મળ્યાં એ પાત્ર ભજવાઈ જવાનાં,
ઉઘાડે છોગ ચર્ચાઈ જવાનાં.
ધરી મૂક્યાં હતાં એ ડાયરીનાં,
સુગંધી ફૂલ કરમાઈ જવાનાં.
ભલે પથ્થર લઈ ચાલ્યાં ગયાં પણ,
તડડ દઈ કાચ તરડાઈ જવાનાં.
પવન પણ એ જ રસ્તે નીકળ્યો’તો,
ખબર નહોતી ઉઝરડાઈ જવાનાં.
બધે મકતું જ રાખ્યું જેમણે પણ,
કબરમાં એ સલવાઈ જવાનાં.
3.6.26., બુધવાર
વૃન્દાવન બંગલોઝ, 15) શિવ બંગલો, બળિયાદેવ મંદિર નજીક, ગાના-કરમસદ રોડ, મુ. કરમસદ. તા.જિ. આણંદ.
ઈ-મેલ: 1959pareshdave@gmail.com
![]()

