Opinion Magazine
Number of visits: 10,400,958
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘આ નિરુદ્દેશ મુગ્ધ ભ્રમણ !’

વિપુલ કલ્યાણી|Ami Ek Jajabar - Ami Ek Jajabar, Diaspora - Literature|22 November 2026

પર્વતોની પડખે, હરિયાળીને હૈયે : પ્રવાસવાર્તા : ધીરેન્દ્ર મહેતા : Zen Opus, Hinglaj Mata Compound, Near Old Highcourt Metro Station, Navrangpura Police Station Lane, Ahmedabad – 380 009,e.mail : contact@zenopus.in : ISBN : 978-93-47419-90-4 : પૃષ્ઠ : 149+15 : પ્રથમ આવૃત્તિ : જૂન 1926 : કિંમત : રૂ. 275/-

     •

બે ય બાજુ વિસ્તરેલાં ખેતર કે ખુલ્લાં મેદાનો … એ પર પીળું ધમરખ આચ્છાદન …ભૂમિનો તો અંશમાત્ર નજરે પડતો નથી. કાં વૃક્ષો ઊંચાઈને ઝાલે છે. કાં આ અજાણ્યા તરણાં ધરતીનો છેડો શોધે છે. હું વૃક્ષોની જેમ આ ઘાસને પણ હું ઓળખતો નથી. મનોમન દલપતરામને સંભારું છું − ‘ઝૂકી ઝાડનાં ઝૂંડની ઝાઝી ઝાડી.”

− ધીરેન્દ્ર મહેતા

(પર્વતોની પડખે, હરિયાળીને હૈયે; પૃ.135)

•

વાહ ! … વારી જવાય એવું મજેદાર વર્ણન. … પણ આ પ્રકૃતિનું વર્ણન કરતાં નર્યાં લખાણમાંનું ય અવતરણ નથી. લેખક આ પુસ્તકને સમજી વિચારીને ‘પ્રવાસવર્ણન’ વિભાગે ખતવતા નથી; એ તો એને ‘પ્રવાસવાર્તા’ કહે છે. 

પુસ્તકના આરંભે જ એક ચિરંજીવ તેમ જ મજબૂત વાક્ય કંડારાયું જોઈએ છીએ : ‘પ્રવાસ માટે નીકળતો માનવી માત્ર ઘરમાંથી બહાર નથી નીકળતો, પોતામાંથી પણ બહાર નીકળે છે …’ આવાં આવાં પોતાંપણામાંથી બહાર નીકળતા આ મજબૂત મનના માણસની અહીં વાત નીખરે છે.

‘પર્વતોની પડખે, હરિયાળીને હૈયે’ એ ખૂબ જ સુંદર, કાવ્યાત્મક અને પ્રકૃતિની નિકટતા દર્શાવતી પંક્તિ છે. આ શબ્દો સાંભળતાં જ આંખો સામે પહાડોની વચ્ચે આવેલી કોઈ શાંત, લીલીછમ અને સુંદર ખીણનું ચિત્ર ઉપસી આવે છે.

વારુ, ’પરિવાર, પ્રકૃતિ અને સંસ્કૃતિનું ત્રિદલીય રૂપ’ મથાળા સાથે પુસ્તકના આરંભે વરિષ્ઠ સાહિત્યકાર વીનેશ અંતાણીએ આપ્યું પૂરોવચન છે. વીનેશભાઈના આ લખાણમાંથી આ એક  ફકરો સઆદર ઉદ્ધૃત કરીએ :

“રચનાપદ્ધતિની દૃષ્ટિએ ‘ક્યાંક એ આત્મકથાનો ભાગ બને છે તો ક્યાંક સ્મૃતિકથારૂપે જોડાય છે; ક્યાંક નવલકથા કે પ્રસંગકથા તો ક્યાંક નિબંધ કે ચરિત્રનિબંધને મળતી આવે છે. તો વિષયની દૃષ્ટિએ જોતાં એમાં ત્રણ ઘટકોની યોજના થયેલી જણાય છે : પ્રકૃતિ, પુત્રી અને જમાઈનું ઘર તથા આસપાસનો સમાજ અને પ્રવાસભૂમિનાં સાહિત્યિક – સાંસ્કૃતિક સ્મારકો. એ રીતે આ પ્રવાસવાર્તામાં પરિવાર, પ્રકૃતિ અને સંસ્કૃતિનું ત્રિદલીય રૂપ ઊઘડે છે. સાથેસાથે ધીરેન્દ્રની વિચારશીલ પ્રકૃતિ, અભ્યાસવૃત્તિ, નિરીક્ષણશક્તિ, માનવમનને જાણવાની ઉત્સુકતા પ્રગટ થાય છે અને પુસ્તકના આરંભે મૂકેલું અવતરણ − ‘પ્રવાસ માટે નીકળતો માનવી માત્ર ઘરમાંથી બહાર નથી નીકળતો, પોતામાંથી પણ બહાર નીકળે છે.’ ચરિતાર્થ થતું જોઈ શકાય છે. કૃતિ ઊઘડતે એમણે ‘પ્રવાસ’ની ઘટનાની વિશેષતા સ્પષ્ટ કરીને તેનું શૈક્ષણિક મૂલ્ય સમજાવેલું છે તે અહીં યાદ કરવા જેવું છે. ધીરેન્દ્ર મહેતાની અધ્યાપકીય મુદ્રા એમાં જોવા મળે છે.”

‘ઘરઆંગણથી શરૂ થયેલી આ પ્રવાસવાર્તા દરિયાપાર સુધી’ લઈ જતી આ પ્રવાસ વાર્તા’માં, વાયવ્ય ઇંગ્લૅન્ડના ડૉવર વિસ્તારમાં વરસોથી વસતાં દીકરી વેણુબહેન, જમાઈ અમિતભાઈ અને દોહિત્રી સ્વરાને પહેલી વાર, એમને ચોતરે મળવાની, હળવાની, તાલાવેલી તેમ જ સંવેદના દર્શાવ્યા વિના, સમથળ રહેતાં રહેતાં પિતા, ધીરેન્દ્રભાઈ પોતાનો ભાવ વ્યક્ત કરવા આવું લખે છે : ‘‘જાણે વર્ષોથી અહીં જ રહેતો હોઉં એ રીતની સજાવટમાં મારી પોતાની છબિ હું જોઈ શક્યો.’ પિતાને પોતાના ઘરમાં ‘જરા જેટલી પણ અગવડ ન પડે તે માટે વેણુબહેને યાદ કરીકરીને ખાસ સગવડો ઊભી કરી હતી, જરૂર લાગી ત્યાં ઘરમાં તોડફોડ પણ કરાવી હતી.’

આ પુસ્તક પ્રકાશનની જવાબદારી લેનાર, ઝેન ઓપસ’ લખે છે : “માનવીને પગ મળ્યા અને સાથે પ્રવાસ પણ મળ્યો અને એ ધરતી અને આકાશનો ખૂણેખૂણો ખૂંદી વળ્યો. પરંતુ ધીરેન્દ્રભાઈનો કિસ્સો અપવાદ છે. પોલિયોના કારણે ચાલવાની શક્તિ ગુમાવી બેઠેલા ધીરેન્દ્રભાઈ માટે દુનિયા જાણે સ્થિર થઈ ગઈ હતી.‌ પરંતુ હિંમત હાર્યા વગર ધીરેન્દ્રભાઈએ પોતાની જાતને પડકાર ફેંક્યો, અને તેમણે શારીરિક મર્યાદાઓને અતિક્રમીને પ્રવાસ આદર્યો.‌ એક સાહિત્યકાર હોવાના નાતે તેઓ પોતાના પ્રવાસોને વાર્તાનું સ્વરૂપ આપતા ગયા. પરિણામે આપણને આ પુસ્તક મળી રહ્યું છે. …”

વળી એમાં અંગત જીવનની વાતો, સ્મરણમાં ડોકાઈ જતા પ્રસંગો અને વ્યક્તિઓ, જાગી ઊઠેલાં સંવેદનો, કલ્પનાઓ અને મંતવ્યો પણ ઉમેરતા રહ્યા. એટલું પૂરતું ન હોય એમ કેટલીક પ્રવાસવાર્તાઓ એમની આત્મકથાનો ભાગ બને છે, તો ક્યાંક નવલકથા, પ્રસંગકથા કે ચરિત્રનિબંધ પણ બની જાય છે. પ્રકૃતિ, સંસ્કૃતિ અને માનવીય સંબંધોના ત્રિવેણી સંગમથી છલોછલ આ વાર્તાઓમાં ધીરેન્દ્રભાઈની વિચારશીલ પ્રકૃતિ, અભ્યાસવૃત્તિ, નિરીક્ષણશક્તિ અને માનવમનને જાણવાની ઉત્સુકતા પ્રગટ થયા વિના રહેતા નથી. પૃથ્વી પર ફેલાયેલાં વૈવિધ્યસભર પ્રવાસન સ્થળોને રોમાંચક અને આહ્લાદક અનુભવોમાં શબ્દબદ્ધ કરતી આ પ્રવાસવાર્તાઓ વાચકને પણ પ્રવાસી બનાવી દે છે.

આ પુસ્તકમાં બીજી કેટલીક અગત્યની વિગતો ય ધ્યાન ખેંચે છે. અહીંનાં વિવિધ સ્થળોનાં નામો દર્શાવવા લેખકે ખાસ કાળજી લીધી હોય, તેમ સ્પષ્ટ થયા વગર રહેતું નથી. લેખક અંગ્રેજી લિપિમાં વિગત મૂકે તો છે, અને પછી ગુજરાતીમાં જે તે નામોનાં ઉચ્ચારો અનુસાર પણ વાચકને વિદિત કરે છે. ઉદાહરણ રૂપે, (Bassenthwaite Lake) ‘બેસેન્થવેઇટ સરોવર’. જૂજ ગુજરાતી લેખકો જ આ વિવેક અને જરૂરિયાત સાંચવે છે. વળી, જોડણીદોષ ભાગ્યે જ જોવા મળે છે. એ માટે પ્રકાશકને ધન્યવાદ આપવા જરૂરી બને છે. પુસ્તકમાં ‘સાહિત્ય ફોરમ’નો બેએક વાર ઉલ્લેખ કરાયો છે. નિવૃત્ત શિક્ષિકા કોકિલાબહેન ચોક્સીએ વડોદરાથી આ ઇન્ટરનેટી સાપ્તાહિક ગોઠડીની રચના કરી છે. સાતત્યપૂર્વક ચાલતી આ બેઠકો માટે દેશપરદેશનાં વક્તાઓ પસંદ થાય છે. આ વ્યવસ્થા સુપરે થાય તે સારુ વિદેશે વસતાં ગુજરાતી શ્રોતાજનોને ધ્યાનમાં લઈને સ્થાનિક વ્યક્તિની ગોઠવણી કોકિલાબહેને કરી છે. 

‘પર્વતોની પડખે, હરિયાળીને હૈયે’ પુસ્તક ગુજરાતી ડાયસ્પોરા અભ્યાસ માટે ભારે અગત્યનું સાધન પુરવાર થાય છે. ડાયસ્પોરિક ગુજરાતી સાહિત્યનું જ નહીં, બલકે તે સમાજના સર્વાધિક પાસાંઓના અભ્યાસ સારુ પણ અહીં સામગ્રી ભરચક જોવા પામીએ છીએ.        

હેરૉ, 19 નવેમ્બર 2026
E.mail : vipoolkalyani.opinion@btinrenet.com

Loading

22 November 2026 Vipool Kalyani
← ચલ મન મુંબઈ નગરી—367

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—367
  • આપણે ક્યાં સુધી લાશ થઈને જ જીવીશું?
  • ઇન્દિરાઈ કટોકટીની પચાસીએ 
  • બિલ્કીસ, ન્યાય માટેની તમારી જીદ : સાચે જ મિસાલ છે, ને મશાલ પણ !
  • બંધ મકાન

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનું ધર્મમંથન અને વ્યાપક ધર્મભાવના
  • वे हर स्तर पर मनुष्य को आजाद देखना चाहते थे 
  • નિરાધાર, દીન, હીન, સર્વને સમાવતો ગાંધી-સમાજવાદ 
  • બધી શાળાઓએ અપનાવવા જેવું પુસ્તક
  • યાંત્રિક યુગમાં માનવ ક્યાં ખોવાયો?

Poetry

  • હવે સૂઇ જા
  • ખાલી, કહેવાની વાત છે
  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • સમર્પિત રાષ્ટ્રસેવક, કર્મયોગી અને આદર્શ સત્સંગી : મનુભાઈ બક્ષી
  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved