અમારા મહોલ્લામાં એક સરસ અને મોટું મકાન છે. આમતો મકાન ન કહેવાય કારણ કે હવેલી જ કહો તો પણ ચાલે એવું એ મકાન વર્ષોથી બંધ હતું, પણ આજે ખુલ્લું જોઈને નવાઈ લાગી, કુતૂહલ વશ જોયું તો મકાનનું રિનોવેશન થતું હતું. કંઈ કેટલા ય કારીગરો કામ કરતા હતા. જાણે મકાનંમાં .. હવેલીમાં જીવ આવ્યો.
એક વખત મેં પપ્પાને આ બંધ મકાન વિશે પૂછ્યું, ત્યારે પપ્પાએ કહ્યું કે આ મકાન એક નગર શેઠનું હતું, શુ થયું કે નગર શેઠને ધંધામાં અચાનક બહુ મોટી ખોટ આવી અને મકાન વેચી ક્યાંક ચાલ્યા ગયા, પછી તો કંઈ કેટલાયે આ મકાન ખરીદ્યું, પણ બધા કંઈ, ને કંઈ મુશ્કેલીમાં સપડાયા અને અંતે મકાન વેચી ચાલ્યા ગયા, ત્યારથી તે મકાન શાપિત, ભૂતિયું કે ઘણી આવી વાતો સાથે સંકળાઈ ગયું, કોઈ દિવસે પણ મકાન પાસેથી પસાર નહોતું થતું, જરૂર પડે તો બે, ત્રણ લોકો સાથે નીકળે એવું આ મકાન ભયજનક માન્યતા વાળુ હતું. એવા મકાનમાં કોઈક રહેવા આવવાનું છે એ વાતથી નવાઈ તો લાગે જ.
એક દિવસ હવેલી જેવા નવા બની ગયેલા મકાનમાં દાદા, દાદી રહેવા આવ્યાં, મળતાવડા સ્વભાવના હોવાથી બધા સાથે ભળવા પ્રયત્ન કરે, પણ મકાનની બીકને લીધે બધા દૂર ભાગે. ધીમે ધીમે આજુબાજુના લોકો બાળકો, દાદા, દાદી બહાર ઝુલામાં બેસે ત્યારે મળવા જતા થયા. દાદા, દાદી બધાને કંઈક ને કંઈક આપે, લોકો પહેલા ખચકાટ અનુભવતા, પણ પછી હળવા મળવા લાગ્યા. દાદા, દાદી સાથે વાતચીતથી ખબર પડી કે એક જ દીકરો છે જે કેનેડા છે, અહી દાદા, દાદી બે જ છે, બાકી કોઈ સંબંધી નથી. હવે, બધાનો ડર ચાલ્યો ગયો હતો, લોકો છૂટથી ઘરે આવ જાવ કરતા હતા ….
પણ, એક દિવસ અચાનક ઘર બંધ જોયું, કોઈ જ ચહલ પહલ નહોતી, બધાએ એક બીજાને પૂછ્યું, પણ કોઈ ને કાઈ જ ખબર નહોતી કે શું થયું. દાદા દાદી અચાનક ક્યાં ચાલ્યાં ગયાં. લોકોએ માન્યું કે કદાચ કેનેડા તેના દીકરા પાસે ગયાં હોય. હકીકતમાં દાદા..દાદી તેનો દીકરો કેનેડાથી આવે અને થોડો સમય સાથે રહે તે હેતુથી મકાન ખરીદેલ અને રિનોવેશન કરાવ્યું, પણ દીકરાએ લાંબા સમય સુધી જવાબ જ ન આપ્યો એટલે દાદા … દાદી થાકીને કોઈને જાણ કર્યા વગર વતનમાં પાછા ચાલ્યાં ગયાં અને પછી…દાદા, દાદી આવ્યાં જ નહીં. … કોઈ કહે દાદા, દાદી જ ભૂત હતાં ને આપણી સાથે રહેવા આવ્યાં હતાં. લોકો એટલી વાતો અને આમ જ પાછાં વર્ષો વીતી ગયાં. આજે એ મકાન બંધ અને ભૂતિયા મકાન તરીકે પાછું ચર્ચાઈ ગયું …
હવે તે મકાન પાસેથી કોઈ ક્યારે ય પસાર નથી થતું …. એ.. મકાન ભૂતિયું બનીને આજે પણ બંધ પડ્યું છે ….
(ભાવનગર)
e.mail : Nkt7848@gmail.Com
![]()

