સ્વસ્થ રહેવા સવારમાં ચાલો,
ગમને મૂકી જરા હવા માણો.
આ મહોબ્બતનો દોર ના તૂટે,
એ જ અલ્લાહથી દુવા માંગો.
જ્યાં કહો ત્યાં કરીશ હસ્તાક્ષર,
આપનું ફક્ત એક દિલ આપો.
આ નગરમાં નવી રસમ એ છે,
દહાડે ઊંઘો, ને રાતભર જાગો.
મારો સહકાર ના મળે તમને,
મારું ઉપનામ બેવફા રાખો.
દોસ્ત કરતાં વધારે કામ આવે,
એવા દુ:શ્મનને પણ વધુ ચાહો.
અમદાવાદ
e.mail : siddiq948212@gmail.com
![]()

