બધા કે’ તે સાચું જૂઠાલાલની જય,
કહે ગામ આખું જૂઠાલાલની જય !
પ્રતિષ્ઠા અને પદ ને પૈસાય આપે,
ને બદલામાં જાપું જૂઠાલાલની જય !
કરી પુષ્પવર્ષા ને બોલાવડાવે,
વિમાનો લડાકુ જૂઠાલાલની જય !
હવે જય શ્રી કૃષ્ણા કહેતી નથી ને
કરે છે એ બાયું જૂઠાલાલની જય !
પ્રથમ કોણ બોલે તો બોલે છે આખર,
અધિકારી બાબુ જૂઠાલાલની જય !
નથી બોલતો આ વખત ચૂંટણીમાં,
એ હારેલ રાજુ જૂઠાલાલની જય !
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2022; પૃ. 15