તું મગજને જરા કસીને લખ,
તું કલમને જરા ઘસીને લખ.
શબ્દ પર ખૂબ ભાર દઈને લખ,
ટાંક ઠરડાય તો કસીને લખ.
સૂપડે ઝાટકી શબદને લખ,
તે પછી એકડો શ્વસીને લખ.
ચીકણાં શબ્દ સાચવીને લખ,
સાબિતી આપવા હસીને લખ.
છંદનો મેળ મેળવીને લખ,
હે, ગઝલકાર તું ઠસીને લખ.
e.mail : addave68@gmail.com