ધરાવા પછી યે ધરાતા નથી બોલો
ભરું છું હપ્તા જે ભરાતા નથી બોલો
સુજ્ઞો સાંભળે કોણ કોની યશોગાથા
સભામાં વક્તાઓ સમાતા નથી બોલો
ઉતારું મુક્તકો પત્રમાં છતાં જાણે
લખ્યાં જો કરું તો લખાતાં નથી બોલો
અબોલા અનાયાસ લે છે વિચારું તો
હવે આપણાં જ સમજાતા નથી બોલો
અદૃશ્ય બલાઓ થઈ જાય જેનાથી
દર્દ એમનાથી સહાતાં નથી બોલો
બળ્યું છોણના દેવતા ઘેર ઓણ્યા
અને તોય ચ્ય્મ એ રિઝાતા નથી બોલો
અમારી ફરિયાદ જ કોઈ નથી લેતું
કશ્શાં કામ પૂરાં કરાતાં નથી બોલો
પક્ષ બેઉ તૈયાર છે શું યુદ્ધ માટે
રક્તરંજિત ઘાવ રુઝાતા નથી બોલો
હયાના, વફાના, બયાનો રહ્યાં માત્ર
રહ્યું ક્યાં કે કોલ ચૂકાતાં નથી બોલો
અદૃશ્ય પરંતુ નિકટતમ સદા સાથે
રહે છે અક્ષર ભૂંસાતા નથી બોલો
કહું પ્રેમ મીઠાશ પણ છે તીખાશ પણ
મહોબતમાં યાર રિસાતા નથી બોલો
E.mail : fdghanchi@hotmail.com
![]()

