Opinion Magazine
Number of visits: 10,201,764
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘વીસમી સદી’માં ‘ઘનશ્યામ’ બન્યા કનૈયાલાલ મુનશી

દીપક મહેતા|Opinion - Literature|10 June 2014

ધારાવાહિક નવલકથાના પ્રકાશન અંગે શરૂઆતમાં એક એવો ચાલ જોવા મળે છે કે મોટે ભાગે સામાયિકના ‘અધિપતિ’ (તે વખતે તંત્રી માટે વપરાતો શબ્દ) પોતાની જ નવલકથા છાપતા. ઈચ્છારામ સૂર્યરામે ‘ગુજરાતી’ સાપ્તાહિકમાં પોતાની નવલકથાઓ છાપી હતી. જાણીતા સાક્ષર અને સમાજ સુધારાની બાબતમાં રૂઢીવાદી વલણ ધરાવતા મણિલાલ નભુભાઈએ ૧૮૮૫માં મુખ્યત્વે સ્ત્રીઓને ધ્યાનમાં રાખીને ‘પ્રિયંવદા’ માસિક શરૂ કર્યું તેમાં પોતાની ‘ગુલાબસિંહ’ નવલકથા હપ્તાવાર પ્રગટ કરી. અલબત્ત, આ તેમની મૌલિક નવલકથા નહોતી. રમણભાઈ નીલકંઠની ‘ભદ્રંભદ્ર’ પુસ્તક રૂપે તો ૧૯૦૦માં પ્રગટ થઈ, પણ તે પહેલાં તે તેમના ‘જ્ઞાનસુધા’ માસિકમાં હપ્તાવાર પ્રગટ થઈ હતી. સમાજ સુધારા અંગે મણિલાલ કરતાં સામા છેડાના મત ધરાવનાર રમણભાઈએ ૧૮૯૨માં ‘જ્ઞાનસુધા’ શરૂ કર્યું અને એ જ વર્ષના માર્ચના અંકથી તેમણે તેમાં ‘ભદ્રંભદ્ર’નું પ્રકાશન શરૂ કર્યું. આ ધારાવાહિક પ્રકાશન છેક ૧૯૦૦ના જાન્યુઆરી-જૂન અંકમાં પૂરું થયું, એટલે કે લગભગ આઠ વર્ષ સુધી ચાલ્યું. આમ થવાનું કારણ એ નહોતું કે નવલકથા બહુ લાંબી હતી. એ છે તો ૩૨૭ પાનાંની. પણ કારણ એ હતું કે ‘જ્ઞાનસુધા’નું પ્રકાશન સતત ખૂબ અનિયમિત રહ્યું હતું. ક્યારેક તો વર્ષમાં તેના એક કે બે જ અંક પ્રગટ થતા. જે અંકમાં તે પૂરી થઈ તે છ મહિનાનો સંયુક્ત અંક છે. અહીં એ નોંધવું જોઇએ કે ‘જ્ઞાનસુધા’માં આ નવલકથા છપાઈ ત્યારે તેની સાથે લેખક તરીકે કોઈનું નામ છપાતું નહોતું. જો કે તેના લેખક રમણભાઈ છે એ વાત ઝાઝો વખત છાની રહી શકી નહોતી. આ નવલકથા લખવાનું શરૂ કર્યું ત્યારે રમણભાઈની ઉંમર હતી ૨૪ વર્ષની. પુસ્તક રૂપે પ્રગટ થઈ ત્યારે ઉંમર હતી ૩૨ વર્ષ. પોતાના મૂળ નામ ‘દોલત શંકર’માં આવતા ‘દોલત’ જેવા યાવની શબ્દને કારણે એ નામ ત્યજી, પ્રાયશ્ચિત્ત કરી, ભદ્રંભદ્ર’ એવું નામ ધારણ કરનાર વિશેની આ નવલકથા પુસ્તક રૂપે પ્રગટ થઈ ત્યારે એના પ્રકાશક હતા દોલતરામ મગનલાલ શાહ. પોતાના ‘દેશભક્ત’ નામના પત્ર માટે તેમણે આ નવલકથા પુસ્તક રૂપે છાપી હતી. અને આ ‘દેશભક્ત’ના એક ભાગીદાર હતા આપણા યુગમૂર્તિ વાર્તાકાર રમણલાલ દેસાઈના પિતા વસંતલાલ સુંદરલાલ દેસાઈ. ૧૯૧૬ના એપ્રિલથી હાજી મહમદ અલારખિયાએ એ વખતે અનન્ય કહી શકાય એવું માસિક ‘વીસમી સદી’ શરૂ કર્યું. એ જ વર્ષના જુલાઈ અંકથી તેમણે પોતાની ‘દિલારામ’ નામની નવલકથાનું ધારાવાહિક પ્રકાશન તેમાં શરૂ કર્યું.

૧૯૧૨ના ડિસેમ્બરની પાંચમી તારીખે ઈચ્છારામનું અવસાન થયું તે પછી તેમના પુત્ર મણિલાલ ‘ગુજરાતી’ના અધિપતિ બન્યા. તેમણે નવલકથા માટે બહાર નજર દોડાવી. અને તેઓ એક નવા જ નવલકથાકારને લઈ આવ્યા. એમનું નામ ઘનશ્યામ વ્યાસ. ૧૯૧૩ના ઓગસ્ટના અંકથી તેમની નવલકથા ‘ગુજરાતી’માં ધારાવાહિક રૂપે પ્રગટ થવા લાગી. આ ઘનશ્યામ વ્યાસ તે બીજું કોઈ નહિ, પણ કનૈયાલાલ મુનશી. અને તેમની ધારાવાહિક તે તેમની પહેલી નવલકથા ‘વેરની વસૂલાત.’ ‘ગુજરાતી’માં આ નવલકથા છપાવાનું શરૂ થયું તે પહેલાં મુનશીની પહેલી ટૂંકી વાર્તા ‘મારી કમલા’ ઉપનામથી નહિ, પણ મુનશીના પોતાના નામથી અમદાવાદથી પ્રગટ થતા ‘સુંદરી સુબોધ’ માસિકના ૧૯૧૨ના જૂન અંકમાં પ્રગટ થઈ હતી અને બીજી કેટલીક વાર્તાઓ પણ અન્ય સામયિકોમાં પ્રગટ થઈ હતી. ‘વેરની વસૂલાત’ના પ્રકાશનને એક રીતે ટર્નિંગ પોઈન્ટ કહી શકાય, કારણ ત્યારથી અધિપતિની નવલકથા છાપવાને બદલે અન્ય લેખકની નવલકથા છાપવાના ચાલે આપણાં સામયિકોમાં જોર પકડ્યું. એપ્રિલ ૧૯૧૭ના અંકથી ‘વીસમી સદી’માં મુનશીની ‘ગુજરાતનો નાથ’ ધારાવાહિક રૂપે શરૂ થઈ. અલબત્ત, શરૂઆતમાં તેના લેખક તરીકે ‘રા. ઘનશ્યામ’નું નામ છપાતું હતું. પણ એપ્રિલ ૧૯૧૮ના અંકથી તેના હપ્તા મુનશીના નામ સાથે છપાતા થયા. આ નવલકથાના દરેક હપ્તા સાથે છપાતાં રવિશંકર રાવળનાં ચિત્રોએ પણ અનેરું આકર્ષણ જગાવ્યું હતું. ‘ગુજરાતનો નાથ’ની અગાઉ લખાયેલી ‘પાટણની પ્રભુતા’ પણ ‘ઘનશ્યામ’ ઉપનામથી ‘ગુજરાતી’ના વાર્ષિક ભેટ પુસ્તક રૂપે છપાઈ હતી, ઘણા માને છે તેમ ધારાવાહિક રૂપે નહિ.

અલબત્ત, એ વખતે પણ કેટલાંક સામયિકો એવાં હતાં કે જે સભાનપણે ધારાવાહિક નવલકથાના પ્રકાશનથી દૂર રહ્યાં હતાં. પણ તે અંગેની વધુ રસિક વાતો હવે પછી ક્યારેક. 

સૌજન્ય : ‘ડાયરી’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની અારાધના’, “ગુજરાતમિત્ર”, 08 જૂન 2014

Loading

ચીનનાં સરમુખત્યાર વાદળોમાં તાઇનામેનની ‘સિલ્વર’ લાઇન

દિવ્યેશ વ્યાસ|Opinion - Opinion|10 June 2014

છેલ્લા દાયકાઓમાં ચીને સાધેલી સડસડાટ પ્રગતિથી આખું વિશ્વ અંજાયેલું છે. વિશ્વમાં વસતીની દૃષ્ટિએ નંબર વન ચીન વિશ્વમાં બીજા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર ધરાવે છે. લશ્કરી મહાસત્તા એવું ચીન સંયુક્ત રાષ્ટ્ર સમિતિના કાયમી સભ્ય તરીકે દબદબો ધરાવે છે. ચીનની આ સિદ્ધિઓથી અંજાઈને કોઈ ધારી શકે કે પોતાના દેશની આર્થિક-લશ્કરી તાકાત જોઈને ચીનના નાગરિકોની છાતી ગજ ગજ ફૂલતી હશે … પણ વાસ્તવિકતા જરા જુદી છે. ચીનના નાગરિકોની હાલત પાંજરે પૂરેલાં પંખીઓ જેવી છે. સામ્યવાદી સરકાર દ્વારા રોજીરોટી મળી જાય છે, પણ આઝાદી છીનવાયેલી છે. તેમને સૌથી વધુ ખટકતી બાબત એ છે કે તેઓ દેશના નાગરિક નહીં પણ માનવસંસાધન બનીને રહી ગયા છે. ચીનમાં દાયકાઓથી રાજ કરતી એક જ પક્ષની સરમુખત્યાર સરકાર અને તેના અધધ … ભ્રષ્ટાચારથી લોકો ઉબાઈ ગયા છે. ચીની લોકો આઝાદી ઝંખે છે, લોકશાહી તથા પારદર્શક શાસન ઝંખે છે અને લોકોની આ ઝંખનાની જરા સરખી ઝાંય પણ ચીની શાસકોથી સહેવાતી નથી.

ચીનમાં લોકશાહી કે માનવ અધિકારો માટેના દરેક પ્રયાસને ત્યાંની સરકાર સામ-દામ-દંડ અને ભેદથી દબાવતી આવી છે. ચીનમાં ૧૯૮૯ની સાલમાં લોકશાહીની માગણી સાથે બીજિંગના તાઇનામેન ચોકમાં વિદ્યાર્થીઓએ આંદોલન ચલાવ્યું હતું, જેને શાસકોએ ક્રૂરતાપૂર્વક કચડી નાખ્યું હતું. આંદોલન કરનારા પર બંદૂકો નહીં ટેન્કોથી હુમલો કરાયો હતો! લોકશાહીની માગણી કરનારાઓના લોહીથી તાઇનામેન ચોક રંગાઈ ગયો હતો. સેંકડો યુવાનોએ શહીદી વહોરી હતી એ આંદોલનને ગત ૪ જૂનના રોજ પચીસ વર્ષ પૂર્ણ થયાં, પણ ચીનમાં લોકોનું લોકશાહી વ્યવસ્થાનું સ્વપ્ન આજ દિન સુધી પૂર્ણ થયું નથી. અલબત્ત, આ આંદોલને ચીનના સરમુખત્યારી શાસનનાં કાળાં ડિબાંગ વાદળોના છેડે આશાભરી રૂપેરી કોર તાણી આપી છે, જેણે ચીનના લોકોની લોકશાહી માટેની ઝંખનાને જીવંત અને જાગૃત રાખી છે.

વિશ્વ ઇતિહાસમાં અમર થઈ ગયેલા આ આંદોલનની પચીસમી વરસીએ ટૂંકમાં તેની વાત માંડીએ. વૈચારિક તથા વ્યવસ્થાપકીય આઝાદીની માનવસહજ ઝંખના ચીનના લોકોમાં પણ જાગી રહી હતી. તેવામાં લોકશાહી મૂલ્યોમાં માનતા હુ યાઓબંગનું ૧૫ એપ્રિલ, ૧૯૮૯ના રોજ નિધન થયું. મહાસચિવ પદે રહેલા હુને કોમ્યુિનસ્ટ પાર્ટી દ્વારા હાંકી કાઢવામાં આવ્યા હતા. ચીનમાં લોકશાહી માટેની ચળવળના પ્રતીક બની ગયેલા હુને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમના નિધનના બીજા જ દિવસે વિદ્યાર્થીઓ બીજિંગના તાઇનામેન ચોક પર એકઠા થયા. આ સ્થળ પસંદ કરવા પાછળનું કારણ એ હતું કે અહીં કોમ્યુિનસ્ટ પાર્ટીએ દેશમાં સત્તાનાં સૂત્રો હસ્તગત કર્યા પછી માઓ જેદોંગ સહિતના નેતાઓની યાદગીરી રૂપે 'પીપલ્સ હીરો' નામનું સ્મારક બનાવ્યું હતું. ટીપે ટીપે સરોવર ભરાય એમ એક પછી એક યુવાન ચળવળમાં જોડાતાં તાઇનામેન ચોક વિદ્યાર્થીઓથી ઉભરાવા માંડયો. ૧૩મી મેના રોજ લોકતાંત્રિક વ્યવસ્થા પરિવર્તન માટે ઉપવાસ આંદોલન શરૂ કરાયું. આ આંદોલનની અસર સમગ્ર બીજિંગમાં થઈ. ૧૮મી મેના રોજ મજૂરોએ પણ વિદ્યાર્થીઓના સમર્થનમાં બાઇક રેલી યોજી. તાકડે આ દિવસોમાં રશિયાના વડા મિખાઇલ ગોર્બોચોવ ચીનની મુલાકાતે આવ્યા હતા, જેથી ચીનના સત્તાધીશોએ ક્ષોભજનક સ્થિતિમાં મુકાવું પડેલું. પછી સરકારે આંદોલનને અવગણવાને બદલે આંદોલનકારીઓને સમજાવવાનો માર્ગ લીધો. ૧૯મી મેના રોજ કોમ્યુિનસ્ટ પાર્ટીના મહાસચિવ ઝાઓ જિયાંગ તાઇનામેન ચોકમાં આવ્યા અને સંબોધનમાં જણાવ્યું, "વિદ્યાર્થીઓ, અમે બહુ મોડા આવ્યા છીએ. સોરી." જો કે, યુવાનો વાતો-વચનોથી પીગળે એમ નહોતા. આંદોલનની આગ પ્રસરતી જતી હતી એટલે ચીનના તત્કાલીન વડાપ્રધાન લિ પેંગે બીજિંગના અમુક વિસ્તારમાં માર્શલ લો લાગુ પાડી દીધો. જેની ઊલટી અસર થઈ ૨૦મી તારીખે વિદ્યાર્થીઓની સાથે તેમના શિક્ષકો-પ્રોફેસર્સ પણ જોડાયા. ૩૦મી મેના રોજ ફાઇન આર્ટના વિદ્યાર્થીઓએ 'લોકશાહીની દેવી' મૂર્તિ બનાવી, જેથી જુસ્સો બેવડાયો. સરકારે તાઇનામેન ચોકની ફરતે સૈનિકો ગોઠવવા માંડયા. બીજી જૂને હથિયાર વિનાના સૈનિકોએ વિદ્યાર્થીઓને ચોક પરથી હટાવવાનો પ્રયાસ કર્યો, પણ કારી ફાવી નહીં. વિદ્યાર્થીઓ 'ડેમોક્રસી ઓર ડેથ' માટે પ્રતિબદ્ધ હતા. અંતે સરકારે ક્રૂરતમ ચહેરો બતાવ્યો. ૩ જૂનની મોડી રાતે ૪ જૂનના થોડા કલાકો પહેલાં બંદૂકો જ નહીં ટેન્કોની તોપો વિદ્યાર્થીઓ પર દાગવામાં આવી. રાતના અંધારામાં સરકારે કરેલા કાયરતાપૂર્ણ હુમલામાં સેંકડો વિદ્યાર્થીઓ મોતને ઘાટ ઊતરી ગયા. જો કે, મોતનો ચોક્કસ આંકડો આજ દિન સુધી બહાર આવ્યો નથી.

તાઇનામેન ચોકના હત્યાકાંડને દબાવી દેવા, ઇતિહાસનાં પાનાંઓ પરથી ભૂંસી નાખવા ચીની સરકાર મથ્યા કરે છે, પણ સફળ થઈ નથી. ચોથી જૂનની પચીસમી વરસીની ઉજવણી અટકાવવા ચીની સરકારે સેંકડો કર્મશીલો, પત્રકારો અને વકીલોને કાં જેલમાં પૂર્યા કાં નજરકેદ હેઠળ રાખ્યા હતા. જો કે, ચીન નહીં પણ તાઇવાન અને હોંગકોંગમાં ઉજવણી થઈ. ચીન સરકારનો લોખંડી પંજો પણ લોકશાહીની ઝંખનાને દાબી શક્યો નથી. આઝાદી જીવમાત્રનો અધિકાર છે, એ છીનવીને કોઈ રાષ્ટ્ર સમૃદ્ધ-શક્તિશાળી બની શકે, પણ મહાન થઈ શકે નહીં!

e.mail : divyeshvyas.amd@gmail.com

સૌજન્ય : ‘સમય-સંકેત’ કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 08 જૂન 2014

Loading

द्रौपदी

मेहुल मंगुबहन|Poetry|10 June 2014

द्रौपदी १ : मेरे पांच पति


माता कुंता जानती थी सत्य 
पता था की गर मिल बाँट के खाने को न कहा गया 
तो मुझे पाने के लिए पांचो एकदूजे से भीड़ जाएंगे यकीकन 
आखिरकार में उस दौर की सबसे सुंदर स्त्री जो थी !
वो जानती थी 
न जाने कितने समय से राजा-महाराजा-योद्धा 
कल्पनाओ में मुझसे संभोग करने लगे थे !
मेरी एक झलक को तकने लगे थे !
उन्हें पता था मेरे स्वयंवर में उमड़े वीर्य सैलाब का 
पांडव-कौरव तो क्या प्रत्येक पुरुष बेताब था मुझे भोगने को
संसार के सबसे बड़े खजाने का मालिक बनने को ! 
वरना पानी में देख सर पर घूमती मछली की आँख फोड़ना, 
कभी सोची भी है ऐसी कठोर परीक्षा किसी ने ?
अर्जुन तो क्या गुरु द्रोण भी यह न कर पाते !
कुंता जानती थी सत्य 
गर मिल बाँट के खाने को न कहा गया तो 
मेरे लिए पांचो के बीच फिर से एक स्वयंवर होगा 
और फिर वे पांच से चार-तीन-दो-एक हो जायेंगे ! 
वैसे होना तो यही सही था पर कुंता से एक अलग सत्य 
बतौर पुरुष महाधूर्त युधिस्ठिर से नम्र नकुल तक सभी जानते थे !
पता था की भीम की मदद के बिना वो धनुष नहीं उठा पायेगा !
होनहार जुआरी युधिस्ठिर के बिना 
जल की और मछली की गति की चाल परख कैसे होगी ?
आनेवाले समय को देखने वाले सहदेव के सहयोग के बिना 
क्या कुछ मुमकिन हो सकेगा ? 
एक नम्र नकुल था जिसके होने न होने से कुछ फर्क नहीं होता पर 
चार से भले पांच ! या फिर छ ?
कुंता की आज्ञा से पहले ही उनके पुरुष सत्य ने तय कर लिए थे हिस्से !
किसी एक के हाथ तो नहीं आएगी
आओ पांचो मिलकर खा ले,
हो सके तो बाँटकर वरना तोड़मरोड़ कर !
किसके साथ कितनी राते, किसके साथ कितने दिन 
सारे समय का हो चूका था गठजोड़ पहले ही !
कौन पहले कौन बाद में तय थे सारे क्रम के मोड़ !
यह विवशता थी लेकिन आखिर संसार की सबसे सुन्दर स्त्री के लिए 
इतना समाधान तो जायज था उन्हें ! 
फिर अपने षड्यंत्रकारी सत्य को बहोत आसानी से छुपा लिया उन्होंने 
" देखो माँ में क्या लाया हु ? " अर्जुन ने कहा 
" जो लाए अपने भाइओ से मिलकर खाना " कह दिया माता कुंता ने !
हा हा हा हा हा हा हा !!
अपने षड्यंत्र के सत्य को नजाकत से मोड़कर 
थोप दिया माता कुंता के होठ पर !
उनकी आग को मिल गई हवा 
अब दोष सारा हो गया हवा का  
और आग बन गई पूर्ण निर्दोष !
आखिर खाना ही तो थी मै उनके लिए शुरू से ! 
अर्जुन बनकर रह गए मातृ आज्ञा की प्रतिज्ञा 
कृष्ण ने भी कह दिया इसे पूर्वजन्म के कर्म की शिक्षा !
माता कुंता जानती थी सत्य,
पांचो पांडव जानते थे सत्य,
कृष्ण भी जानते थे सत्य !
और में ?
मेरा सत्य ?

− मेहुल मंगुबहन

०२ / ०६ / २०१४ अहमदाबाद 

*********

द्रौपदी २ : चीरहरण से पूर्व

जब दुर्योधन ने कहा जाओ दुःशाशन ले आओ द्रौपदी 
राजसभा में मच गई खलबली 
दास बने अर्जुन को अचानक याद आई अपनी मधुरजनी
मन हुआ जाकर पहले बड़े भाई का गला दबा दे 
पर फिर ध्यान आया पांचो के बराबरी के हिस्से की डील पर !
नजरे नीची गड़ाए कालीन की नक्शी देख रहे थे युधिष्ठिर 
एक तो तनमन में उमड़ रही है लम्बी शंतरंज की थकान   
और फिर ऊपर से यह … क्या तमाशा !
हम तो वैसे भी भोग भोगकर थक चुके थे 
अब वो तुम्हारी है, जो करना था कर लेना था आराम से ! 
जब दुर्योधन ने कहा जाओ दुःशाशन ले आओ द्रौपदी 
उसे रोकना तो दूर कोई भी उठ खड़ा भी हुआ न अपनी जगह से !
एक लम्बे अंतराल के बाद अचानक धृतराष्ट्र को याद आई अपनी आँखे 
उफ्फ यह दृष्टिहीनता इससे पूर्व इतनी कठोर कभी न थी,
मेरे पुत्र संसार की सर्वाधिक सुन्दर स्त्री को जीते है
और में बेबस उसे एक नजर देख भी न पाउँगा ? छट !
विकर्ण के अलावा सारे कौरव का एक हाथ जांघ सहलाने लगा  
और दूजा हाथ था वहां जहाँ उनकी असली खुजली थी !
भीष्म अपनी गंवाई जवानी की सोच में डूब गए, 
द्रोण, कृपाचार्य रह गए हक्केबक्के !
जब वो उसे ले आए तब हमें क्या करना चाहिए ?
क्या हम भी बाकी दरबारीओ की तरह उसका सौंदर्यपान करे ?
हा हा क्यों नहीं ? आखिर राजऋषि है हम ! 
अधिकार तो सब है हमें पर धर्म ?
दोनो ने एकदूजे को झाँका, पल भर में किया फैसला 
और नजरे गड दी दुःशाशन के बढ़ते कदम पर !
जब दुर्योधन ने कहा जाओ दुःशाशन ले आओ द्रौपदी … 
सारे सेवक को छूट गया दुविधा का पसीना 
होने लगी खुसर पुसर 
आखिर राजबहु है, कहीं देखते पकडे गए तो ?
और देखे बिना भी रह पाएंगे तो कैसे !
जब दुर्योधन ने कहा जाओ दुःशाशन ले आओ द्रौपदी 
हस्तिनापुर की राजसभा में बढ़ने लगी संख्या
आँखे मुंदी नहीं बल्कि दो से चार होने लगी
प्रवेश नहीं था वो भी आ गए दरारों से झांकने
दुःशाशन के निकलते ही फ़ैल गई खबर !
मार्ग पर जमा होने लगी भीड़,
रोज दाव पर लगती 
रोज किसी की दासी बनती 
हस्तिनापुर की सारी स्त्रियां सुन्न हो गई पल भर !
बीच बीच में आई ठहाकों की आवाझे
जो हररोज हमारे यहाँ होता है वह आज राजसभा में होगा !
हा हा हा.… आखिर शुरू तो उन्होंने ही किया था न !
आज शायद राजा को पता चलेगा 
की रोज रोज हस्तिनापुर में 
हर गली हर चोकठ पर 
द्रौपदीओ के साथ होता है क्या क्या !
जब दुर्योधन ने कहा जाओ दुःशाशन ले आओ द्रौपदी … 
अचानक से पूरी राजसभा हो गई वस्त्रहीन !

− मेहुल मंगुबहन 

०३ / ०६ / २०१४ अहमदाबाद 

***********

द्रौपदी ३ : चीरहरण

रुक जाओ कृष्ण 
चीर की तुम्हारी यह खैरात नहीं चाहिए मुझे 
आज तुम मुझे वस्त्र दोगे 
और कल फिर से मुझे वस्त्रहीन कर दोगे 
सौंप दोगे तुम मुझे उन पांचो के हवाले
फिर से उपवस्त्र बनाकर !
रुक जाओ कृष्ण !
इस भरी सभा में हो जाने दो मुझे नग्न 
आखिर मेरा नग्न शरीर ही तो सत्य है न सबके लिए !
तभी तो तुमने मेरे पांच पति को 
कह दिया था मेरे पिछले जन्म के कर्म का फल ! है न ?
अब यह मेरे कौन से नीच कर्मो का फल है बताओ कृष्ण ?
चिर रहने दो, अब आये हो तो 
यहाँ सभा की प्रत्येक आँख जो मुझसे मैथुन कर रही है 
तनिक उनके पूर्व जन्म के उच्च कर्मो के बारे में भी कुछ कहते जाओ कृष्ण !  
अब नहीं चाहिए मुझे तुम्हारे वस्त्र 
हो जाना चाहती हु में आज सम्पूर्ण नग्न 
ताकि सारा संसार जान ले हस्तिनापुर का सत्य
पता तो चले सबको की यहाँ प्रत्येक घर में एक द्रौपदी है 
जिसके न जाने कितने पति है 
जिसे रोज लगाया जाता है दाव पर 
जिसका वजूद है सिर्फ किसी मूंछ की ताव पर !
आज जब पांडव पर बन आई तुम आ गए हो मुझे बचाने
पर कल क्या होगा कृष्ण ?
में निर्वस्त्र हो जाउंगी उस पल के बाद क्या होगा कृष्ण ?
फिर से शतरंज बिछेगी, फिर लगेंगे दाव मुझ पर 
फिर से सौदा होगा भोगने के अधिकार का
आखिर यही तो है इस महान हस्तिनापुर में 
जिसकी लाज बचाने फिर से तुम आये हो !
अब बहोत हो चूका यह ढोंग कृष्ण 
अब बहोत हो चुकी राज परम्परा भी 
इस आर्य धर्म की जयजयकार बहोत हो चुकी !
मुझे नहीं चाहिए तुम्हारे वस्त्र कृष्ण 
लौट जाओ अपने गोकल-मथुरा 
और हो सके तो लौटा दो उन गोपियों के वस्त्र पहले!
में तो आज इस भरी सभा में नग्न हो जाना चाहती हूँ 
हो जाना चाहती हु पूर्ण रूप से वस्त्रहीन 
फिर जो चाहे अंजाम हो मेरा ! 


– मेहुल मंगुबहन 

०४ जून २०१४ अहमदाबाद 

सौजन्य : http://communitication.blogspot.in/search/label/Hindi

Loading

...102030...4,1244,1254,1264,127...4,1304,1404,150...

Search by

Opinion

  • डाकियाની દુનિયામાં ડોકિયું : પોસ્ટલ હેરિટેજ પ્રદર્શન
  • દસ મિનિટનો ફોટોગ્રાફ
  • નારી શક્તિને વંદન કે માત્ર શબ્દોની રમત ?
  • ચલ મન મુંબઈ નગરી—359
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?

Diaspora

  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ

Gandhiana

  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved