Opinion Magazine
Number of visits: 10,394,326
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બિલ્કીસ, ન્યાય માટેની તમારી જીદ : સાચે જ મિસાલ છે, ને મશાલ પણ !

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|19 November 2026

શાસન જ્યારે નિ:શાસન થઇ પડે અગર દુ:શાસન બની રહે ત્યારે નાગરિકનો ધર્મ બીજો શો હોય, સિવાય કે રાજધર્મનું પ્રબોધન કરવું અને એટલેથી જ નહીં અટકતાં પાલન પણ કરાવવું …

પચીસ વરસનાં શોરઉજવણાં એ દિલ્હી દરબારની તાસીર રહી છે. ખબર નથી, હવે પચીસીએ પહોંચવા કરતી અને દુ:સ્વપ્ન સરખી એ ઘટનાને આ શોરઉજવણાંમાં કોઈ સમ ખાવા પૂરતો ય કાન દિલ્હી દેવડીએ મળશે કે કેમ. મારો ઈશારો અલબત્ત એ બિલ્કીસ ઘટના  પરત્વે છે જે 2002ની કાળામાં કાળી કલંકિત બીનાઓ પૈકી છે, જેના જવાબદારો પૈકી બે વિભૂતિ હાલ જામીન પર છોડી મુકાઈ છે.

જાહેર યાદદાસ્ત ટૂંકી હોય છે એટલે ઉતાવળે પણ મારે દાસ્તાં કહી દેવી જોઈએ. 2002ના માર્ચમાં રણધીકપુર(પંચમહાલ)માં બેજીવાતી બિલ્કીસ પર સામૂહિક બળાત્કાર ગુજારવાની ગોઝારી ઘટના બની હતી. એની નાની બાળકી અને સાત સગાંના જાન આ કાંડ દરમ્યાન  બેરહમ બેહિચક લેવાયા  હતા. કોઈક સ્તરે કથિત ગુજરાત મોડેલ વિશે  ઊંડી ખાતરી હોવાથી રાજ્ય બહાર કેસ ચલાવવાનો નિર્ણય લેવાયો હતો. વડોદરાની બેસ્ટ  બેકરીના કેસમાં પણ રાજય  બહાર  ન્યાયની ગુહાર લગાવવાની ફરજ પડી હતી એ સુજ્ઞ વાચકોના ખયાલમાં ન હોય તો અહીં એનીયે યાદ આપવી લાજીમ સમજું  છું.

જ્યા સુધી બિલ્કીસ કેસનો સવાલ છે, 2002ની આ ઘટનાને છેવટે ન્યાયી ન્યાયની લાયમાં સર્વોચ્ચ અદાલતના આદેશથી 2004માં ગુજરાત બહાર મહારાષ્ટ્રમાં ખસેડવાની ફરજ પડી હતી. 2008માં અગિયારે આરોપીઓને ટ્રાયલ કૉર્ટે સજા ફરમાવી હતી. હાઇકોર્ટ અને સુપીમ કૉર્ટે પણ  બહાલ રાખી હતી. 2022માં તેઓ સજા ભોગવીને બહાર આવ્યા ત્યારે આપણી એક સમાજ તરીકેની માનસિક રુગ્ણતા ચીતરી ચડે એ હદે એમના સ્વાગત રૂપે પ્રગટ થઇ હતી. વસ્તુત: ગુજરાત સરકારને  એમને સજામાફી કે છોડવાની રીતે નિર્ણય લેવાનો કોઈ અખત્યાર જ નહોતો; કેમ કે કેસ તો ગુજરાત બહાર ચાલ્યો હતો એટલે એ અખત્યાર મહારાષ્ટ્ર સરકારનો હતો. પરિણામે, બિલ્કીસની અરજીને પગલે એમની સજામાફી રદ્દ થઇ હતી. પણ આ ઘટના એક પ્રશ્ન અનુત્તર મૂકતી ગઈ કે એમને છોડી મૂકવાની ગુજરાત સરકારની 2022ની સલાહ એ કોઈ ગફલતને કારણે હતી કે કશીક મનમુરાદવશ હતી.

અરબી મૂળનું આ નામ, બિલ્કીસ, એક ગૌરવવંતી પરંપરા ધરાવે છે. રાજા સુલેમાન અને એમની વાતમાં વિગતે જવાનો અહીં ખ્યાલ નથી. માત્ર, એટલું જ કહીશું કે જે મિજાજથી હજુ પણ લડવાની જીદ બિલ્કીસે જારી રાખી છે, પોતાને ખબર આપ્યા કે સાંભળ્યાં વગર પરબારા  જામીન આપવવાના નિર્ણયને એ પડકારવા માંગે છે, એ કાબિલે દાદ છે. વાસ્તવમાં સર્વોચ્ચ અદાલતે આવા કેસોમાં કથિત “વિક્ટિમ”ને સાંભળવાની જરૂરત સ્વીકાર્યાના દાખલ હવે પ્રણાલી રૂપ બની રહેવા જોઈએ. હાલની સરકાર જેને પોતાનું ગૌરવપીંછું સમજે છે તે ભારતીય ન્યાયસંહિતામાં પણ આવી ગુંજાશ પડેલી છે.

ગોધરા-અનુગોધરા ઘટનાને ફેબ્રુઆરી 2027માં પચીસ વરસ થશે. એના પૂર્વ મહિનાઓમાં બિલ્કીસ કેસ ફરી ચમક્યો છે એને એક પ્રજા તરીકે આપણી ખુશકિસ્મતી સમજવી જોઈએ કે ક્યારેક આપણે ન કરવાનું કરી બેઠા હતા એ માનસિકતામાંથી ઊગરવા માટે આપણને સૌને એક તક મળી છે. શાસન જ્યારે નિ:શાસન બની રહે અગર દુ:શાસન બની બેસે ત્યારે આ મછંદરને નાગરિક ગોરખ તો મળી રહેવા જોઈ ને? નાગરિક ધર્મ અને રાજધર્મ બેઉનું દાયિત્વ અને ઉત્તરદાયિત્વ હતું, છે અને રહેશે.

બાય ધ વે, એક દીનદયાલ ઉપાધ્યાય થઇ ગયા. એકાત્મ માનવવાદ પરનાં વ્યાખ્યાનોમાં એમણે  ભારતીય પરંપરાના ધર્મરાજ્યના ખયાલને  “રુલ ઑફ લૉ ” તરીકે ઘટાવ્યો હતો. ખબર નથી, પચીસીપ્રમત્ત અને ગૌરવગાફેલ જનોને આ વાતની સુધબુધ છે કે કેમ.

18 નવેમ્બર 2026 
e.mail : prakash.nireekshak@gmail.com

Loading

19 November 2026 Vipool Kalyani
← બંધ મકાન
ઇન્દિરાઈ કટોકટીની પચાસીએ  →

Search by

Opinion

  • ઇન્દિરાઈ કટોકટીની પચાસીએ 
  • બંધ મકાન
  • ૧૯૫૦ થી ૧૯૬૫ સુધીના વર્ષમાં જન્મેલાની આત્મકથા
  • હસવું આવે છે એમ જ રડવું પણ આવે છે … 
  • મોંઘીદાટ દવાઓ દર્દીઓની કમર તોડી નાંખે છે.

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનું ધર્મમંથન અને વ્યાપક ધર્મભાવના
  • वे हर स्तर पर मनुष्य को आजाद देखना चाहते थे 
  • નિરાધાર, દીન, હીન, સર્વને સમાવતો ગાંધી-સમાજવાદ 
  • બધી શાળાઓએ અપનાવવા જેવું પુસ્તક
  • યાંત્રિક યુગમાં માનવ ક્યાં ખોવાયો?

Poetry

  • હવે સૂઇ જા
  • ખાલી, કહેવાની વાત છે
  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • સમર્પિત રાષ્ટ્રસેવક, કર્મયોગી અને આદર્શ સત્સંગી : મનુભાઈ બક્ષી
  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved