ચૂંટણી પતશે પછી કાને બહેરાં થઈ જશે,
વોટ લેવા આપણા નેતા અધીરા થઈ જશે.
ખુદ ગાડી-બંગલામાં ટેસડાં કરવા જશે,
ને, પ્રજા પર ટેક્ષ નાખીને નફિકરા થઈ જશે.
જીત મળતાં ટેસથી વિમાનમાં ફરવા જશે,
દેશને લૂંટી બધા નેતા નબીરા થઈ જશે.
કોઈનો બેટો નથી કે દેશની સેવા કરે,
પાટલી બદલી સમય આવ્યે નઠારા થઈ જશે.
લોકશાહીમાં પ્રજા બેવડ વળી કણસી ઊઠી,
ધોળિયાનું બુરું બોલીને અકારાં થઈ જશે.
e.mail : addave68@gmail.com