લેવાય છે એ શ્વાસ તિરંગો છે.
બૂઝાય છે એ પ્યાસ તિરંગો છે.
સદીઓથી ખૂમારીના અસંખ્ય
અકબંધ ઇતિહાસ તિરંગો છે.
દિનપ્રતિદિન સતત વધતો રહે
આનંદમય વિશ્વાસ તિરંગો છે.
દુનિયાની છળકપટ વસ્તીમાં
સ્નેહનો અહેસાસ તિરંગો છે.
સુખદુઃખ વાળા દિવસો સાથે
‘ભાવુક’ કેરો પ્રવાસ તિરંગો છે.
અંજાર કચ્છ
e.mail : bharatgpswami00@gmail.com