આડું-અવળુ કર પણ મને જિંદગી દે,
મન ભરી માણી લઉં મને જિંદગી દે.
મોજ-મસ્તીથી માણવા ફુરસદ દે,
ફૂલ જેવી કોમળ મને જિંદગી દે.
બાગમાં જઈને ફૂલને વીણવા દે,
ફૂલના ગર જેવી મને જિંદગી દે.
પંથ લાંબો કાપ્યો જરા સાંત્ત્વના દે,
સ્તબ્ધતાને ભાંગી મને જિંદગી દે.
સ્વપ્નના ભ્રમને ભાંગવા જીવતર દે,
ફક્ત એકાદી ક્ષણ મને જિંદગી દે.
e.mail : addave68@gmail.com