અંદર બહાર મનીષી જાની|Poetry|16 January 2023 અંદરથી મેં બારણાંને સ્ટોપર મારી છે. બહારથી કોઈ લોખંડી સાંકળ વાસી ગયું છે. આને તે કંઈ ઘર કહેવાય ? હું બારીની બહાર જોયાં કરું છું. લીમડા પર ઊગી રહેલાં તાજાં રાતાં પાંદડાં હલી રહ્યાં છે. (16 જાન્યુઆરી 2019)