Opinion Magazine
Number of visits: 9906220
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કુછ દિલ ને કહા, કુછ ભી નહીં 

સોનલ પરીખ|Opinion - Opinion|12 June 2026

ઐસી ભી બાતેં હોતી હૈં, ઐસી ભી બાતેં હોતી હૈં

કુછ દિલ ને કહા, કુછ ભી નહીં

કુછ દિલ ને સુના, કુછ ભી નહીં

 

લેતા હૈ દિલ આંગડાઇયાં ઇસ દિલ કો સમજાયે કોઈ 

અરમાં ન આંખેં ખોલ દે, રુસવા ન હો જાયે કોઈ 

પલકો કી ઠંડી સેજ પર સપનોં કી પરિયાં સોતી હૈં 

 

દિલ કી તસલ્લી કે લિયે, જૂઠી ચમક જૂઠા નિખાર 

જીવન તો સૂના હી રહા સબ સમજે આઈ હૈ બહાર 

કલિયોં સે કોઈ પૂછતા હંસતી હૈં વો યા રોતી હૈં  

જ્યારે હૃદયને કઈં કહેવું હોય, અને હોઠ એ ન કહીને પણ કહેવાનો પ્રયત્ન કરે ત્યારે વાત કેટલી નાજુક બની જાય? આવી નાજુક વાતને એક ફિલ્મના ગીત તરીકે લખવી એ ભારે ગજું માગી લે એવી બાબત છે. આપણે નસીબદાર છીએ કે આપણા કેટલાક ગીતકારો ઉત્તમ શાયર પણ છે, જે આવી નાજુક વાતને શબ્દોમાં એવી ખૂબીથી મૂકી શકે છે કે ગીત કવિતા બની જાય, ક્લાસિક બની જાય, કલ્ટ બની જાય. આવા એક શાયર એટલે સૈયદ અખ્તર હુસૈન રિઝવી. ન ઓળખ્યા? તો તેમનું બીજું નામ કહું – કૈફી આઝમી. ૧૦ મેએ કૈફી આઝમીની પુણ્યતિથિ છે, એ નિમિત્તે યાદ કરીએ એમને અને એમની અનુપમ ‘અનુપમા’ને. 

વાત ચાલતી હતી અભિવ્યક્તિની નજાકતની. નાજુક અભિવ્યક્તિ માટે પ્રેમીનું, કવિનું ગજું હોય તો જ કળીને નુકસાન ન થાય એવી ઋજુતાથી તેની પાંખડી જરા જેટલી ખસેડીને અંદર છુપાયેલી સુગંધને મુક્ત કરી શકાય. આ કોઈ રેંજીપેંજીનું કામ નથી. ‘અનુપમા’નું ગીત ‘કુછ દિલ ને કહા, કુછ ભી નહીં’ સાંભળીએ ત્યારે આપણને એવી ગજાદાર પણ કુસુમકોમળ કલમનો પરિચય થાય. સ્ત્રીત્વની આવી નજાકતનો સ્નેહ-આદર કરનાર કવિ જ્યારે સ્ત્રીને ગરમ શ્વાસોની આંચમાં પીગળી જવા માટે ઠપકો આપે અને કહે, ‘રુત બદલ ડાલ અગર ફૂલના-ફલના હૈ તુઝે, જિસ મેં જલતા હૂં ઉસી આગ મેં જલના હૈ તુઝે’ ત્યારે તેમાંથી ક્રાંતિની જ્વાળાઓ પણ પ્રગટે. સાચું જ છે, કલમના વ્યાપનો કોઈ અંત નથી. એટલે જ તો આ ગીત બન્યાને 60 વર્ષ થઈ ગયાં છતાં તે આપણને દુનિયાની આટલી ધમાલ વચ્ચે પણ વહેલી સવારની હવા જેવું તાજું અને ફૂલની પાંખડી પર અટકેલી ઝાકળ જેવું ભીનું લાગે છે. આમ થવાનાં બીજાં કેટલાક કારણ પણ છે : જેનાં નામ છે સંગીતકાર હેમંતકુમાર, ગાયિકા લતા મંગેશકર, ધર્મેન્દ્ર-શર્મિલા ટાગોરની જોડી અને લેખક-દિગ્દર્શક ઋષિકેશ મુખર્જીનું કલાત્મક સાદગીભર્યું ફિલ્માંકન. 

‘અનુપમા’નું મુખ્ય પાત્ર અનુપમા (શર્મિલા ટાગોર) અત્યંત શાંત છે કારણ કે તે ખૂબ એકલી છે. તેની મા તેને જન્મ આપતાં મૃત્યુ પામી છે. પિતા આ ઘટનાના આઘાતમાંથી બહાર આવી શક્યા નથી અને એટલે દીકરીને અપનાવી શક્યા નથી. અનુપમાનાં લગ્ન અમેરિકન દેવેન વર્મા સાથે નક્કી થયાં છે. બંને એકબીજાને ઓળખે છે, પણ મૈત્રી થઈ શકી નથી. આવા સમયે એક લેખક અશોક (ધર્મેન્દ્ર) ધીરેથી અનુપમાની એકલતામાં પ્રવેશે છે. આ એ નાજુક પળનું ગીત છે. લોકો વચ્ચે ભાગ્યે જ એકાદ શબ્દ બોલતી અનુપમા પહાડોમાં ઊગી રહેલી સવારના એકાંત સૌંદર્ય વચ્ચે મન ખોલે છે અને તેનાં સ્વપ્નો, તેની એકલવાઈ જિંદગીને કહે છે, ‘ઐસી ભી બાતેં હોતી હૈ, ઐસી ભી બાતેં હોતી હૈં’ બે વાર અમસ્તું નથી કહેવાયું. પુનરાવર્તન પછી પણ છે : ‘કુછ દિલ ને કહા, કુછ ભી નહીં, કુછ દિલ ને સુના, કુછ ભી નહીં’ માત્ર એક શબ્દના ફરકથી આખી વાત કેવી અર્થસભર બની જાય છે! અશોક દૂરથી તેને એકલી ફરતી, ગુંજતી હોય એમ ગાતી જુએ છે. અશોક માટે એ પળ અનુપમાના મૌનને, તેના ક્યાં ય વ્યક્ત ન થયેલા મનને સમજવાની શરૂઆત છે. ખૂબ અસરકારક રીતે અને ખૂબ સંયમથી આખી સ્થિતિ મુકાઇ છે. ગીત એવું બન્યું છે કે જેને પામી શકાય, સમજાવી શકાય નહીં. 

એ વર્ષનો બેસ્ટ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીનો ઍવોર્ડ ‘અનુપમા’ માટે જયવંત પઠારેને મળ્યો હતો. આ ગોટ માટે તેમણે લીધેલો એંગલ જ કેટલો અદ્દભુત છે મહાબળેશ્વરના પહાડી રસ્તા પર નાયક ઉભેલો છે, નીચે ઊંચાં વૃક્ષો વચ્ચે ચાલતી-ગાતી નાયિકા છે અને એની ય નીચે કહીં વિસ્તરેલી દેખાય છે. આમ ઊંચાઈ અને ઊંડાઈનાં ત્રણ સ્તર એકસાથે દર્શકની નજરને આવરે છે અને જિંદગીનાં, સંવેદનનાં વિવિધ સ્રોતો નું જાને પ્રતીક બની જાય છે. 

એક સુંદર ફિલ્મ હોવા ઉપરાંત ‘અનુપમા’ અનેક કારણોસર હિંદી સિનેમાના અભ્યાસીઓએ પણ જોવા જેવી છે. આ ફિલ્મ બિમલ રૉયને સમર્પિત કરાઈ છે. મોટા ભાગની ટીમ બિમલદાની જ છે અને હૃષિદાની શૈલી પણ એમની યાદ અપાવે તેવી છે. મુખ્ય પાત્રો સાથે શશીકલા, ડૅવિડ અને દેવેન વર્માનો અને સગી દીકરી માટે પ્રેમ અને ધિક્કાર જેનામાં એકસાથે વસે છે તેવા પિતા તરીકે તરુણ બૉઝનો અભિનય સુંદર છે. 

સિનેમેટોગ્રાફી, પટકથા, એડિટિંગ, સંગીત અને અભિનય આ પાંચ ફિલ્મની કસોટી છે. એ દરેક કસોટીમાંથી ‘અનુપમા’ ખરી ઊતરી છે. કલાવિવેચકો તેને ‘ધ બ્લૅક એન્ડ વ્હાઈટ ક્લાસ ડ્રામા ધૅટ સ્ટ્રોંગલી ઇન્ફ્લુઅન્સ્ડ ઇંડિયન પોપ્યુલર સિનેમા ઇન ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ એરા’ કહે છે તે યોગ્ય જ છે. 

આઝમગઢના મિઝવાન ગામે 1919માં જન્મેલા કૈફી આઝમીએ પહેલી ગઝલ 11 વર્ષની ઉંમરે લખી. શરૂઆતની ગઝલો પારંપરિક પ્રેમ-વિરહ વગેરે વિષયોમાં લખાઈ. એ પછી ડાબેરી વિચારધારા, કોમ્યુનિસ્ટ પાર્ટીમાં જોડાણ અને પ્રોગ્રેસિવ રાઈટર્સ મુવમેન્ટમાં સક્રિયતાના પરિણામે એમની શાયરીમાં સામાજિક ક્રાંતિ અને અન્યાય-શોષણનો વિરોધ સામેલ થયા. અને તેમના શબ્દો એક જુદો જ રંગ, જુદો જ મિજાજ લઈ વ્યક્ત થવા લાગ્યા. 

આમ કૈફી આઝમીની પ્રતિભા શાયર કરતાં વિરાટ હોવા છતાં તેમની સૌથી મોટી અને તેમના વ્યક્તિત્વનાં અન્ય પાસાંઓ પર એક કે બીજી રીતે છવાઈ રહેલી ઓળખ તો એક શાયર તરીકેની જ છે. ‘ઝુમ ઝુમ ઢલતી રાત’, ‘મૈં યે સોચકર ઉસકે દર સે ચલા થા’, ‘ઊઠ મેરી જાન’, કર ચલે હમ ફિદા’, ‘કોઈ યે કૈસે બતાયે કિ વો તનહા ક્યોં હૈ’, ‘મેરી આવાઝ સુનો, ‘તુમ્હારી ઝુલ્ફ કે સાયે મેં’ ‘જાને ક્યા ઢૂંઢતી રહતી હૈ યે આંખે મુઝમેં’ જેવાં ગીતો તેની સાહેદી પૂરે છે.

પચાસ વર્ષની યાત્રામાં તેમણે પચાસેક ફિલ્મોનાં ગીતો લખ્યાં. એમના ઘણા સમકાલીનોએ આટલાં સમયમાં આનાથી ઘણાં વધારે ગીતો આપ્યાં છે, પણ ગુણવત્તાની વાત થાય ત્યારે કૈફી આઝમી એમાંના મોટા ભાગના કરતાં ઘણા વધારે આગળ હોય છે. ખરું જોતાં સાહિર, કૈફી અને જાંનિસાર અખ્તરે સ્વાતંત્ર્યોત્તર ન્યૂ વૅવ સિનેમામાં ગીતોની કાયાપલટ કરી નાખી એમ કહેવામાં બિલકુલ અતિશયોક્તિ નથી. કે.એ. અબ્બાસ અને બિમલ રૉય પોતાનાં આધુનિક સર્જનો માટે સાહિર અને મજરુહ જેટલા જ કૈફીને પસંદ કરતા. પદ્મશ્રી સહિત અનેક સન્માનપ્રાપ્ત કૈફી આઝમીના નામનો એક રસ્તો નવી દિલ્હીમાં બન્યો છે. 

‘પલકોં કી ઠંડી સેજ પર સપનોં કી પરિયાં સોતી હૈં’માં કેવી નમણી સુંદરતા છે અને ‘જાને કયા ઢૂંઢતી રહતી હૈ યે આંખેં મુઝમેં, રાખ કે ઢેર મેં શોલા હૈ ન ચિનગારી હૈ’માં કેવી આઘાતજનક કઠોરતા છે! કૈફીનાં ગીતો આપણને ફરીવાર એ સત્ય સમજાવે છે કે શાયરનાં સુખ-દુ:ખ નિરાળાં હોય છે, એને બીજું કોઈ જાણી શકે નહીં. ઐસી ભી બાતેં હોતી હૈં … 

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : લેખિકાની સાપ્તાહિક કોલમ, ‘મલ્ટિપ્લેક્સ’ પૂર્તિ “જન્મભૂમિ”, 01 મે 2026

Loading

12 June 2026 Vipool Kalyani
← જૂઠાણાંથી ઘેરાયેલાં સત્યને કેવી રીતે ઓળખવું?

Search by

Opinion

  • જૂઠાણાંથી ઘેરાયેલાં સત્યને કેવી રીતે ઓળખવું?
  • ‘માઈ’ – આહટોં કે પીછે કબ તક દૌડેગી કિતના .. 
  • નાગરિકને મળેલા અધિકારોનો વ્યાપ ઘણો વિશાળ છે
  • આ અનોખાં જીવને જંપ નહોતો 
  • જ્યારે પાકિસ્તાનથી આવેલા લોકોએ કચ્છના રણમાં આખું શહેર વસાવ્યું

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved