પ્રકૃતિમાં તું કમાલ કરે છે વસંત,
કેશુડાને માલામાલ કરે છે વસંત,
મળવાની ગુલાબી કેડી ખીલાવી
પ્રેમની ઋતુ ગુલાલ કરે છે વસંત,
મોસમ ફરી નશામાં ચકચૂર બની
યુવાની જેમ ધમાલ કરે છે વસંત,
ડાળીઓમાં વીંટળાઈને વેલાઓની
લચકતી અદા ન્યાલ કરે છે વસંત,
તારી એક બુંદ ઝાકળના સિંચનમાં
‘ભાવુક’ કલમના ફાલ કરે છે વસંત.
અંજાર કચ્છ
e.mail : bharatgpswami00@gmail.com