અભિધાએ દોટ મૂકી આંધળી.
લક્ષણા છુપાઈ ગઈ ખૂણામાં.
વ્યંજના બિચારી
મોં વકાસી ઊભી.
શોધે આશરો.
નિર્વીર્ય શબ્દ
સિંહાસનભ્રષ્ટ થઈ
બજારના અધિપતિનાં
ચરણ ચૂમે.
વફાદાર ભૃત્ય
કચરાપોતાં કરે.
માલિકને સલામ કરી
પામે બે ટુકડા પુરસ્કાર.
મુંબઈ.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2021; પૃ. 03