નિર્મલા અને પ્રભાકર બંને હોંશે હોંશે મોદી જગનમાં હોંશે હોંશે સમિધ સહ જોડાયાં : નિર્મલા નાણાં પ્રધાન બન્યાં પણ પ્રભાકર શરૂઆતના ઉમંગ પછી પાછા પડ્યા, કેમ કે ડેટામુક્ત વિકાસવાર્તા એમના અર્થશાસ્ત્રીય ઉછેરના પલ્લે પડતી નહોતી.

પ્રકાશ ન. શાહ
દેશનું હાલનું ચિત્ર ઝડપથી પલટાઈ રહેલું માલૂમ પડે છે. અફરાતફરીનો દોર બાદ કરતાં સામાન્યપણે હર ચૂંટાયેલી સરકાર સામે અઢીત્રણ વરસે વિરોધસૂર ઊઠવા માંડે અને પછી તે કારગત થાય અગર ન થાય પણ હાજરી જરૂર પુરાવે. 2014 અને 2019ની ચૂંટણી પછીનું ચિત્ર એ બંને ગાળામાં નોટબંધી સહિતની મહાઘટનાઓ છતાં સરવાળે સત્તાપક્ષ માટે સુવાણનું રહ્યું હતું. મનમોહન સરકાર પરત્વે ભ્રષ્ટાચારના આક્ષેપો ઉછાળવામાં આવ્યા તે વાસ્તવિક ધોરણે હદ બહારના હતા અને કૉમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ વિનોદ રાયે કરેલા જાતભાતના દાવા ઘોડા ભાગી ગયા પછી તબેલાને તાળું મારી, રાયે ખુદ કહ્યું એમ નકરા નોશનલ હતા. ગૃહમાં કેગના હેવાલો બાબતે વેળાસર રજૂઆત અને વિગતવાર ચર્ચાના ઉલાળિયામાં વિલસતા ગુજરાત મૉડેલ સામે મનમોહન સરકારની કામગીરી એક જુદું જ ચિત્ર રજૂ કરે છે. તે મનમોહન સરકારના તત્કાલીન ટીકાકારો આજે અચકાતે ખચકાતે પણ સ્વીકારે છે. ખેર, ભૂતકાળમાં ઝાઝું નહીં ખેંચાતાં અહીં મુદ્દો માત્ર એટલો જ છે કે મનમોહન દસકાને બદલે મોદી દસકો જનમાનસ પર ખાસી મોહિનીથી પ્રસાર થઇ ગયો. પણ બીજા દસકાને છેડે ચૂંટણી પરિણામમાં સાફ સમજાયું તેમ મોહભંગ અને સ્વલ્પ પણ પુનર્વિચારની પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે. અબકી બાર ચારસો પાર – એ જય ઘોષ ભેંકાર ભોંઠો પડ્યો અને સત્તાપક્ષ પોતાને જોરે બહુમતીએ પહોંચતાં સુધીમાં તો હાંફું હાંફું થઈ ગયો. તેમ છતાં, કોઈ વૈકલ્પિક પણ પ્રચારથી મોટું બીજું સત્ય અહીં અગરાજ કથાનક ભરસંકેતે પણ હજુ નેતા પ્રતિપક્ષની સ્વીકૃતિ પછીના ટેઇક ઑફ તબક્કે છે કે કેમ તે કદાચ પકડાતું નહોતું. આજે ચિત્ર ત્વરિત બદલાતું લાગે તો એની પાછળ તત્કાલ નિમિત્ત જંતરમંતર જેન ઝી ઉદ્રેકનું છે, અને એ માટેની ભોંય 2023ના સપ્ટેમ્બરમાં રાહુલ ગાંધીએ હાથ ધરેલ ભારત જોડો પદયાત્રા થકી કેળવાયેલ છે.
ઓસરતી કથા અને ઊભરતા કથાનકનું રહસ્ય એ હકીકતમાં પડેલું છે કે વાણીવ્યાપાર અને ચાટુકારિતા (આગલી સરકારો સામે હમણેનાં બાર વરસનું જાહેરખબરનું પ્રમાણ તપાસો) સામે અને સોફિસ્ટ્રી તેમ જ આવી પડ્યો. આપે તો અબ્દુલ્લા રહ્યા ડેમેગોગી સામે વાસ્તવિક વિગતો ખાલી ખાલી ખખડે છે. નિર્મલા અને પ્રભાકર બંનેની જોડી જે.એન.યુ.માં જામી .લંડનમાં ઉચ્ચ અભ્યાસ પછી દેશમાં નવનિર્માણ વાસ્તે બંનેએ હોંશે હોંશે મોદી જગનમાં જોડાવું પસંદ કર્યું. નિર્મલા નાણાં પ્રધાન બન્યાં પણ પ્રભાકર શરૂના ઉમળકા અને જોસ્સા પછી પાછા પડ્યા. આરંભે બેત્રણ વરસ ખાતાવાર અહેવાલો વગેરે જોવાતપાસવાનું બન્યું હશે પણ તે પછી એ બધું બેમતલબ લાગવા માંડ્યું. પ્રભાકરને સાદું પણ બુનિયાદી સત્ય એ સમજાઈ રહ્યું કે અહીં પ્રચારથી મોટું કોઈ સત્ય નથી અને ઢોલનગારાંથી વડેરી કોઈ સાહેદીનથી. વિકાસની વાતો વાયરે ચડે છે પણ એ માટે ડેટા જેવી તુચ્છ બાબતોની કોઈ જરૂરી નથી.
લાંબે ન જઈએ અને આજકાલની જ એકબે વિગતો ઉતાવળે નોંધીએ તો આ દિવસોમાં વાસ્તવિક જી.ડી.પી. બાબતે સરકારે જાહેરમાં જે દાવા કર્યા છે (ખરું જોતાં લાળા ચાવ્યા છે) એ કાબિલે દાદ છે. એકાએક 7.8 ટકાનો વૃદ્ધિદાવો આવી પડ્યો અને આપણે તો રહ્યા અબ્દુલ્લા યાને બેગાની દિવાના શાદીમેં દિવાના. અને વીરનાયકે વળી ખુદ આશિકાના મિજાજમાં સટાક સેલ્ફી કેરો રંગ ગોકીરો પણ કીધો હશે … જય રામજી કી! પછી વળી કોઈકે પડદો ઉચક્યો કે તમે જે સરખામણી કરી તાનમાં આવી ગયા છો એમાં તો કરામત છે : એક ગણિત 2011-12ના વરસને પાયાનું માનીને ચાલે છે અને બીજું ગણિત 2022-23ને ધોરણે! (કોઈકે ટિપ્પણી પણ કરી કે મામલો ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ના ડાયલોગ જેવો છે – બડે બડે દેશોમેં ઐસી છોટી છોટી બાતેં હોતી રહતી હૈ.) નકલી પાર્ટીઓ અને સ્થાપિત પક્ષને મુકાબલે એમના મોટાદઈત ફંડ, શો છે એનો ખુલાસો.
ઓજપાતી કથાએ અને ઊતરતે ગિલેટે નવ્ય કથાનક વિશે વિમર્શ વધુ જરૂરી બને છે એ ભાગ્યે જ ઉમેરવાનું હોય.
09 સપ્ટેમ્બર 2026
e.mail : prakash.nireekshak@gmail.com
![]()

