક્યાં દઈ શક્યા છે
પૂછ્યું’તું કઈ દિશા છે જ્યાં ખુદાનુ ઘર ન આવે
મર્યા વિણ ન સ્વર્ગ પામી એ કુદરતી નિયમ છે
જે કરે ન પાર દરિયો એ કિનારા પર ન આવે
તમે કેમ સાવ ભૂલી ગયા છો આ સત્ય સાહિલ
કદી સામે ચાલી તમને મળવા શિખર ન આવે
ત્રત્રત્રત્રતમે કેમ સાવ ભૂલી ગયાં છો આ સત્ય સાહિલ
કદી સામે ચાલી તમને મળવા શિખર ન આવે
છે જરૂરી આંગણાને તમારે વળોટવાનું
અહીં તમને મળવા માટે કદાપિ ડગર ન આવે
કરી ક્યાં શક્યા છે જ્ઞાની સમાધાન મારા મનનું
મેં પૂછ્યું’તું કઈ દિશા છે જ્યાં પ્રભુનું ઘર ન આવે
કોઈ ઉંબરો વળોટો અને હોય સામે મંઝિલ
કોઈ રઝળે જિંદગીભર તોયે ડગર ન આવે
છે નદીનાં વહેતાં જળમાં લહેરો નરી લહેરો
છતાં રેત ભીની કરવા કિનારે લહર ન આવે
મર્યા વિણ ન સ્વર્ગ પામો છે કુદરતી નિયમ આ
જે કરે ન પાર દરિયો એ કિનારા પર ન આવે
°°°°°°°
2.
હોવું બટકણી ડાળ અને ડાળ પર તમે
મનમાં જીવ્યાંની ફાળ અને ફાળ પર તમે
પૂછો ન આયખું અટકશે ક્યાં જઈ હવે
ચારે તરફ છે ઢાળ અને ઢાળ પર તમે
સપનાંઓ બ્હાર નીકળે તો કેમ નીકળે
પાંપણને દ્વારપાળ અને પાળ પર તમે
ધારો કે સાવ ઢૂકડું હો આભ તોય શું
પંખીને નેણ કાળ અને કાળ પર તમે
માણસની જાત ક્યાંથી પછી મુક્ત થઈ શકે
છે જીવ ફરતે જાળ અને જાળ પર તમે
થોડી ઘણી કૃપા ગગનની કેમ ના મળે
ફેલાવી છે મેં ચાળ અને ચાળ પર તમે
સાહિલ ભસમ થવાને હવે વાર કેટલી
હોવું સ્વયંભૂ રાળ અને રાળ પર તમે
°°°°°°°
3.
એ જ ઈચ્છા છે માત્ર ઈચ્છામાં
તુ રહે સાથ બેઉ દુનિયામાં
આવવું તારું ને જવું મારું
કાળ થંભી ગયો છે દ્વિધામાં
તારી નિર્દોષ આંખમાં વ્હલપ
એક દરિયો છે જાણે દરિયામાં
પ્રશ્ન પૂછો નહીં ભલા થઈ ને
વાત ગુચવાય છે ખુલાસામાં
કોણ જાણે કદમ અટકશે ક્યાં
મંઝિલો આમ છોડી રસ્તામાં
કાળની આભ ઊંચી ભીંત કૂદી
કોઈ સાંજે મળીશ પડઘામાં
જખ્મ પીડા ઉદાસી ગમ સાહિલ
શું હતું બીજું હસ્તરેખામાં
08-12-2023
નીસા 3/15 દયાનંદ નગર, રાજકોટ 360 002