એક જૂના ભગવાન, એક નવું મંદિર, એક અહંકારી રાજા, અને ભૂખમરામાં સબડતા, ઘરબાર વિહોણા સામાન્ય પ્રજાજનો – 123 વર્ષ પહેલાંની કવિતામાં એ સૌ હતા. પણ સાથે એક સંન્યાસી પણ હતો, જે રાજાની સામે સત્યવાણી બોલેલો, અને એ બોલ્યા પછી એનું પરિણામ શું હશે એની ભાળ પણ એને હતી. અને એક એવો કવિ પણ હતો ત્યારે, જે પોતાના સમયથી આગળ આવનારા સમય સાથે તાલ મેળવી શકે એવી કવિતા લખી જાણતા. અને તે હતા રવીન્દ્રનાથ ટાગોર.
અહીં તેમના સંગ્રહ ‘કાહિની’માંથી પ્રસ્તુત એક કવિતા દીનોદાન, જે માનવતાવાદના સાર્વત્રિક મૂલ્યો પર આધારિત ન હોય એવા કોઈપણ સામ્રાજ્યમાં, પછી એ કાલ્પનિક, પૌરાણિક હોય કે અન્યથા, સામાન્ય લોકોની દુર્દશા વર્ણવે છે.
આજની સાંસ્કૃતિક, સામાજિક અને રાજકીય પરિસ્થિતિમાં કવિતા વ્યથિત કરી મૂકે એવા સમકાલીન સંદર્ભો સાથે પુનર્જીવિત થાય છે.
કવિની મૂળ કવિતા બંગાળીમાં −
দীনদান
নিবেদিল রাজভৃত্য, “মহারাজ, বহু অনুনয়ে
সাধুশ্রেষ্ঠ নরোত্তম তোমার সোনার দেবালয়ে
না লয়ে আশ্রয় আজি পথপ্রান্তে তরুচ্ছায়াতলে
করিছেন নাম-সংকীর্তন। ভক্তবৃন্দ দলে দলে
ঘেরি তাঁরে দরদর-উদ্বেলিত আনন্দধারায়
ধৌত ধন্য করিছেন ধরণীর ধূলি। শূন্যপ্রায়
দেবাঙ্গন; ভৃঙ্গ যথা স্বর্ণময় মধুভাণ্ড ফেলি
সহসা কমলগন্ধে মত্ত হয়ে দ্রুত পক্ষ মেলি
ছুটে যায় গুঞ্জরিয়া উন্মীলিত পদ্ম-উপবনে
উন্মুখ পিপাসাভরে, সেইমতো নরনারীগণে
সোনার দেউল-পানে না তাকায়ে চলিয়াছে ছুটি
যেথায় পথের প্রান্তে ভক্তের হৃদয়পদ্ম ফুটি
বিতরিছে স্বর্গের সৌরভ। রত্নবেদিকার ’পরে
একা দেব রিক্ত দেবালয়ে।”
শুনি রাজা ক্ষোভভরে
সিংহাসন হতে নামি গেলা চলি যেথা তরুচ্ছায়ে
সাধু বসি তৃণাসনে। কহিলেন নমি তাঁর পায়ে,
“হেরো প্রভু, স্বর্ণশীর্ষ নৃপতিনির্মিত নিকেতন
অভ্রভেদী দেবালয়, তারে কেন করিয়া বর্জন
দেবতার স্তবগান গাহিতেছ পথপ্রান্তে বসে?”
“সে মন্দিরে দেব নাই” কহে সাধু।
রাজা কহে রোষে,
“দেব নাই! হে সন্ন্যাসী, নাস্তিকের মতো কথা কহ।
রত্নসিংহাসন ’পরে দীপিতেছে রতনবিগ্রহ—
শূন্য তাহা?”
“শূন্য নয়, রাজদম্ভে পূর্ণ” সাধু কহে,
“আপনায় স্থাপিয়াছ, জগতের দেবতারে নহে।”
ভ্রূ কুঞ্চিয়া কহে রাজা, “বিংশ লক্ষ স্বর্ণমুদ্রা দিয়া
রচিয়াছি অনিন্দিত যে মন্দির, অম্বর ভেদিয়া
পূজামন্ত্রে নিবেদিয়া দেবতারে করিয়াছি দান,
তুমি কহ সে মন্দিরে দেবতার নাহি কোনো স্থান!”
শান্ত মুখে কহে সাধু, “যে বৎসর বহ্নিদাহে দীন
বিংশতি সহস্র প্রজা গৃহহীন অন্নবস্ত্রহীন
দাঁড়াইল দ্বারে তব, কেঁদে গেল ব্যর্থ প্রার্থনায়
অরণ্যে, গুহার গর্ভে, পথপ্রান্তে তরুর ছায়ায়,
অশ্বত্থবিদীর্ণ জীর্ণ মন্দিরপ্রাঙ্গণে, সে বৎসর
বিংশ লক্ষ মুদ্রা দিয়া রচি তব স্বর্ণদীপ্ত ঘর
দেবতারে সমর্পিলে। সে দিন কহিলা ভগবান —
“আমার অনাদি ঘরে অগণ্য আলোক দীপ্যমান
অনন্তনীলিমা-মাঝে; মোর ঘরে ভিত্তি চিরন্তন
সত্য, শান্তি, দয়া, প্রেম। দীনশক্তি যে ক্ষুদ্র কৃপণ
নাহি পারে গৃহ দিতে গৃহহীন নিজ প্রজাগণে
সে আমারে গৃহ করে দান! “চলি গেলা সেই ক্ষণে
পথপ্রান্তে তরুতলে দীনসাথে দীনের আশ্রয়।
অগাধ সমুদ্র-মাঝে স্ফীত ফেন যথা শূন্যময়
তেমনি পরম শূন্য তোমার মন্দির বিশ্বতলে,
স্বর্ণ আর দর্পের বুদ্বুদ্!”
রাজা জ্বলি রোষানলে,
কহিলেন, “রে ভণ্ড পামর, মোর রাজ্য ত্যাগ করে
এ মুহূর্তে চলি যাও।”
সন্ন্যাসী কহিলা শান্ত স্বরে,
“ভক্তবৎসলেরে তুমি যেথায় পাঠালে নির্বাসনে
সেইখানে, মহারাজ, নির্বাসিত করো ভক্তজনে।”
°
Destitute Donation
Said the royal attendant, “Despite entreaties, king,
The finest hermit, best among men, refuses shelter
In your temple of gold, he is singing to god
Beneath a tree by the road. The devout surround him
In numbers large, their overflowing tears of joy
Rinse the dust off the earth. The temple, though,
Is all but deserted; just as bees abandon
The gilded honeypot when maddened by the fragrance
Of the flower to swiftly spread their wings
And fly to the petals unfurling in the bush
To quench their eager thirst, so too are people,
Sparing not a glance for the palace of gold,
Thronging to where a flower in a devout heart
Spreads heaven’s incense. On the bejewelled platform
The god sits alone in the empty temple.”
At this,
The fretful king dismounted from his throne to go
Where the hermit sat beneath the tree. Bowing, he said,
“My lord, why have you forsaken god’s mighty abode,
The royal construction of gold that pierces the sky,
To sing paeans to the divine here on the streets?’
“There is no god in that temple,” said the hermit.
Furious,
The king said, “No god! You speak like a godless man,
Hermit. A bejewelled idol on a bejewelled throne,
You say it’s empty?”
“Not empty, it holds royal arrogance,
You have consecrated yourself, not the god of the world.”
Frowning, said the king, “You say the temple I made
With twenty lakh gold coins, reaching to the sky,
That I dedicated to the deity after due rituals,
This impeccable edifice – it has no room for god!”
Said the tranquil hermit, “The year when the fires
Raged and rendered twenty thousand subjects
Homeless, destitute, when they came to your door
With futile pleas for help, and sheltered in the woods,
In caves, in the shade of trees, in dilapidated temples,
When you constructed your gold-encrusted building
With twenty lakh gold coins for a deity, god said,
‘My eternal home is lit with countless lamps
In the blue, infinite sky; its everlasting foundations
Are truth, peace, compassion, love. This feeble miser
Who could not give homes to his homeless subjects
Expects to give me one!’ At that moment god left
To join the poor in their shelter beneath the trees.
As hollow as the froth and foam in the deep wide ocean
Is your temple, just as bereft beneath the universe,
A bubble of gold and pride.”
Flaring up in rage
The king said, “You false deceiver, leave my kingdom
This instant.”
Serenely the hermit said to him,
“You have exiled the one who loves the devout.
Now send the devout into the same exile, king.”
°
દીનદાન
રાજવી સેવક બોલ્યો, “હે નૃપ, કંઈકેટલી વિનંતી છતાં
પેલા મહાન સાધુ, પુરુષોમાં શ્રેષ્ઠ, તમારા
સોનાના મંદિરમાં પગ મૂકવા તૈયાર નથી,
તેઓ તો ત્યાં રસ્તામાં એક ઝાડ નીચે બેસીને ભજનો ગાય છે
અને શ્રદ્ધાળુઓનાં તો ટોળેટોળાં ઉમટ્યાં છે ત્યાં,
એમની આંખમાંથી વહેતાં આનંદના અશ્રુઓથી
ધરતીની ધૂળ ધોવાઈ જાય છે જાણે. પણ મંદિર જુઓ તો
સાવ વેરાન છે; જેમ ફૂલની સુગંધથી ઘેલી થયેલી મધમાખીઓ
સોનાજડિત મધના ઘડાને છોડીને ઝડપથી પાંખો ફેલાવી
ને ઊડે છે એ ડાળીઓ વચ્ચે ખીલી રહેલી પાંદડીઓ તરફ
સંતોષવા એમની આતુર તરસ, કંઈક એવી જ રીતે લોકો પણ
સોનાના મહેલ તરફ એક નજર સુદ્ધાં નાખ્યા વિના
ઉમટે છે એક ભક્તના હૈયામાં ખીલેલા, દૈવી સુગંધ ફેલાવતાં
એક પુષ્પની આસપાસ. અને રત્નજડિત પાલખા પર
બિરાજમાન ભગવાન સાવ એકલા છે, એ ખાલીખમ મંદિરમાં.”
સાંભળીને વ્યથિત નૃપ
ઊતરી સિંહાસનેથી ચાલ્યો ઝાડ તળે બેઠા
પેલા સંન્યાસીની પાસ, નમીને પછી બોલ્યો નૃપ,
“મહારાજ, આમ કેમ છોડી દીધું તમે આકાશ વીંધતું ઊભું
સોને મઢ્યું રાજવી આલય પરમેશ્વરનું,
ને શાને આવી બેઠાં રસ્તે ગાવા ગુણ એનાં?”
બોલ્યા સાધુ, “નથી રહ્યો દેવ કોઈ એ સોનાના મંદિરમાં.”
ગુસ્સાથી રાતોપીળો નૃપ ગરજ્યો,
“નથી દેવ! તમે શું રહ્યાં જાતના નાસ્તિક સંન્યાસી?
રત્નજડિત સિંહાસન ઉપર બિરાજે રત્નજડિત એ મૂરત
ને કહો છો તમે એને સાવ ખાલી?”
“ખાલી નહીં, બિરાજમાન છે ત્યાં તો તમારો રાજાશાહી ઘમંડ.
તમે કરી પોતાની જ સ્થાપના, ના કોઈ દેવની આ દુનિયાના.”
ક્રોધે ભરાયો બોલે છે નૃપ, “આ મારું બનાવ્યું મંદિર,
ખર્ચી વીસ લાખ સોનાની મહોરો, આકાશે અડતાં જેના શિખરો,
કરી વિધિવત પૂજાપાઠ પછી જેને મેં પોતે જઈ અર્પ્યું છે ભગવાનને
એ આ દોષરહિત ભવ્ય ઇમારત — ને તમે કહો છે, એમાં ભગવાન નથી?”
અક્ષુબ્ધ એ સંન્યાસી બોલ્યા, “જે વર્ષે નગર ભડકે બળતું હતું
અને ભભૂકતી આગે વીસ હજાર પ્રજાજનોને કરી દીધેલા
બેઘર, નિરાધાર, જ્યારે તેઓ તમારા દરવાજે આવીને કરગરેલાં
મદદ માટેની નિરર્થક વિનંતીઓ લઈને, અને પછી જંગલમાં,
ગુફાઓમાં, ઝાડની છાયામાં, જર્જરિત મંદિરોમાં આશ્રય લઈ બેઠેલા,
જ્યારે તમે વીસ લાખ સોનાના સિક્કાથી એક દેવ માટે
તમારી સોને જડેલી ઈમારત બાંધી હતી, તે સમયે ભગવાને કહેલું,
‘મારું શાશ્વત ઘર અનંત ભૂરા આકાશમાં અસંખ્ય
દીવાઓથી પ્રકાશિત છે, જેના સનાતન પાયામાં છે
સત્ય, શાંતિ, કરુણા, પ્રેમ. આ દુર્બળ, કંજૂસ
જે પોતાના ઘરવિહોણા પ્રજાજનોને આશ્રય આપી ના શક્યો
એ વળી મારું ઘર બનાવશે?’ એ જ ક્ષણે ભગવાન ચાલી નીકળ્યા
ત્યાંથી અને જોડાઈ ગયા વૃક્ષો નીચે ગરીબોની સાથે.
ઊંડા પહોળા સમુદ્રમાં મોજાનાં ફીણ જેવું ખોખલું છે
તમારું મંદિર, એવું જ અટૂલું આ બ્રહ્માંડમાં
જાણે સોના અને અહંકારનો પરપોટો.”
ક્રોધાવેશમાં
રાજા બોલ્યા : “તમે ઠગ, છેતરનારા, જાઓ નીકળી જાઓ મારું રાજ્ય છોડીને
આ ક્ષણે જ.”
સંન્યાસીએ શાંતિથી જવાબ આપ્યો,
“તમે પહેલાં ભક્તને પ્રેમ કરનારાને દેશનિકાલ કર્યો છે.
હવે ભક્તને પણ એ જ વનવાસમાં મોકલી આપો, રાજા.”
[ટાગોરના બંગાળી કાવ્યના અરુણવા સિન્હા દ્વારા કરાયેલા અંગ્રેજી અનુવાદના આધારે]
આ કવિતાનો અનુવાદ સૌપ્રથમ ‘scroll.in‘માં પ્રકાશિત થયો હતો જે અહીં અનુવાદકની પરવાનગી સાથે પુનઃપ્રકાશિત કરવામાં આવ્યો છે.
સૌજન્ય : https://ruralindiaonline.org/en/articles/a-temple-of-gold-guj/?fbclid=IwAR2kqx4HUMWLveV3rUOHPIFu4KTxFGwWFqcgyPt6sXaCitcGqYv99SlJ9Rw